Gujarat weather news: ગુજરાતમાં ચોમાસા જેવો વરસાદ ચાલુ રહેશે કે રાહત મળશે જુઓ હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી ની આગાહી.
સાયકલોનીક સર્ક્યુલેશન ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે એનું કારણ એ છે કે બંગાળની ખાડીમાં એન્ટિ સાઇકલોન છે તેનો ટ્રફ ગુજરાત સુધી લંબાયેલો છે, જે સાયકલોનીક સર્ક્યુલેશન ને આગળ વધવા માટે અવરોધ રૂપ બની રહ્યું છે.
રાજ્યમાં પડી રહેલા ક મોસમી વરસાદને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી ની આગાહી સામે આવી છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવેજની સાથે ભારે પવન અને તીવ્ર માવઠાની આગાહી છે. ગુજરાત પરથી સાયકલોનિક સર્ક્યુલેશન પસાર થવાને લીધે આ વરસાદ પડી રહ્યો છે.
કચ્છમાં નવ અને 10 તારીખ એમ કુલ બે દિવસ સુધી સામાન્યથી મધ્યમ જાપટા પડી શકે છે. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં આજે બપોર સુધી તીવ્ર માવઠું થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં બે દિવસ છુટા છવાયા હળવા ઝાપટા જોવા મળી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ હળવા છુટા છવાયા ઝાપટા જોવા મળી શકે છે.
Also read મહિલાઓના પગ અને કમરનો દુખાવો થતો હોય તો આ ઉપાય ખૂબ જ ઉપયોગી થશે: વાંચો માહિતી અહીં ક્લિક કરો
આજે અને આવતીકાલે એમ હજુ બે દિવસ સુધી માવઠું જોવા મળશે. પરંતુ આગળ છૂટા છવાયા જાતા જોવા મળી શકે છે. વધુ વરસાદ નહીં પડે. ગાજવેજમાં પણ ઘટાડો થશે પવનની ઝડપમાં પણ હવે ધીમે ધીમે ઘટાડો થશે.
Also read ઇન્ડિયન નેવીનું જાબાજ જહાજ આઈએનએસ વિક્રમાદિત્યનો 360 ડીગ્રી વિડીયો જુઓ
આમ હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીના કહેવા અનુસાર આવતીકાલે 10 મે ના રોજ ગુજરાત ભરમાં માવઠાની શક્યતા રહેલી છે ત્યારબાદ માવઠામાં ધીમે ધીમે ઘટાડો થશે.
હવામાન ની સ્થિતિ ઓનલાઇન જોવા માટે | અહીં ક્લિક કરો |
હવામાન ની windy એપ ડાઉનલોડ કરવા માટે. | અહીં ક્લિક કરો |
