How to Online Registration ikhedut portal :
આઇ ખેડુત પોર્ટલ બાગાયત વિભાગની, પશુપાલન વિભાગની, મત્સ્યપાલન વિભાગની તથા ખેતીવાડી વિભાગની યોજનાઓ માટે ઓનલાઇન અરજીઓ કરવાનું પોર્ટલ છે. આ તમામ યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. 21 સપ્ટેમ્બર 2024 થી 30 સપ્ટેમ્બર 2024 સુધી ખેડૂતોની કલ્યાણકારી વિવિધ 45 પ્રકારની યોજનાઓની ઓનલાઈન અરજી આઇ ખેડુત પોર્ટલ પર શરૂ થઈ ગયેલ છે. આ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ આર્ટિકલ દ્વારા મેળવીશું.
આઇ ખેડુત પોર્ટલ રજીસ્ટ્રેશન
આર્ટીકલ નું નામ | આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? |
વિભાગનું નામ | કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ |
પોર્ટલ નો ઉદ્દેશ્ય | ખેડૂતોને ખેડૂતોલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે પોર્ટલ બનાવેલ છે |
ઓફિસિયલ વેબસાઈટ | ikhedut.gujarat.gov.in |
આઇ ખેડુત પોર્ટલ પર વિવિધ વિભાગો
આઇ ખેડુત પોર્ટલ પર વિવિધ વિભાગોની યોજનાઓ મૂકવામાં આવે છે. વિભાગોની યાદી નીચે મુજબ છે.
ક્રમ | વિભાગ નુ નામ |
1 | ખેતીવાડીની યોજનાઓ |
2 | પશુપાલન ની યોજનાઓ |
3 | બાગાયતી યોજનાઓ |
4 | મત્સ્ય પાલન ની યોજનાઓ |
આઇ ખેડુત પોર્ટલ ઉપર વિવિધ યોજનાઓની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
આઇ ખેડુત પોર્ટલ પર તમામ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે. આ અરજી ગ્રામકક્ષાએથી વીસીઇ દ્વારા ઓનલાઇન કરી શકાય છે. તાલુકા કક્ષાએ તાલુકા કચેરીમાંથી કમ્પ્યુટર ઓપરેટર દ્વારા આ અરજીઓ ઓનલાઇન કરાવી શકાય છે. પરંતુ આ આર્ટીકલ ની મદદથી હવે, લાભાર્થી ઘરે બેઠા પોતાની જાતે પણ ઓનલાઇન અરજી કરી શકશે જેની તમામ માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ લાભાર્થીએ google સર્ચ ખોલવાનું રહેશે
- જેમાં લાભાર્થીએ ikhedut portal ટાઈપ કરવાનું રહેશે
- google માં જે પરિણામ આવે તેમાંથી વેબસાઈટ ખોલવાની રહેશે.
- વેબસાઈટ ઉપર ક્લિક કરતાની સાથે તમારી સામે આઇ ખેડુત પોર્ટલની ઓફિસિયલ તમામ માહિતી દેખાશે.
- જેમાં યોજના લખેલ હશે તેના ઉપર ક્લિક કરો
- અહીં તમને વિવેક યોજનાઓ બતાવશે જેમાંથી તમારે જે યોજના પર અરજી કરવાની હોય તેના ઉપર ક્લિક કરો.
- ઓનલાઇન અરજી ફોર્મ માં ખુલશે જેમાં અરજદારને તમામ વિગતો, રેશનકાર્ડ ની વિગતો તથા બેંકની વિગતો ભરવાની રહેશે.
- તમામ માહિતી ભર્યા બાદ કેપચા કોડ દાખલ કરો.
- અરજી ને સેવ કરો.
- અરજી સેવ થતા ની સાથે તમારી સામે એક અરજી નંબર આવશે. આ અરજી નંબર ને સાચવીને નોંધી લો.
અરજી અપડેટ કરવા માટે
- અરજદાર દ્વારા ઓનલાઇન અરજી કર્યા બાદ કાંઈ સુધારા વધારા કરવાના હોય તો મેનુ બટન નો ઉપયોગ કરીને અરજીને અપડેટ કરી શકે છે.
- લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ એક અરજી નંબર આવશે.
- આ અરજી નંબર નો ઉપયોગ કરી મેનુમાં જય કાંઈ પણ સુધારો વધારો કરવો હોય તો કરી શકાશે.
અરજી કન્ફર્મ કરવા માટે
અરજદારો દ્વારા ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીને કન્ફર્મ ન કરે ત્યાં સુધી માન્ય ગણાશે નહીં. જેથી લાભાર્થીઓ દ્વારા તમામ વિગતો ભરાઈ ગયા બાદ અરજીને કન્ફર્મ કરવી જરૂરી છે.
- લાભાર્થીઓ દ્વારા અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં અરજી ક્રમાંક, જમીનનો ખાતા નંબર, અથવા રેશનકાર્ડ નંબરના આધારે પોતાની અરજી કન્ફર્મ કરી શકે છે.
- અરજદારોએ એ બાબતનું ધ્યાન રાખવાનું થશે કે એકવાર અરજી કન્ફર્મ થઈ ગયા બાદ તે અરજીમાં કોઈપણ જાતના સુધારા વધારા કરી શકાશે નહીં.
ઓનલાઇન અરજી કર્યા બાદ અરજદારોએ શું કાર્યવાહી હાથ ધરવાની રહેશે
- ઓનલાઇન અરજી સબમીટ કર્યા બાદ તેની પ્રિન્ટ લેવાની રહેશે.
- લાભાર્થી દ્વારા મેળવેલ પ્રિન્ટ પર સહી સિક્કા કરવાના રહેશે.
- અરજીમાં જે પ્રમાણેના ડોક્યુમેન્ટ માંગ્યા હોય તેને જોડીને જિલ્લાની બાગાયત કચેરી ખાતે નિયત સમય મર્યાદામાં જમા કરાવવાની રહેશે.
- યોજના માટે પસંદ થયેલા અરજદારોને જિલ્લા કચેરી દ્વારા જાણ કરવામાં આવશે.
લાભાર્થી દ્વારા કરેલ ઓનલાઇન અરજી નું સ્ટેટસ કેવી રીતે તપાસવું?
લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીનું સ્ટેટસ પણ જાતે જ જોઈ શકાય છે.
- સૌથી પહેલા આઇ ખેડુત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ.
- હોમપેજ પર અરજીનું સ્ટેટસ તપાસવા માટે પર ક્લિક કરો.
- ક્યા પ્રકારની યોજના નું સ્ટેટસ જોવા માંગો છો તે પસંદ કરો.
- તમારો અરજી ક્રમાંક દાખલ કરતા તમારી અરજી નું સ્ટેટસ જોઈ શકાશે.