1 મેં 2024 થી આટલા નિયમો બદલાઈ જશે: 1 મેં 2024 થી થઈ રહી છે નવા મહિનાની શરૂઆત. જોકે નવા માસની શરૂઆતથી અનેક નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે. આવતીકાલથી ભારત સરકાર દ્વારા અનેક બાબતોના નિયમોમાં કરવામાં આવી રહ્યો છે મોટો બદલાવ, જાણો નિયમો બદલાઈ જવાથી તમારા પર કેટલું આવશે આર્થિક ભારણ અને તમારા ખિસ્સા પર પડશે કેટલી સીધી અસર.
આવતીકાલથી એટલે કે 1લી મેં 2024 ના નવા મહિનાની શરૂઆતથી અમુક નિયમોમાં બદલાવ આવવાના છે. હંમેશાની જેમ આ વખતે પણ મહિનો બદલાતા અમુક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ એલપીજી, સી એન જી અને પીએનજી ગેસના ભાવમાં ફેરફાર કરવામાં આવશે. રેટ રિવાઇઝ થશે તે લગભગ નક્કી માનવામાં આવશે. આ ઉપરાંત પણ આ મહિનાની શરૂઆતથી બેન્કિંગ સેક્ટરમાં પણ કંઈક નવા નિયમો આવી રહ્યા છે.
બેન્કિંગ સેક્ટરમાં નિયમો બદલાશે
hdfc bank ની તરફથી ખાસતોર પર સિનિયર સિટીઝન માટે તૈયાર કરેલ સ્પેશિયલ એફડી સ્કીમ માં રોકાણ કરવાની અંતિમ તારીખ વધી છે. આ સ્કીમ મેં 2020 માં શરૂ કરવામાં આવી હતી. તેના અંતર્ગત સિનિયર સિટીઝન વધુ વ્યાજ મતા છે. હવે તમે 10 મેં 2024 સુધી આ સ્કીમ અંતર્ગત ઇન્વેસ્ટ કરી શકો છો.
પેલી મેં 2024 થી કુલ પાંચ એવા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જે તમારા ખિસ્સા પર અસર કરી શકે છે જેમાં બેંકો અને ગેસ સિલિન્ડરના નિયમો આવતીકાલથી બદલાઈ જશે બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા વીજળી અને પાણીના બિલ ની ચૂકવણી કરવી મોંઘી થઈ જશે કારણકે કેટલીક બેંકો સર ચાર્જ લગાવી રહી છે આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ રાખવા પણ મોંઘા થઈ જશે કારણ કે બેંકો આવતીકાલથી એટલે કે પેલી મેં 2024 થી તેમના સર્વિસ ચાર્જમાં વધારો કરવા જઈ રહી છે આ ઉપરાંત ઘણી બેંકોના ક્રેડિટ કાર્ડ પર વધારો ઉપલબ્ધ એરપોર્ટ લાઉન્જ એક્સેસના નિયમોમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે.
ક્રેડિટ કાર્ડ પર ઉપલબ્ધ લાઉન્જ એક્સેસ બદલાશે
આઈડીએફસી ફર્સ્ટ સિલેક્ટ ક્રેડિટ કાર્ડ પર ફ્રી ડોમેસ્ટિક એરપોર્ટ નંબર ચારથી ઘટાડીને બે કરવામાં આવ્યો છે. ફર્સ્ટ વેલ્થ ક્રેડિટ કાર્ડ પર ચાર્જ ચારથી ઘટાડીને બે કરવામાં આવ્યો છે. બે વખતમાં તમને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંનેની એક્સેસ મળશે.
યસ બેન્ક ની બચત ખાતાની સેવા મોંઘી થશે
યસ બેન્ક ની વેબસાઈટ પર એવું કહેવામાં આવ્યું છે કે સેવિંગ એકાઉન્ટના વિવિધ પ્રકારોના મિનિમમ એવરેજ બેલેન્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રોમેક્સ એકાઉન્ટમાં ન્યૂનતમ સરેરાશ બેલેન્સ 50000 રૂપિયા હશે. મહત્તમ ચાર્જ માટે હજાર રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. સેવિંગ એકાઉન્ટ પ્રો પ્લસ યસ એસ એસ એ અને યસ રિસ્પેક્ટ એસ એ માં લઘુતમ બેલેન્સ હવે 25000 રૂપિયા હશે. આ એકાઉન્ટ માટે ચાર્જની મહત્તમ મર્યાદા 750 રૂપિયા નક્કી કરવામાં આવી છે. હવે સેવિંગ એકાઉન્ટ પ્રો માં ન્યૂનતમ બેલેન્સ 10,000 રૂપિયા હશે. ચાર્જિસ માટે મહત્વ મર્યાદા 750 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
icici બેંકની સેવા મોંઘી થશે
icici બેંક એ પણ અનેક પ્રકારની સેવાઓ અને સુલ્કમાં ફેરફાર કર્યા છે. ડેબિટ કાર્ડ માટેની વાર્ષિક ફી ઘટાડીને રૂપિયા 200 કરવામાં આવી છે.ગ્રામીણ વિસ્તારો માટે તે વાર્ષિક ₹99 હશે. એક વર્ષમાં 25 પાંદડાવાળી ચેક બુક માટે કોઈ ચાર્જ લાગશે નહીં. તે પછી ચેકના દરેક પાના માટે ચાર રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. આઈએમપીએસએ ટ્રાન્જેક્શન ની રકમ પર સુલ્ક વસૂલવામાં આવશે. તે પ્રતિ ટ્રાન્જેક્શન ₹2.50 થી રૂપિયા 15 વચ્ચે હશે. તે તમારી રકમ પર આધાર રાખે છે.
IDFC ફર્સ્ટ બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા યુટીલીટી બિલની ચુકવણી મોંઘી થશે.
idfc first બેંકના આ નિર્ણયથી સૌથી વધુ અસર તમારા યુટીલીટી બિલની ચુકવણી પર પડશે. તેનાથી દૂરસંચાર વીજળી ગેસ વીજળી ઇન્ટરનેટ સેવા કેબલ સેવા પાણીના બિલ વગેરેને અસર થઈ શકે છે જેમાં મોટા પ્રમાણમાં વ્યવહારો થાય છે જોકે આ ફર્સ્ટ પ્રાઇવેટ ક્રેડિટ કાર્ડ ક્લાસિકલ ક્રેડિટ કાર્ડ અને એલઆઇસી સિલેક્ટ ક્રેડિટ કાર્ડ જેવા કાર્ડ પર લાગુ થશે નહીં. કેટલાંક ક્રેડિટ કાર્ડ માટે મફત ડોમેસ્ટિક લાઉંચ સેવા પણ ઘટાડી દેવામાં આવી છે.
ગેસ સિલિન્ડર
ગેસ સિલિન્ડર ની કિંમતો પહેલી મે 2024 ના રોજ નક્કી કરવામાં આવશે ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર ની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે.
અગત્યની લીંક
વધુ માહિતી વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |