WhatsApp ગ્રૂપમાં જોડાવો!

કલ્ટીવેટર સબસીડી યોજના હેઠળ રૂપિયા 50000 સુધીની સહાય મેળવો, જાણો સંપૂર્ણ માહિતી.

કલ્ટીવેટર સબસીડી સહાય યોજના : કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને સીધો લાભ આપવા માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે. આઇ ખેડુત પોર્ટલ ઉપર વિવિધ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. વિવિધ યોજનાઓમાં સરકારશ્રી દ્વારા ખેડૂતોને ખેડ માટે ઉપયોગી થઈ શકે એવી એક યોજના એટલે કલ્ટીવેટર સહાય યોજના વિશે અમે આજે માહિતી લઈને આવ્યા છીએ. કલ્ટીવેટર સબસીડી સહાય યોજના અંતર્ગત કલ્ટીવેટર ખરીદવા માટે ખેડૂતોને 50,000 રૂપિયા સુધીની સહાય સરકાર તરફથી મળવાપાત્ર થાય છે. આ યોજના હેઠળ કોને કેટલી સહાય મળશે? કેટલા ડોક્યુમેન્ટ જોઈએ? અરજી પ્રક્રિયા શું છે? વગેરે જેવી તમામ માહિતી તમે આ આર્ટિકલ દ્વારા જાણી શકશો. જો તમે કલ્ટીવેટર ખરીદવાની તૈયારી કરતા હો તો આર્ટિકલ તમને ખૂબ જ ઉપયોગી થશે.

કલ્ટીવેટર સબસીડી સહાય યોજના

યોજનાનું નામ કલ્ટીવેટર સબસિડી સહાય યોજના 2024
લાભાર્થીઓ ગુજરાતના ખેડૂતો
અરજી પ્રક્રિયા આઇ ખેડુત પોર્ટલ પરથી ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 સુધી જ
મળવાપાત્ર સહાય કુલ ખર્ચના 50% અથવા 50,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે.
ઓફિસિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

યોજનાનો હેતુ

ખેતરમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે સારી ખેડ કરવા માટે ખેડૂતોને સરકાર શ્રી દ્વારા કલ્ટીવેટર ખરીદવા માટે સબસીડી આપવામાં આવે છે. સારી ખેડ થશે તો ઉત્પાદન સારું થશે અને છેવટે ખેડૂતોને ખેતીમાંથી આવકમાં વધારો થશે. આમ ખેડૂતોના જીવન ધોરણમાં સુધારો લાવવા અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો કરવાનો મુખ્ય હેતુ છે.

કલ્ટીવેટર સહાય યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા અને નિયમો.

  • આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના અને સીમાંત ખેડૂતો. મહિલા ખેડૂતો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને લાભ આપવામાં આવે છે.
  • આ યોજના અંતર્ગત પુનઃ લાભ મેળવવાની સમય મર્યાદા ઓછામાં ઓછી પાંચ વર્ષ.
  • કલ્ટીવેટરની ખરીદી અધિકૃત વિક્ર્તા પાસેથી જ કરવાની રહેશે તો જ આ સબસીડી નો લાભ મળવા પાત્ર રહેશે.

કલ્ટીવેટર સબસિડી સહાય યોજના નો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?

  • ખેડૂતોની સાતબાર આઠ અ જમીનના દાખલા ની નકલ.
  • આધાર કાર્ડ ની નકલ.
  • ખેડુત અનામત કેટેગરીનો હોય તો જાતિ અંગેનું પ્રમાણપત્ર.
  • રેશનકાર્ડ ની નકલ.
  • ખેડૂત દિવ્યાંગ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર.
  • ખેડૂત ટ્રાઇબલ વિસ્તારનો હોય તો વન અધિકારીનું પ્રમાણપત્ર.
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારોના સંમતિ પત્રક.
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તે અંગેની વિગત.
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તે અંગેની વિગત.
  • ખેડૂત નો મોબાઇલ નંબર.

કલ્ટીવેટર સબસીડી સહાય યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  1. સૌપ્રથમ આઇ ખેડુત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ પર જવું.
  2. તેમાં યોજના લખેલું હશે તેના ઉપર ક્લિક કરો.
  3. ખેતીવાડી યોજના પસંદ કરવી.
  4. ખેતીવાડી યોજનાઓનું લીસ્ટ ઓપન થશે જેમાં ચોથા નંબર ઉપર કલ્ટીવેટર સબસિડી સહાય યોજના લખેલું હશે તેના ઉપર ક્લિક કરો.
  5. અરજી ફોર્મ માં ખુલશે જેમાં તમામ માહિતી ભરો.
  6. જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો.
  7. અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો અને અરજી ની પ્રિન્ટ મેળવો.

તમારી અરજી નું સ્ટેટસ ચેક કરો.

આઇ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત દ્વારા કોઈપણ યોજના અંતર્ગત અરજી કર્યા બાદ તેનું સ્ટેટસ ઓનલાઇન ચેક કરી શકે છે. પોતાની અરજનો ઓનલાઈન સ્ટેટસ ચેક કરવા માટે નીચે લિંક આપેલી છે.

અગત્યની લીંક

કલ્ટીવેટર સબસીડી સહાય યોજના ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
તમારી અરજી નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તે જાણવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment