Gujarat Police Bharti 2026 Latest Update: ખાખીમાં જોડાવાનું લાખો યુવાનોનું સપનું હોય છે, આ સપનાને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા જ ખૂબ મોટાભાઈ બમ્પર ભરતી જાહેરાત કરવામાં આવી છે, જેની ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હાલ ફિઝિકલ ટેસ્ટ માટેના કોલ લેટર પણ ડાઉનલોડ થઈ ગયા છે. પરંતુ શું તમે જાણો છો કે પોલીસ ભરતી 2026 માં અમુક નવા નિયમો અપડેટ થયા છે? જો તમને ખબર ના હોય તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી સાબિત થશે. અહીં તમને ગુજરાત સરકાર ભરતી 2026 માં ફેરફાર થયેલા અમુક નવા નિયમો અને ગાઈડલાઈન વિશેની સંપૂર્ણ માહિતી મળી રહેશે આ ઉપરાંત તમારે કેવી રીતે તૈયારી કરવી અને ફિઝિકલ ટેસ્ટ માટે જતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે લગત સંપૂર્ણ માહિતી મળશે.

ગુજરાત પોલીસ ભરતી 2026 નવા નિયમો અને ગાઈડલાઈન જાહેર:
👉શારીરિક ક્ષમતા કસોટી
પોલીસ ભરતીમાં ઓનલાઇન અરજી કર્યા બાદ સૌપ્રથમ ઉમેદવારોને દોઢ પાસ કરવાની હોય છે નવા નિયમો અનુસાર દોડમાં માત્ર ક્વોલીફાઈ થવાનો રહેશે એટલે કે પહેલા સમય મર્યાદા મુજબ માર્ક્સ મળતા હતા તે હવે નિયમમાં ફેરફાર થયેલ છે હવે માત્ર તમારે 25 મિનિટની અંદર ગ્રાઉન્ડ પાસ કરવાનો રહેશે.
આને પણ વાંચો:
પુરુષ ઉમેદવારો માટે:
- રનીંગ : 5000 મીટર (5 કિલોમીટર )
- સમય : વધુમાં વધુ 25 મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે.
મહિલા ઉમેદવારો માટે:
- રનીંગ : 1600 મીટર 1.6 km
- સમય : વધુમાં વધુ 09 મિનિટ અને 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.
એક્સ સર્વિસ મેન માટે:
- રનીંગ : 2400 મીટર
- સમય : વધુમાં વધુ 12 મિનિટ અને 30 સેકન્ડ.
👉શારીરિક ધોરણો
સૌથી પહેલા રનીંગ કરવામાં આવશે અને જે ઉમેદવાર રનીંગમાં ખરા ઉતરશે તેમનું શારીરિક માપન કરવામાં આવશે જેમાં ઊંચાઈ વજન અને છાતીનું માપ લેવામાં આવે છે, જે નીચે મુજબ હોવું જરૂરી છે.
પુરુષ ઉમેદવારો માટે:
| કેટેગરી | ઊંચાઈ (સેન્ટીમીટર) | છાતી (ફુલાવ્યા વગર) | છાતી (ફુલાવેલી) |
| General /OBC/ SC /EWS | 165 cm | 79 cm | 84 cm |
| ST | 162 cm | 79 cm | 84 cm |
નોંધ: છાતીનો ફુલાવો ઓછામાં ઓછો 5 સેન્ટિમીટર થવો જોઈએ.
આને પણ વાંચો:
મહિલા ઉમેદવારો માટે:
| કેટેગરી | ઊંચાઈ (સેન્ટીમીટર) | વજન (kg) |
| General /OBC/ SC /EWS | 155 cm | 40 kg |
| ST | 150 cm | 40 kg |
👉શારીરિક ક્ષમતા કસોટીમાં જતા પહેલા ઉમેદવારોએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
- ડોક્યુમેન્ટસ : કોલ લેટર અને અસલ ઓળખ પત્ર (આધાર કાર્ડ/ ચૂંટણી કાર્ડ/ ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરેમાંથી કોઈ એક) અવશ્ય સાથે લઈ જવું આ વગર પ્રવેશ મળશે નહીં.
- હેલ્થ ચેકઅપ : દોડતી વખતે જો તમને શ્વાસ લેવાની તકલીફો હોય અથવા તો શ્વાસને લગત અન્ય કોઈ ગંભીર બીમારી હોય તો ડોક્ટરની સલાહ લીધા બાદ જ મેદાનમાં ઉતરવું
- ડિજિટલ ટાઈમિંગ : દોડ માટે તમારા પગમાં RFID Chip બાંધવામાં આવશે જેથી તમારો ચોક્કસ સમય રેકોર્ડ થઈ શકે.
- ગેરરીતી : જો કોઈ ઉમેદવાર નથી લાભ દ્રવ્યો કે એનર્જી ડ્રિંક્સ લેતા પકડાશે તો તેને ભરતી માંથી કાયમ માટે બાકાત કરવામાં આવશે.
✍️ઉમેદવારોએ કેવી રીતે તૈયારી કરવી તેની મહત્વની ટિપ્સ
- નિયમિત પ્રેક્ટિસ :અત્યારથી જ રોજ સવારે અથવા તો સાંજે દોડવાની પ્રેક્ટિસ કરો,
- ડાયટ પ્લાનિંગ :પ્રોટીનયુક્ત ખોરાક લેવાનું રાખો અને શરીરમાં પાણીનું પ્રમાણ પણ જાળવી રાખો.
- શુઝ :સારા ક્વોલિટીના રનીંગ શૂઝનો જ ઉપયોગ કરો જેથી તમારા પગને ઈજા ન થાય.
ઉમેદવારોને જણાવવાનું કે પોલીસ ભરતીમાં સફળ થવા માટે લેખિત પરીક્ષા જેટલી જ મહત્વની શારીરિક કસોટી છે, જેથી ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખીને તૈયારી કરશો તો ચોક્કસથી સફળ થશો.
🔗મહત્વની લીંક
- 🌎ગુજરાત પોલીસ ભરતી ઓફિસિયલ વેબસાઈટ : https://gprb.gujarat.gov.in/
- 💥અન્ય સરકારી ભરતીઓની માહિતી : અહીં ક્લિક કરો
- 💥અન્ય સરકારી યોજનાઓ ની માહિતી : અહીં ક્લિક કરો
નિષ્કર્ષ
પોલીસ ભરતી માં જોડાવા માટેનો અત્યારે ગોલ્ડન ચાન્સ છે, સરકાર દ્વારા ખૂબ મોટા પાયા ભરતી જાહેરાત બહાર પડેલી છે, આવનાર થોડા સમયમાં જ ફિઝિકલ ટેસ્ટ શરૂ થશે, માટે નિયમિત પ્રેક્ટિસ કરો અને વાંચન માં પણ ધ્યાન આપો. આશા છે અહીં મૂકવામાં આવેલ માહિતી તમને ઉપયોગી થશે, માહિતી સારી લાગી હોય તો તમારા મિત્ર સર્કલમાં પણ અને શેર કરવાનું ભૂલશો નહીં.
આવી જ ઉપયોગી અને અવનવી લેટેસ્ટ સરકારી ભરતી અને સરકારી યોજનાઓની નિયમિત માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અથવા તો અમારી વેબસાઈટની નિયમિત મુલાકાત લો.