જય આધ્યાશક્તિ આરતી: નવરાત્રીમાં દરરોજ ઉપયોગી થઈ શકે તે ઉમદા હેતુથી જય આદ્યશક્તિની આરતી પીડીએફ સ્વરૂપે mp3 તેમજ વીડિયો સ્વરૂપે આ આર્ટિકલમાં મૂકવામાં આવેલી છે , જે દરેક લોકોને ઉપયોગી થશે. માતાજીની આરાધના ના નવલા નોરતા 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યા છે ત્યારે આ નવરાત્રીમાં દરરોજ સાંજે માતાજીની આરતી બોલવા માટે જય આધ્યા શક્તિ આરતી ની જરૂર પડે છે જેથી કોઈ વ્યક્તિએ અન્ય કોઈ જગ્યાએ આરતી શોધવાની જરૂર ન પડે તે ઉમદા હેતુથી આ આર્ટિકલમાં જય આદ્યશક્તિ આરતી pdf સ્વરૂપે ઓડિયો તેમજ વિડીયો સ્વરૂપે અહીં મૂકવામાં આવેલી છે. જે તમે નવલા નોરતા દરમિયાન નિયમિત તમારા ઘરે તેમજ નવરાત્રી ના કાર્યક્રમોમાં આ આરતીને નિયમિત રૂપે વગાડી શકો છો તેમજ ગાય શકો છો.
નવરાત્રી દરમિયાન દરેક લોકોના ઘરમાં નવ દિવસ સુધી આરતી વગાડવામાં આવતી હોય છે, અથવા તો ગાવામાં આવતી હોય છ. આ નવ દિવસ દરમિયાન દરેક સમાજના લોકો પોતાના ઘરમાં નવરાત્રિનો ઉત્સવ અલગ જ રીતે મનાવતા હોય છે જેમાં દરરોજ સાંજે માં આધ્યા શક્તિની આરતી ગાય અથવા સાંભળીને તેમજ નવે નવ દિવસ ગરબા રમીને નવરાત્રીની ઉજવણી કરતા હોય છે. આ વર્ષે નવરાત્રી 2023 માં દરેક લોકો માટે ઉપયોગી થઈ શકે તેથી જય આધ્યા શક્તિ આરતી અહીં મૂકવામાં આવેલી છે
જય આધ્યા શક્તિ આરતી
◆જય આધ્યા શક્તિ માં જય આધ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રગટ્યા માં……..ઓમ જ્યો જ્યો માં જગદંબે
◆દ્વિતીય બેય સ્વરૂપ, શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાયે , હર ગાય હર માં ……..ઓમ જ્યો જ્યો માં જગદંબે
◆તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા
ત્રયા થકી તરવેણી, તું તરવેણી મા, ……..ઓમ જ્યો જ્યો માં જગદંબે
◆ચોથે ચતુરા મહાલક્ષ્મી, માં સચરાચર વ્યાપ્યા
ચારભુજા ચૌ દિશા , પ્રગટ્યા દક્ષિણમાં ……..ઓમ જ્યો જ્યો માં જગદંબે
◆પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા
પંચ સહસ્ત્ર ત્યાં સોહીયે, પંચે તત્વોમાં ……..ઓમ જ્યો જ્યો માં જગદંબે
◆ષષ્ઠી તું નારાયણી , મહિસાસુર માર્યો
નર નારીના રૂપે, વ્યાપયા સઘળેમાં ……..ઓમ જ્યો જ્યો માં જગદંબે
◆સપ્તમી સપ્ત પાતાલ, સંધ્યા સાવિત્રી
ગૌ ગંગા ગાયત્રી , ગૌરી ગીતામાં ……..ઓમ જ્યો જ્યો માં જગદંબે
◆અષ્ટમી અષ્ટભૂજા, આઈ આનંદા મા
સુનીવર મુનિવર જન્મ્યા, દેવ દૈત્યમાં……..ઓમ જ્યો જ્યો માં જગદંબે
◆નવમી નવકુળ નાગ, સેવે દુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રી ના અર્ચન
કીધા હર બ્રહ્મા ……..ઓમ જ્યો જ્યો માં જગદંબે
◆દશમી દશ અવતાર, જય વિજયા દશમી
રામે રામ રમાડ્યાં, રાવણ રોળ્યો માં ……..ઓમ જ્યો જ્યો માં જગદંબે
◆એકાદશી અગિયારસ, કાત્યાયની કામાં
કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામાં ……..ઓમ જ્યો જ્યો માં જગદંબે
◆બારશે બાળા રૂપ, બહુચરી અંબા માં
બટુક ભૈરવ સોહીયે, કાળ ભૈરવ સોહીયે
તારા છે તુંજ મા ……..ઓમ જ્યો જ્યો માં જગદંબે
◆તેરસે તુળજા રૂપ, તમે તારુણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતા ……..ઓમ જ્યો જ્યો માં જગદંબે
◆ચૌદશે ચૌદ રૂપ, ચંડી ચામુંડા માં
ભાવ ભક્તિ કઈ આપો, ચતુરાઈ કઈ આપો, સિંહ વાહીની માં ……..ઓમ જ્યો જ્યો માં જગદંબે
◆પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા
વશિષ્ઠ દેવે વખાણીયા,માર્કંડ મુનિ એ વાખાણીયા
ગાઈ શુભ કવિતા ……..ઓમ જ્યો જ્યો માં જગદંબે
◆સવંત સોળ સતાવન, સોળસે બાવીસમાં
સવંત સોળે પ્રાગટ્યા, રેવાને તિરે, માં ગંગા ને તિરે ……..ઓમ જ્યો જ્યો માં જગદંબે
◆ત્રંબાવટી નગરી, માં રૂપાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ , ક્ષમા કરો ગૌરી , માં દયા કરો ગૌરી……..ઓમ જ્યો જ્યો માં જગદંબે
◆એકમ એક સ્વરૂપ , અંતર નવ ધરશો
ભોળા ભવાનીને ભજતા, ભવસાગર તરસો ……..ઓમ જ્યો જ્યો માં જગદંબે
◆ શિવ શક્તિ ની આરતી, જે કોઈ ગાશે, જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થશે,
હર કૈલાશે જાશે, મા અંબા દુઃખ હરશે ……..ઓમ જ્યો જ્યો માં જગદંબે
◆મૈયા ભાવ ન જાણું, ભાવ ન જાણું, નવ જાણું સેવા
વલ્લભ ભટ્ટને રાખ્યા, ચરણે સુખ દેવા ……..ઓમ જ્યો જ્યો માં જગદંબે
જય આધ્યા શક્તિ આરતી પીડીએફ | અહીં ક્લિક કરો |
જય આધ્યા શક્તિ આરતી mp3 | અહીં ક્લિક કરો |
જય આધ્યા શક્તિ આરતી વીડીયો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |