WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Pashu Sanchalit Vavaniyo Sahay : શું સંચાલિત વાવણીયો હેઠળ રૂપિયા 10000 ની સહાય, ઓનલાઇન અરજી શરૂ.

Pashu Sanchalit Vavaniyo Sahay : પશુ સંચાલિત વાવણીયો ખેતી કામ માટે ખૂબ જ ઉપયોગી થાય છે. ખેડૂતોને ખૂબ જ ઉપયોગી એવી યોજના એટલે પશુ સંચાલિત વાવણીયો યોજના. ખેડૂતોના કલ્યાણકારી હિતને ધ્યાનમાં રાખી સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે. ખેડૂતોના વિકાસ માટે અને ખેડૂતોના ખેત પેદાશોનું ઉત્પાદન વધારવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ રહે છે.

રાજ્યના તમામ ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે સરકાર દ્વારા આઇ ખેડુત પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા ખેડૂતો સરળતાથી ખેતીવાડીની યોજનાઓ પશુપાલનની યોજનાઓ બાગાયતીની યોજનાઓ વગેરે તમામ ખેડૂતો લખતી યોજનાઓની માહિતી મેળવી શકે છે અને ઓનલાઈન અરજી કરી શકે છે અને આ યોજનાઓનો લાભ મેળવી શકે છે. તેમાં ખેડૂતોને વાવણી કરવા માટે ખેડ કરવા માટે કે અન્ય ઉપયોગ થાય તેવા સાધનોની ખરીદી કરવા પર સબસીડી આપવામાં આવે છે. જેથી ખેડૂતો ઓછા ભાવે ખરીદી કરીને ખેતીમાં અવનવી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે અને ખેતપેદાશોમાં વધારો લાવી શકે. અને પોતાનું તેમ જ પોતાના સંતાનોનું જીવન ધોરણ ઉંચુ લાવી શકે.

ખેતીવાડી વિભાગ દ્વારા પશુ સંચાલિત વાવણીયો નામની યોજના બહાર પાડવામાં આવેલી છે. આ યોજનાનો લાભ પશુપાલકો તથા ખેડૂતોને આપવામાં આવે છે. જો તમે પણ પશુ સંચાલિત વાવણીયો યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોવ તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ ફાયદાકારક થશે. આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો? તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે? ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? વગેરે તમામ માહિતી તમે આ આર્ટીકલ દ્વારા જાણી શકશો. અને પશુ સંચાલિત વાવણીયો યોજના માટે સરળતા થી અરજી કરી શકશો.

પશુ સંચાલિત વાવણીયો યોજના

યોજનાનું નામ પશુ સંચાલિત વાવણીયો યોજના
યોજનાના લાભાર્થીઓ નાના, સીમંત અને મહિલા ખેડૂતો
યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને રાહત દરે સાધનો ખરીદવા
અરજી કેવી રીતે કરવી ઓફિસિયલ વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવી.
ઓફિસિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય.

રાજ્યમાં જંગલી પર્વતીય વિસ્તારમાં છે અન્ય કોઈપણ સ્થળ ઉપર વસવાટ કરતા હોય અને જેઓ પશુ સંચાલિત ખેતી કરતા હોય તેઓને સાધન સહાય આપવાનો ઉદ્દેશ્ય છે. નાના સીમાંત અને મહિલા ખેડૂતો જો પશુ આધારિત વાવણી કરતા હોય તો પશુ સંચાલિત વાવણીયો આપવામાં આવે છે. આ યોજનામાં અંદાજિત ૪૦ થી ૫૦ ટકા સુધીની સહાય આપવામાં આવે છે.

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા.

  • અરજદાર ખેડૂત નાના, સીમાંત અથવા મહિલા ખેડૂત હોવા જોઈએ.
  • ખેડૂત અરજદાર આર્થિક રીતે નબળા, ઓબીસી, એસસી, એસટી જ્ઞાતિઓના હોવા જોઈએ.
  • ખેડૂતો જમીન રેકોર્ડ અથવા ટ્રાયબલ લેન્ડ કે વન અધિકારીનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.
  • દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.

પશુ સંચાલિત વાવણીયો મેળવવાની શરતો.

  • આઇ ખેડુત પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • આ યોજનાનો લાભ નાના, સીમાંત અને મહિલા ખેડૂતોને જ મળવા પાત્ર થશે.
  • લાભાર્થી ખેડૂતે વિભાગ દ્વારા પેનલમાં સમાવેશ કરેલ હોય તેવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી વાવણીયોની ખરીદી કરવાની રહેશે.

પશુ સંચાલિત વાવણીયો હેઠળ મળવાપત્ર લાભ.

  • રાજ્યના નાના સીમાંત ખેડૂતો અને મહિલા ખેડૂતોને જાતે આધારિત આ યોજનામાં લાભ આપવામાં આવે છે.
  • આ યોજનામાં અંદાજિત ખર્ચના 40 અને 50% અથવા રૂપિયા 8,000 અને 10000 બે માંથી જે ઓછું હોય તે લાભાર્થીને મળવાપાત્ર થશે.

યોજનાનો લાભ લેવા માટેના ડોક્યુમેન્ટ.

  • અરજદારને આધાર કાર્ડ ની નકલ.
  • 7 12 8અ ના દાખલા.
  • રેશનકાર્ડ ની નકલ.
  • લાભાર્થી ખેડૂત અનામત કેટેગરીના હોય તો તે અંગેનું પ્રમાણપત્ર.
  • અરજદાર વિકલાંગ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર.
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્યનુ સંમતિ પત્રક.

પશુ સંચાલિત વાવણીયો યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ આઇ ખેડુત પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ઓપન કરવાની રહેશે.
  • તેમાં યોજના લખેલું હશે તેના ઉપર ક્લિક કરો.
  • હવે તેમાં ખેતીવાડીની યોજના લખેલું હશે તેના ઉપર ક્લિક કરો.
  • તમારી સામે ખેતીવાડીની તમામ યોજનાઓ નું લિસ્ટ ઓપન થશે તેમાં 13 માં નંબર ઉપર પશુ સંચાલિત વાવણીયો લખેલું હશે તેના ઉપર ક્લિક કરો.
  • તેની સામે અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો.
  • તમારી સામે અરજી ફોર્મ માં ખુલશે જેમાં તમામ માહિતી ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો અને અરજીની પ્રિન્ટ મેળવો.

તમારી અરજીનુ સ્ટેટસ તપાસો.

લાભાર્થી ખેડૂત દ્વારા કરેલા અરજીના આધારે જાતે આઇ ખેડુત એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી શકાય છે. તમારી અરજી નું સ્ટેટસ ચેક કરવામાં માટે નીચે લિંક મૂકવામાં આવેલી છે.

અગત્યની લિંક

ઓફિસિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
અરજી નું સ્ટેટસ ચેક કરવા માટેhttps://ikhedut.gujarat.gov.in/Scheme/frm_SchemeApplicationStatus.aspx
હોમપેજ પર જવા માટેClick here

Leave a Comment