રેવન્યુ તલાટી ની અંદાજિત 2300 જગ્યાઓ માટે ભરતી : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસુલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ 3 ની અંદાજિત 2300 જેટલી જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત, પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટેગરી વાઈઝ ભરવા પાત્ર જગ્યાઓની માહિતી તેમજ ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વિગતવાર માહિતી ની જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે… તેવું પ્રેસ નોટ જાહેર કરી જણાવવામાં આવેલ છે. તેથી તલાટી ભરતી ની રાહ જોતા તમામ ઉમેદવારોને આ આર્ટીકલ દ્વારા જણાવવામાં આવે છે કે તેમની પ્રતીક્ષા હવે ટૂંક સમય માટે જ છે. આવનાર થોડા સમયમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટીની મોટી ભરતી પ્રક્રિયા જાહેર થનાર છે. રેવન્યુ તલાટી ની ભરતી પ્રક્રિયા જ્યારે જાહેર થશે તેની તમામ માહિતી અહીં અપડેટ કરવામાં આવશે. તેથી અમારી વેબસાઈટની નિયમિત મુલાકાત લેવા અપીલ કરવામાં આવે છે.


RRB ASSISTANT LOCO PILOT RECRUIMENT

Notification | View |
