PM Kisan yojna : પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકારશ્રી દ્વારા 2019 માં શરૂ કરવામાં આવેલ છે કેન્દ્ર સરકાર ખેડૂતોની આર્થિક મદદ કરવા માટે વાર્ષિક ₹6,000 ની નાણાકીય સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં પૂરી પાડે છે આ સહાય કુલ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે પીએમ કિસાન સન્માન નિધિ નો હાલ 18 મો હપ્તો જાહેર કરવામાં આવનાર. છે અત્યાર સુધી આ યોજના અંતર્ગત તમારા ખાતામાં ક્યારે કેટલા રૂપિયા જમા થયા તે અહીંથી ચેક કરી શકો છો
PM Kisan yojna 18 મો હપ્તો ટૂંક સમયમાં જાહેર થશે
2019 ના વર્ષથી શરૂ કરાયેલી પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે કુલ ત્રણ હપ્તા માં વાર્ષિક ₹6,000 દરેક ખેડૂતોના ખાતામાં સહાયરૂપે આપવામાં આવે છે હાલ પીએમ મોદી દ્વારા 18 માં હપ્તાને જાહેર કરવામાં આવનાર છે. તે અંગેની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ પર કરવામાં આવેલી છે. પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો કઈ તારીખે જમા થશે તેની વિગતવાર માહિતી નીચે આ આર્ટિકલમાં આપવામાં આવેલી છે. જે ખેડૂતોએ ઈ kyc ઓનલાઇન કરાવેલ નહીં હોય તેવા ખેડૂતોના ખાતામાં આ અઢારમાં હપ્તાના નાણા જમા નહીં થાય.
ઓનલાઇન e kyc છે કેવી રીતે કરવું?
પીએમ કિસાન સહાય યોજના ના નાણા તમારા ખાતામાં આવતા ન હોય તો તમારે ઓનલાઇન કેવાયસી કરાવવું પડશે.
નીચેની બે પ્રક્રિયા મુજબ kyc કરાવી શકાય છે
ઓટીપી આધારિત અને બાયોમેટ્રિક આધારિત
- ઓનલાઇન કહેવાય છે કરવા માટે તમારો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવો જોઈએ અને તે મોબાઈલ નંબર ને તમે પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટર્ડ કરાવેલ હોવો જોઈએ. આ મોબાઈલ નંબર પર એક otp આવશે તેના આધારે તમે સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન કેવાયસી કરાવી શકો છો.
- બીજી પ્રક્રિયામાં તમારે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ કરાવેલ ન હોય તો તમારા નજીકના કોઈપણ કોમ્યુનિટી સર્વિસ સેન્ટર ખાતે જઈ બાયોમેટ્રિક આધારિત પીએમ કિસાન યોજના અંતર્ગત ઓનલાઈન કેવાયસી કરાવી શકો છો.
ઓફિસિયલ વેબસાઈટ મારફતે ઓટીપી આધારિત ઓનલાઈન kyc કરવા માટેની લીંક નીચે મૂકવામાં આવેલી છે.
PM Kisan yojna નો હપ્તો તમારા ખાતામાં નથી આવ્યો તો સૌપ્રથમ તમારે કરવું પડશે આ કામ
મોટાભાગના ખેડૂતોને તેમની બેંકમાંથી એસએમએસ દ્વારા ₹2,000 ની રાશિ ટ્રાન્સફર થયાની જાણ કરવામાં આવે છે જો તમને આ એસએમએસ મળ્યો નથી તો તમે ફરિયાદ નોંધાવી શકો છો અને તુરંત તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે
તમારા એકાઉન્ટમાં પૈસા જમા થયા કે નહીં તે આ રીતે ચેક કરો
- સૌપ્રથમ પીએમ કિસાન યોજનાની અધિકૃત વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ
- હોમપેજ પર પૂર્વ ખૂણા હેઠળ લાભાર્થી સ્થિતિ પર ક્લિક કરો
- એક નવું પેજ ઓપન થશે અહીં તમારો રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર એન્ટર કરો
- નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરો
- ગેટ ડેટા પર ક્લિક કરો
- તમારું સ્ટેટસ તમારી સામે દેખાશે અહીં તમને ખબર પડશે કે તમારા પૈસા જમા થયા છે કે નહીં
પૈસા જમા ન થતા હોય તો શું કરવું જાણો માહિતી
જો તમને પીએમ કિસાન સન્માન નિધિના 14માં હપ્તાના પૈસા હજુ સુધી મળ્યા નથી તો ચિંતા કરવાની જરૂર નથી તમે તમારી ફરિયાદ પીએમ કિસાન યોજના ની સત્તાવાર ઈમેલ આઇડી pmkisan-ict@gov.in પર નોંધાવી શકો છો આ ઉપરાંત તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન ના નંબર 155261, 1800115526 અથવા 011-23381092 પર કોલ પણ કરી શકો છો અને તમારા એકાઉન્ટ વિશેની પૂછપરછ કરી શકો.
પીએમ કિસાન યોજના ની લેટેસ્ટ યાદી ચેક કરો.
પીએમ કિસાન યોજના અંતર્ગત અમુક સમયાંતરે ગામની યાદીને અપડેટ કરવામાં આવતી હોય છે જેમાં બોગસ નોંધાયેલ ખેડૂતોને આ લિસ્ટમાંથી બહાર કાઢવામાં આવતા હોય છે તેમજ નવા રજીસ્ટર થયેલ ખેડૂતોને આ યાદીમાં સમાવવામાં આવતા હોય છે અહીં નીચે તમામ ગામ વાઈઝ પીએમ કિસાન યોજના ની નવી અપડેટ કરેલ યાદી આપવામાં આવેલી છે તમારું રાજ્ય જીલ્લો અને ગામ સિલેક્ટ કરતા આખા ગામની યાદી તમે ચેક કરી શકો છો જેના દ્વારા તમે જાણી શકશો કે તમારા ગામમાં પીએમ કિસાન યોજના અંતર્ગત નોંધાયેલા ખેડૂતો કેટલા છે અને તેમાં તમારું નામ છે કે નહીં જો આ યાદીમાં તમારું નામ નહીં હોય તો આવનાર પીએમ કિસાન યોજના નો હપ્તો તમને મળવાપાત્ર થશે નહીં માટે આ યોજનાનો લાભ લેવા માટે આ યાદીમાં તમારું નામ હોવું આવશ્યક છે જો તમારું નામ આ યાદીમાં જોવા ન મળે તો તમારા ગામના તલાટી મંત્રી નો સંપર્ક કરવો અને ખૂટતી માહિતી પૂરી કરી આ યોજના અંતર્ગત તમારુ નામ રજીસ્ટર કરાવવું.
પીએમ કિસાન યોજના નો 18 મો હપ્તો કઈ તારીખે જમા થશે
પીએમ કિસાન યોજના નો 18 મો હપ્તો 05 ઓક્ટોબર 2024 ના રોજ કરોડો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. 18 માં હપ્તાની જાહેર કરવાની તારીખ પીએમ કિસાન યોજના ની ઓફિશિયલ વેબસાઈટ પર અપડેટ કરવામાં આવેલી છે.
અગત્યની લિંક
e-KYC કરવા માટે | અહીં ક્લિક કરો |
PM Kisan yojna ગામ વાઇઝ યાદી | ચેક કરો |
તમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા કે નહીં | ચેક કરો |
નવુ રજિસ્ટ્રેશન કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |