WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Land Registration New Rules 2026

Land Registration New Rules 2026: જમીન પ્લોટ અને મકાનના દસ્તાવેજની નોંધણી માટેના નવા નિયમો જાહેર,

ભારતમાં પ્રોપર્ટી માર્કેટ અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં પારદર્શકતા લાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહે છે વર્ષ 2026 થી લેન્ડ રજીસ્ટ્રેશન એટલે કે જમીને દસ્તાવેજ નોંધણી પ્રક્રિયામાં ખૂબ મોટા પાયે ફેરફારો અમલીકરણ બનવા જઈ રહ્યા છે ત્યારે જો તમે નવું ઘર લેવાનું વિચારી રહ્યા હોય અથવા પ્લોટ કે ખેતી ની જમીન ખરીદવાનું કે વેચવાનું વિચારી રહ્યા હોય તો આ નવા નિયમો વિશે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે જે તમને ઉપયોગી થશે.

Digital registry and Blockchain and technology:

  • હવે મોટાભાગની લેન્ડ રજીસ્ટ્રી પ્રક્રિયા ડિજિટલ થવા જઈ રહી છે, સરકાર હવે દસ્તાવેજોની સુરક્ષા વધારવા માટે બ્લોક જઈને ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે જેનાથી દસ્તાવેજોમાં થતી છેતરપિંડી અને ડુપ્લીકેટ કાગડો બનાવવાની સમસ્યા જળમૂળથી નાબૂદ થઈ જશે.

One Nation one registration:

  • સરકાર નેશનલ જેનેરીક ડોક્યુમેન્ટ રજીસ્ટ્રેશન સિસ્ટમને સમગ્ર દેશમાં સખત રીતે લાગુ કરી રહી છે.

Aadhar linked property registration

  • હવે નવા નિયમો અનુસાર મિલકતની નોંધણી ને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત બની શકે છે.

Stamp duty and registration fee

  • 2026 ના બજેટ અને નવી માર્ગદર્શિકા અનુસાર ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે સ્ટેમ્પ ડ્યુટીના દરોમાં રાહત મળી શકે છે જ્યારે મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદવા પર વધારાના બેનિફિટ્સ ચાલુ રહેશે.

આને પણ વાંચો:

ઘરે બેઠા મોબાઈલ દ્વારા તમારી જમીન લેટેસ્ટ ૭,૧૨ / ૮- અ ના ઉતારા મોબાઈલમાં ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

જમીન મકાન કે પ્લોટની ખરીદી પર સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી કેવી રીતે કેટલી લાગે છે?

સામાન્ય રીતે ગુજરાત સરકારમાં સ્ટેમ્પ ડ્યુટી ના દરો આ મુજબ હોય છે.

જો પ્રોપર્ટી માત્ર મહિલાના નામે ખરીદવામાં આવે તો રજીસ્ટ્રેશન ફી માં 1% ની સીધી બચત થાય છે.

વિગતપુરુષો માટેમહિલાઓ માટે
Stamp duty4.90%3.90%
registration fee1%
કુલ ખર્ચ5.90%3.90%

જમીન કે મકાનની નોંધણી માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

  • દસ્તાવેજ ની નકલ : જે દસ્તાવેજની નોંધણી કરવાની છે તેનો કાચો ડ્રાફ્ટ
  • ખરીદનાર વેચનાર અને સાક્ષીઓ ત્રણેયના આધાર કાર્ડ અને પાનકાર્ડ ફરજિયાત
  • ખરીદનારને વેચનારના તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા.

મિલકતને લગતા જરૂરી દસ્તાવેજો ની યાદી.

જો તમારે કોઈપણ જાતની પ્રોપર્ટી ખરીદવાની હોય તો નીચે મુજબના ડોક્યુમેન્ટ અવશ્ય ચેક કરી લેવા.

  • જમીન માટે સાતબાર અને આઠ અ ના લેટેસ્ટ ઉતારા
  • જો મિલકત સીટી સર્વે વિસ્તારમાં આવતી હોય તો લેટેસ્ટ પ્રોપર્ટી કાર્ડ.
  • યુ એલ પી આઈ એન નંબર : 2026 ના નવા નિયમ અનુસાર
  • જમીનનો નકશો અથવા મંજૂર થયેલ લે આઉટ પ્લાન.

આને પણ વાંચો:

સરકારશ્રી દ્વારા ચાલતી 100 ચોરસ વાર મફત પ્લોટ યોજના વિશેની સંપૂર્ણ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

પ્રોપર્ટીના પેમેન્ટ અને ટેક્સ અંગેના પુરાવા

  • ઓનલાઇન અથવા એ જ સ્ટેમ્પિંગ દ્વારા ભરેલ સ્ટેમ્પ ડ્યુટી ની રસીદ.
  • સરકારમાં જમા કરાવેલ રજીસ્ટ્રેશન ફી ની પહોંચ
  • જો પ્રોપર્ટી ની કિંમત 50 લાખથી વધુ હોય તો એક ટકા ટીડીએસ ભર્યા અંગેનું પ્રમાણપત્ર.

અન્ય ખૂબ જ મહત્વના પ્રમાણપત્રો

  • જો પ્રોપર્ટી પર કોઈ લોન ચાલતી હોય તો બેન્કનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ NOC
  • એડવોકેટ દ્વારા આપવામાં આવેલ 13 થી 30 વર્ષનું ટાઈટલ ક્લિયર સર્ટીફીકેટ
  • મ્યુનિસિપલ કોર્પોરેશન કે પંચાયતનો લેટેસ્ટ પ્રોપર્ટી ટેક્સ ભર્યા અંગેની વેરા પહોંચ.

🔗રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવાની ઓફિસિયલ વેબસાઈટ. https://garvi.gujarat.gov.in/

મહત્વની લીંક

નિષ્કર્ષ

લેન્ડ રજીસ્ટ્રી ના નવા નિયમો 2026 થી સામાન્ય માણસ માટે જમીન ખરીદ કરવાની અને વેચાણ કરવાની પ્રક્રિયા વધુ સુરક્ષિત અને પારદર્શક બની જશે, ટેકનોલોજીના માધ્યમથી વચેટીયાઓની ભૂમિકા ઘટશે અને લોકો સીધા જ સરકારે પોર્ટલ દ્વારા પોતાના કામ કરાવી શકશે જેના કારણે તેમનો વગર કારણ નો ખર્ચ પણ ઘટશે અને સમયનો પણ બચાવ થશે.

Leave a Comment