WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Weight Loss Tricks: પેટની ચરબી કેમ વધે છે? સ્લીમ પેટ માટે અપનાવો આ સરળ ઉપાય.

Weight Loss Tricks: પેટની ચરબી કેમ વધે છે? પેટની ચરબી ઘટાડવા માટે સાત દિવસ સુધી દરરોજ 30 મિનિટ કરો આ કામ, પેટની ચરબી સટાસટ ઉતરી જશે અને વજન પણ ઘટશે.

હાલના સમયમાં પેટની ચરબી વધવી અને પેટ બહાર નીકળવું એ દરેક લોકોનો સામાન્ય પ્રશ્ન છે. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે પેટની ચરબી શરીરના અન્ય ભાગોમાં જમા થતી ચરબીથી કંઈક અલગ હોય છે, અને તેને અલગ રીતે ઉતારી શકાય છે. પરંતુ આ અડધું સત્ય છે. પેટની ચરબી એ શરીરના અન્ય ભાગોમાં જામેલી ચરબીનો જ એક ભાગ છે. હા એ સત્ય હકીકત છે કે શરીરના અન્ય ભાગોમાં જામેલ ચરબીને ઘટાડવા કરતા પેટ પર જામેલી ચરબીને ઓછી કરવી થોડી મુશ્કેલ છે. પરંતુ પેટની ચરબી ઘટાડવી એ અશક્ય નથી તેના પર સતત ધ્યાન આપવું જરૂરી છે, અહીં પેટની ચરબી વધુ પ્રમાણમાં વધી જાય તો શું થશે? પેટની ચરબી વધવાના મુખ્ય કારણો કયા છે? સરળ ઉપાય દ્વારા પેટની ચરબીને સટા સટ કેવી રીતે ઘટાડી શકાય? અને જીવનશૈલીમાં કેવા બદલાવ કરવા જરૂરી છે વગેરે પેટની ચરબીને લગત તમામ માહિતી અહીં નીચે મૂકવામાં આવેલી છે.

પેટની ચરબી વધવાના મુખ્ય કારણો

ભોજનની સાથે સાથે અન્ય એવા કારણો પણ છે જેના કારણે પેટની ચરબીમાં વધારો થાય છે.

બેઠાડું જીવન

તમે લાંબો સમય સુધી બેઠા રહો અને કસરત ન કરો તો અમુક સમયે પેટની ચરબીમાં વધારો થવા લાગે છે.

વધુ પડતું ભોજન કરવું

પેટ તણાઈ જાય તેટલું ભોજન કરીએ અને આ નિત્ય ક્રમ રહે તો અમુક સમય બાદ પેટ ફુલવા લાગે છે અને પેટ બહાર નીકળવા લાગે છે

તણાવ ભર્યું જીવન

મોટાભાગના લોકોને ખબર નહીં હોય કે તળાવ એ પેટની ચરબી સાથે સંબંધ ધરાવે છે. જ્યારે તમે તળાવ ભર્યું જીવન જીવી રહ્યા હોય ત્યારે તમારા શરીરમાં કોટીસોલ નામનો હોર્મોન્સ રિલીઝ થાય છે જેના કારણે પેટની ચરબીમાં વધારો જોવા મળે છે.

પૂરતી ઊંઘ ન લેવી

રાત્રે મોડી રાત સુધી જાગવાને કારણે તળાવમાં વધારો થાય છે જેના કારણે પેટની ચરબીમાં વધારો થવાનો શરૂ થાય છે આ ઉપરાંત અપૂરતી ઊંઘના કારણે જમવાની આદતમાં પણ બદલાવ થાય છે જેના કારણે વજનમાં વધારો પણ થવા લાગે છે.

પેટની ચરબીના કારણે અનેક રોગો ઉત્પન્ન થાય છે.

ડોક્ટરોના કહેવા અનુસાર મોટાભાગના રોગનું મૂળ પેટની ચરબી હોય છે. પેટની વધેલી ચરબીને કારણે મેદસ્વિતા આવી જાય છે અને તેના કારણે બીમારીઓમાં વધારો થવા લાગે છે, મેદસ્વિતાને કારણે અમુક સમયે નીચે મુજબની બીમારીઓ ઘર કરી જાય છે.

  • જેમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદય રોગની બીમારીઓ, કોલેસ્ટ્રોલ વધવું વગેરે બીમારીઓ પેટની ચરબી વધવાના કારણે શરૂ થતી હોય છે
  • પેટની ચરબી વધી જવાના કારણે દેખાવમાં પણ ફેર પડે છે કેટલીક વ્યક્તિઓ તેનો આત્મવિશ્વાસ પણ ગુમાવી બેસતી હોય છે

આટલી બાબતનું ધ્યાન રાખશો તો પેટની ચરબી વધશે નહીં

  • ખોરાકમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઘટાડવું
  • પ્રોટીનનું પ્રમાણ ઘટાડવું
  • ચરબી ધરાવતો ખોરાક ટાળવો
  • પુષ્કળ માત્રામાં પાણી પીવું
  • નિયમિત વ્યાયામ
  • પર્યાપ્ત ઊંઘ લેવી
  • તળાવ ઓછો કરવો
  • કસરત કરવી
  • જીવનશૈલી નિયમિત કરવી

