WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Godawn Sahay Yojna 2024: ગોડાઉન સહાય યોજના ઓનલાઈન અરજી શરૂ, જાણો સંપૂર્ણ વિગત.

Godawn Sahay Yojna 2024: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પાક સંગ્રહણ માટે ગોડાઉન સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ખેડૂતોના પાકને વરસાદ તથા કુદરતી આપદાઓથી બચાવવા માટે પાક સંગ્રહણ ગોડાઉન બનાવવા માટે રૂપિયા 75 હજારની સહાય આપવામાં આવે છે. આઇ ખેડુત પોર્ટલ ઉપર 21 સપ્ટેમ્બર 2024 થી 30 સપ્ટેમ્બર 2024 સુધી પાક સંગ્રહણ સહાય યોજના 2024 માટે ઓનલાઇન અરજીઓ શરૂ થઈ ગયેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતાના ધારાધોરણો શું છે? ઓનલાઇન અરજી કરવા માટે કેટલા ડોક્યુમેન્ટ જોશે? ગુજરાતના કયા ખેડૂતોને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે? તેમજ ઓનલાઈન અરજી કરવા માટે ની સંપૂર્ણ પ્રોસેસ વગેરે તમામ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા જાણવા મળશે. ખેડૂતોની કલ્યાણકારી યોજના હોય માટે ખેડૂતોના દરેક ગ્રુપમાં આ મેસેજ આગળ શેર કરવો.

Godawn Sahay Yojna 2024

યોજના ગોડાઉન સહાય યોજના
વિભાગ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
સહાય 75 હજાર રૂપિયા
હેતુ પાક સંગ્રહણ કરવા માટે ગોડાઉન બનાવવા માટે
લાભાર્થીઓ ગુજરાતના નાના અને સીમાંત ખેડૂતો
ઓનલાઇન અરજી 21 સપ્ટેમ્બર 2024 થી 30 સપ્ટેમ્બર 2024 સુધી
ઓનલાઇન અરજી કરવાનું પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/

ગોડાઉન કેવું બનાવવાનું રહેશે.

  • આ યોજના હેઠળ ખેડૂતે પોતાની જમીનમાં ઓછામાં ઓછું 330 ફૂટ વિસ્તારનું ગોડાઉન બનાવવાનું રહેશે. તેનાથી વધુ જગ્યા વાળો ગોડાઉન ખેડૂત પોતાની અનુકૂળતાએ બાંધી શકશે.
  • પ્લીન્થ થી ફાઉન્ડેશન સુધીની ફરતે દીવાલમાં ચણતર કામ તથા છત પર પાકું પીસીસીનું કામ કરવાનું રહેશે.
  • ગોડાઉનની છત ગેલવેનાઈઝર સીટ અથવા સિમેન્ટના પતરા કે નડીયા થી બનાવી શકાય. આરસીસી ની છત લાભાર્થી પોતાની અનુકૂળતાએ બનાવી શકે છે સ્વખર્ચે.
  • ગોડાઉનની છતની મધ્યની ઊંચાઈ પ્લીન્થ લેવલથી બહાર જેટલી હોવી જોઈએ.
  • ગોડાઉનમાં ઓછામાં ઓછો એક દરવાજો અને એક બારી રાખવાની રહેશે.
  • કુલ 300 ચોરસ ફુટ કરતા ઓછું બાંધકામ સહાયને પાત્ર નથી.

ગોડાઉન સહાય યોજનાનો લાભ કોને મળી શકે?

  • ગુજરાત રાજ્યના તમામ જમીન ધારકો યોજના માટે અરજી કરી શકે છે.
  • આઠ અ ખાતા દીઠ આજીવન એક જ વાર સહાય મળવા પાત્ર થશે.
  • આઠ અ ખાતામાં સમાવેશ થતા ખાતા ધારકોમાંથી એક જ ખાતેદારને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.

તાડપત્રી સહાય યોજના સંપૂર્ણ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

જરૂરી ડોક્યુમેન્ટ.

  • અરજદાર ખેડૂતનું આધાર કાર્ડ.
  • જો સંયુક્ત ખાતેદાર હોય તો અન્યનું બાંહેધરી પત્રક.
  • ગોડાઉન બાંધકામ સંબંધીત આધાર પુરાવા.
  • આઠ અની નકલ.
  • ખેડૂત દિવ્યાંગો હોય તો તે અંગેનું પ્રમાણપત્ર.
  • ખેડૂત અનામત કેટેગરીનો હોય તો તે અંગે નો દાખલો.
  • બેંક ખાતાની પાસબુક.
  • રાશનકાર્ડ ની નકલ.

ગોડાઉન સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે ઓનલાઇન અરજી કરવાની રહેશે, જે માટે તમારે નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે.

  • સૌપ્રથમ આઇ ખેડુત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ પર જવું.
  • તેમાં યોજનાનો વિકલ્પ પસંદ કરવો.
  • તેમાં અન્ય યોજનાઓ ઉપર ક્લિક કરો.

  • હવે તેમાં પહેલા ક્રમ ઉપર જ ગોડાઉન સ્કીમ 25% કેપીસીટી સબસીડી (પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન યોજના) સિલેક્ટ કરો.
  • અરજી ફોર્મ માં ખુલશે જેમાં તમામ માહિતી ભરો.
  • માહિતી ભરાઈ ગયા બાદ સેવ બટન પર ક્લિક કરો અને નેક્સ્ટ બટન પર ક્લિક કરી આગળ વધો.
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ કન્ફર્મ બટન પર ક્લિક કરો.
  • અરજીની પ્રિન્ટ મેળવો.

ઓનલાઇન અરજી કર્યા બાદ શું પ્રોસેસ કરવાની રહેશે તે વાંચવા માટે અહીં ક્લિક કરો.

ગોડાઉન સહાય યોજના ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment