હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ વરસાદને લઈને મોટી આગાહી કરી છે જેમાં છઠ્ઠી નવરાત્રી થી લઈને દશેરા સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે ત્યારે અગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ.
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે કારણ કે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય બને છે ચાર ચાર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 95 ટકા વરસાદ નોંધાયો છે.
હજુ પણ અગામી પાંચ દિવસ વરસાદની આગાહી છે જોકે સપ્ટેમ્બર ના એન્ડ માં નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે ચોમાસું પાક તૈયાર થશે અને પાછો ત્રણ વરસાદ પણ થવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ના અનુમાન પ્રમાણે બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે વરસાદની શક્યતા નવરાત્રીમાં પણ રહેશે.
હવામાન નિશાળ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવાની છે આઠ સપ્ટેમ્બર સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ જળમગ્ન વરસાદની આગાહી છે છ થી આઠ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં 10 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે.
બીજી એક સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં સક્રિય થશે જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર થશે જે 13 થી 18 સપ્ટેમ્બર ગુજરાતમાં વરસાદની શક્યતા સર્જાશે આ વરસાદનું પાણી ખેતી પાકો માટે સારું ગણાશે.
22 સપ્ટેમ્બર બાદ પણ બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે જેના લીધે ગુજરાતમાં છુટા છવાયા ભાગોમાં વરસાદ થઈ શકે છે આ ઉપરાંત 27 સપ્ટેમ્બરથી ઓક્ટોબર ની શરૂઆતમાં એક હળવું ચક્રવાત બનવાની શક્યતા રહેશે.
ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની વિદાય 30 સપ્ટેમ્બરે થવાની શક્યતા હોવા છતાં બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમના કારણે ઓક્ટોબરમાં પણ વરસાદ આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 23 સપ્ટેમ્બર થી ભારે ગરમી પડશે જેના કારણે વરસાદી ઝાપટા પડશે છઠ્ઠી નવરાત્રી થી દશેરા સુધી કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે બીજી તરફ સપ્ટેમ્બરના અંતમાં વરસાદની વિદાયની શક્યતા વચ્ચે પણ બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમના કારણે ઓક્ટોબરના વરસાદની શક્યતા રહેલી છે.
વરસાદની સ્થિતિ લાઈવ જોવા | અહીં ક્લિક કરો |
windy એપ ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
