WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GSSSB Bharti 2025

GSSSB Bharti 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જઈ નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી લાગત અન્ય તમામ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, ઉમર મર્યાદા, અરજી ફી અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેમ જ અરજી કરવાની અગત્યની તારીખ કઈ છે તે લગત સંપૂર્ણ માહિતી અહીં મૂકવામાં આવેલી છે. રસ ધરાવતા ઉમેદવારોને ભલામણ છે કે આર્ટિકલને અંત સુધી જરૂરથી વાંચે અને તેમના જાણીતા મિત્રોને શેર કરે.

લેબોરેટરી આસિસ્ટન્ટ ભરતી 2025

ભરતી સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી
પોસ્ટ લેબોરેટરી આસિસ્ટન્ટ, ભૌતિક જૂથ વર્ગ 3
અરજી પ્રક્રિયા ઓનલાઇન
અરજી કરવાની વેબસાઈટ https://ojasgujarat.gov.in

અરજી કરવાની અગત્યની તારીખ

લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ વર્ગ ત્રણ ની આ ભરતી માં રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી પ્રક્રિયા 23 એપ્રિલ 2025 ના રોજ બપોરે 2:00 વાગ્યા થી શરૂ થશે જ્યારે 07 મે 2025 રાત્રિના બાર વાગ્યા સુધી ઓનલાઇન અરજી પ્રક્રિયા કરી શકાશે.

ઓનલાઇન અરજી ક્યાં ઉમેદવારો કરી શકશે?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશન માં આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો, શારીરિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલા ઉમેદવારો તથા માજી સૈનિક ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે.

ખાસ સુચના

ઉપર આપેલ કેટેગરીના ઉમેદવારો સિવાય કોઈપણ ઉમેદવાર ફરીથી- નવેસરથી અરજી કરી શકશે નહીં. સુધારા જાહેરાતમાં દર્શાવેલા જગ્યાઓ મુજબ અનુસૂચિત જાતિના માજી સૈનિક ઉમેદવારો અરજી કરી શકશે નહીં.

આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર ક્યારનું હોવું જોઈએ

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારોએ સરકાર માન્ય યુનિવર્સિટી માંથી ફોરેન્સિક સાયન્સ અથવા ભૌતિકશાસ્ત્ર અથવા કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની પદવી અથવા સરકાર માન્ય સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
  • ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967 માં ઠરાવ્યા પ્રમાણેની કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ.
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

પગારધોરણ

લેબોરેટરી આસિસ્ટન્ટ પોસ્ટ ઉપર પસંદગી પામેલ ઉમેદવારોને પહેલાં પાંચ વર્ષ માટે 26,000 ફિક્સ માસિક પગાર મળવા પાત્ર રહેશે. ત્યારબાદ સરકારશ્રીના ધારા ધોરણ અને પે સ્કેલ મુજબનો પગાર મળવા પાત્ર રહેશે.

ઉમર મર્યાદા

આ પોસ્ટ માટે ઉમેદવારોની ઉંમર મર્યાદા ની વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત માટે મૂળ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ નિર્ધારિત કટ ઓફ તારીખ 15. 9. 2024 રહેશે.

ઓનલાઇન અરજી પ્રક્રિયા

  • ઓનલાઇન અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સૌથી પહેલા તો સત્તાવાર વેબસાઈટ https://ojasgujarat.gov.in પર જવું
  • ત્યારબાદ ઓનલાઇન એપ્લિકેશનમાં અપ્લાય પર ક્લિક કરવું અને જીએસએસએસબી સિલેક્ટ કરવું.
  • ત્યારબાદ લેબોરેટરી આસિસ્ટન્ટની પોસ્ટ પર અપ્લાય નાવ બટન પર ક્લિક કરવું.
  • હવે અરજી ફોર્મ માં તમામ જરૂરી માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો.
  • ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરી ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ મેળવો.

અગત્યની લિંક

ઓફિસિયલ નોટિફિકેશન Download
વેબસાઈટ https://ojas.gujarat.gov.in/

અગત્યની તારીખ

  • ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ : 23-04-2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 07-05-2025

Leave a Comment