વધી ગયેલ પેટની ચરબી ઘટાડવા માટે આટલું અવશ્ય કરો

  • શરીરને ફિટ રાખવા માટે ચાલવાથી સારી કોઈ કસરત હોય ન શકે
  • જો તમારે પેટની ચરબી ઓછી કરવી હોય તો દરરોજ માત્ર 30 મિનિટ ચાલવું પડશે
  • પેટ પર જામી ગયેલ ચરબીને ઓછી કરવા માટે પ્લેનક કસરત પણ સારી છે
  • પ્લેન્ક કસરતને પેટની ચરબી ખાસ કરીને મહિલાઓના પેટની ચરબી ઘટાડવા માટે સૌથી ફાયદાકારક માનવામાં આવે છે તેથી તમારે તેને તમારી દિનચર્યામાં સામેલ કરવું જરૂરી છે
  • સ્વિમિંગ એ પણ એક શ્રેષ્ઠ કસરત છે જે ફક્ત તમારા પેટની ચરબીને જ નહીં પરંતુ આખા શરીરને ફીટ રાખવામાં મદદ કરે છે
  • જો તમે કોઈ કસરત કરતા નથી તો તમે સ્વિમિંગ શરૂ કરો આ તમારું આખું શરીર તંદુરસ્ત રાખે છે

પેટની ચરબી ઘટાડવા માટે આટલી ટેવો અપનાવો

બેઠાડું જીવન, બેસી રહેવાની જોબ, પોષણની કમી, ખરાબ ખાણીપીણીની ટેવ, અને હોર્મોનલ ચેન્જીસ ના કારણે આજકાલ લોકોમાં વજન વધવાની સમસ્યા ખૂબ વધી રહી છે, જેથી સૌથી વધુ તેની અસર પેટ પર દેખાય છે. વજન વધે એટલે સૌથી પહેલા પેટ પર ચરબી વધવા લાગે છે. જે તમારા લુકને બગાડે છે અને તમને ગમતા કપડાઓ તમે પહેરી શકતા નથી. પેટ પર વધતી ચરબીને ઘટાડી પણ શકાય છે અને સ્ટોપ પણ કરી શકાય છે તેના માટે બસ થોડું ધ્યાન રાખવું જરૂરી છે. અહીં કેટલીક સરળ અને સસ્તી ટીપ્સ અજમાવવાની જરૂર છે જે નીચે મુજબ છે.

નવશેકુ પાણી

આખા દિવસ દરમિયાન ઓછામાં ઓછો ત્રણથી ચાર ગ્લાસ નવશેકું પાણી પીવું. આનાથી પેટની ચરબી ઝડપથી ઓગળી જશે

જમતી વખતે પાણી ન પીવો

ભોજન કરતી વખતે પાણી ન પીવું. જમતી વખતે પાણી પીવાથી ખોરાક બરાબર પચતો નથી અને ફેટ વધવા લાગે છે. આથી ભોજન કર્યાના 30થી 40 મિનિટ બાદ જ પાણી પીવું જોઈએ

લીલા શાકભાજી

તમારા ખોરાકમાં પાલક મેથી અને કોબીજ જેવા લીલા શાકભાજી સામેલ કરો તેમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે જેનાથી પેટ પર ફેટ વધતું નથી

કલોંજી

એક ગ્લાસ પાણીમાં કલોલ જીના તેલના થોડા ટીપા અને એક ચમચી મધ ઉમેરી પીવો આવું દિવસમાં બે વાર કરવાથી પેટની ચરબી ઓછી થાય છે.

દહીં

રોજ એક વાટકી દહીં ખાવો. આમાં રહેલું કેલ્શિયમ તમી ફેટ વધારતા કોટી 16 હોર્મોન્સનું લેવલ કંટ્રોલ કરે છે અને પેટ ઓછું કરવામાં મદદ કરે છે

બદામ

નિયમિત ચાર થી પાંચ બદામ ખાઓ આમાં રહેલ વિટામીન એ પોલીસે રેટેડ અને મોનોસેચુરેટેડ ફેટ્સ ભૂખને કંટ્રોલ કરે છે તેનાથી પેટની ચરબી ઓછી કરવામાં મદદ મળે છે

અળસી

અળસીમાં ભરપુર ઓમેગા 3 ફેટી એસિડ અને આયર્ન હોય છે રોજ એક ચમચી અળસી ખાવાથી પેટની ચરબી વધતી નથી

ચણા અને જાવ

ઘઉંની રોટલી ઓછી ખાઓ તેની જગ્યાએ ચણા અને જવના લોટની રોટલી ખાવો. આમાં કેલેરી અને કાર્બોહાઈડ્રેટ્સ ઓછી માત્રામાં હોય છે

વરિયાળી નું પાણી

નિયમિત એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી નાખીને ઉકાળી પીવો. આનાથી પાચન ક્રિયા સુધરશે અને પેટની ચરબી પણ ઘટે છે

ગ્રીન ટી

રોજ બે કપ ગ્રીન ટી પીવો તેમાં રહેલું કેટેચીન અને એન્ટિઓક્સિડન્ટ પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને મેટાબોલિઝમ બુસ્ટ કરે છે.

નોંધ : આ લેખમાં આપવામાં આવેલ તમામ માહિતી જાણકારી ના હેતુ માટે લખવામાં આવેલી છે સ્વાસ્થ્ય સંબંધીતા કોઈપણ અનુસરતા પહેલા નિષ્ણાંત ની સલાહ લેવાની ભલામણ કરવામાં આવે છે.

અગત્યની લિંક

અન્ય હેલ્થ ટિપ્સ માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment