કિસાન યોજના ના 20 માં હપ્તાને લઈને આવ્યું મોટું અપડેટ, જો ક્યારે ખાતામાં જમા થઈ શકે છે 20 માં હપ્તાના રૂપિયા.
ફેબ્રુઆરી 24, 2025 ના રોજ 19 માં હપ્તા ના રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા, જે ખેડૂતો પીએમ કિસાન યોજના ના લાભાર્થીઓ છે તે તમામને 20માં હપ્તાના નાણા જમા કરવામાં આવશે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો 20 મો હપ્તો આજ મહિનામાં એટલે કે જુલાઈ મહિનામાં જમા થઈ શકે છે, આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને ₹2,000 મળવાપાત્ર છે. અત્યાર સુધી કોઈ ચોક્કસ તારીખની સત્તાવાર જાહેરાત થયેલી નથી. અગાઉ 24 ફેબ્રુઆરી 2025 ના રોજ 19 માં હપ્તાને એલોટ કરવામાં આવ્યો હતો. દર 4 મહિને ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે, આ પેટર્ન જોતા હવે 20 માં હપ્તાના નાણા આ જ મહિનામાં જમા થઈ શકે છે. આ યોજના અંતર્ગત દેશના કરોડો ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા ત્રણ વખત દર ચાર ચાર મહિને જમા કરવામાં આવે છે.
📣આ યોજનાનો લાભ નવા ખેડૂતોએ કેવી રીતે મેળવવો (how to apply pm Kisan Yojana)
- 1️⃣ visit : https://pmkisan.gov.in/
- 2️⃣ પીએમ કિસાન યોજના ની ઓફિશિયલ વેબસાઈટ પર ફાર્મર કોર્નર પર જાવ
- 3️⃣ new form registration પર ક્લિક કરો આધાર નંબર દાખલ કરીને કેપ્ચા કોડ ભરો
- 4️⃣ જરૂરી માહિતી દાખલ કરો અને “હા” ક્લિક કરો
- 5️⃣ “pm કિસાન અરજીપત્રક 2023” પૂર્ણ કરો, માહિતી સેવ કરો અને તેની પ્રિન્ટ મેળવો.
❌આ યોજનાનો લાભ કોણ ઉઠાવી શકતા નથી? ( Eligibility of PM Kisan Yojana)
- ✖️ ડોક્ટર, એન્જિનિયર,CA એ જેવા પ્રોફેશનલ આ યોજનાનો લાભ મેળવી શકતા નથી.
- ✖️ જો કોઈ સિનિયર સિટીઝનને 10000 રૂપિયાથી વધુ પેન્શન મળે છે, અથવા કોઈ સરકારી નોકરીમાંથી નિવૃત્ત કર્મચારી છે તો તેને પણ આ યોજના નો લાભ મળી શકે નહીં.
- ✖️ જેમનું બેંક ખાતુ આધાર કાર્ડ સાથે લિંક ન હોય તેમને આ યોજનાનો લાભ મળી શકે નહીં.
- ✖️ પીએમ કિસાન યોજના નો હપ્તો મેળવવા માટે E kyc કરવું જરૂરી છે, જે ખેડૂતોએ E kyc કરાવેલ નથી તેમને અગામી હપ્તો મળશે નહીં.
💸કેટલા હપ્તા જમા થયા કેવી રીતે ચેક કરવું? ( how to check pm Kisan Yojana installment )
- ✅ Visit official website: https://pmkisan.gov.in/
- ✅ હવે જમણી બાજુએ former corner પર જવું
- ✅ અહીં તમને beneficiary status નો ઓપ્શન જોવા મળશે.
- ✅ તેના પર ક્લિક કરો હવે તમારી સામે એક નવું પેજ ખુલશે.
- ✅ નવા પેજમાં “આધાર નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબર” કોઈ એક વિકલ્પ પસંદ કરો.
- ✅ તમે જે વિકલ્પને પસંદ કરો છો તે નંબરને આપવામાં આવેલી જગ્યા પર દાખલ કરો.
- ✅ હવે તમારે “Get data “ની લીંક પર ક્લિક કરવું પડશે.
- ✅ તમારી સામે એક પેજ ખુલશે જેમાં અત્યાર સુધીમાં તમને જેટલા પૈસા જે જે તારીખે જમા થયા હશે તેની સંપૂર્ણ વિગત જોઈ શકશો.
PM કિસાન યોજના અંતર્ગત ખેડૂતને કોઈપણ પ્રશ્ન હોય તો હવે પીએમ કિસાન ઈ મિત્રને ડાયરેક્ટ કોન્ટેક કરી શકે છે


Purpose | Links |
📢New Farmer Registration | Click Here |
🔗e kyc | Click Here |
💸Check Your Status | Click Here |