સતત 40 દિવસથી સોનાના ભાવમાં થયો ઘટાડો : વર્ષ 2024 ના 40 દિવસમાં દરરોજ 31 રૂપિયા સસ્તું થયું સોનુ. અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 1237 રૂપિયાનો ઘટાડો થયો છે, જો તેની એક દિવસ મુજબ ગણતરી કરવામાં આવે તો અંદાજે 31 રૂપિયા થાય છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર અગામી સમયમાં સોના ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી શકે છે.
છેલ્લા સપ્તાહમાં સતત ઘટાડો
છેલ્લા સપ્તાહમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. ચાલુ વર્ષે 40 દિવસમાં સોનાના ભાવમાં દરરોજ 31 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. મધ્ય પૂર્વમાં તણાવ ચાલુ છે, આ ઉપરાંત ફેડ ચાલુ વર્ષમાં વ્યાજ દરમાં પણ ઘટાડો કરી શકે છે. જાન્યુઆરીના અંતમાં ફેડની બેઠકમાં વ્યાજદર સ્થિર રાખવાની જાહેરાતને કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
40 દિવસ સોનાના ભાવમાં સતત 31 રૂપિયા નો ઘટાડો
ભારતના વાયદા બજારમાં સોનાનો ભાવ 61300 ની નીચે છે. આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ ઘટાડો આવ્યો છે. વર્ષ 2024 ના 40 દિવસમાં સોનાના ભાવમાં જે કારણોથી ઘટાડો થયો છે તેના પર વેલ્થવેવ ઇનસાઇડ્સના સ્થાપક સુગંધા સચ દેવા એ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે ડોલર ઇન્ડેક્સના કારણે અને ફેડરલ રિઝર્વના કારણે ગયા અઠવાડિયે સોનાના ભાવમાં સતત ઘટાડો થયો હતો.
સોનાના ભાવમાં અંદાજે 1.42% નો ઘટાડો જોવા મળ્યો હતો. ફેડ અનુસાર પોલીસી રેટ ઘટાડતા પહેલા મોંઘવારીમાં ઘટાડાના નક્કર પુરાવાની જરૂર પડશે. જેના કારણે અમેરિકા ડોલરમાં વધારો જોવા મળ્યો છે. યુએસ સેન્ટ્રલ બેન્ક લાંબા સમય સુધી વ્યાજ ધરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લઇ શકે છે.
નવું વર્ષ શરૂ થયું તેને 40 દિવસ વીતી ગયા છે. આ સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં દરરોજ 31 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવ 10 ગ્રામના 63,531 હતા. 40 દિવસ પછી 9 ફેબ્રુઆરીએ ભારતીય વાયદા બજારમાં સોનાના ભાવ 10 ગ્રામ ના 62,294 રૂપિયા છે.
તેનો અર્થ એ છે કે અત્યાર સુધી સોનાના ભાવમાં 1237 રૂપિયાનો ઘટાડો થયો છે. જો તેની એક દિવસ મુજબ ગણતરી કરીએ તો તે અંદાજે 31 રૂપિયા થાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અગામી સમયમાં પણ સોના ચાંદીના ભાવમાં ખૂબ વધઘટ જોવા મળી શકે છે.
મહત્વની લીંક