પંચાયત સેવા વર્ગ 3 સવર્ગ ની ભરતી : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ ત્રણ સંવર્ગની ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સીધી ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગુજરાત રાજ્યના દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરી મેળવવાની આ એક સૌથી સારી ઉત્તમ તક છે. જે દિવ્યાંગ ઉમેદવારો સરકારી નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તેઓએ ઓજસ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી લાગત અન્ય તમામ માહિતી જેમકે ઓનલાઇન અરજી ક્યારથી શરૂ થશે? ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? કઈ કઈ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે? પગાર ધોરણ, ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત વગેરે જેવી તમામ માહિતી અત્રે મૂકવામાં આવેલી છે. તો તમામ ઉમેદવારોએ આ આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચવો અને તમામ નાગરિકોને નમ્ર અપીલ છે કે આ મેસેજને વધુને વધુ આગળ શેર કરો જેથી કોઈ દિવ્યાંગ ઉમેદવાર આ ભરતી ની જાણકારીથી વંચિત ના રહે.
ભરતી લગત જરૂરી માહિતી
ભરતી સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
કેટેગરી | દિવ્યાંગ ઉમેદવારો |
પોસ્ટ | વિવિધ |
કુલ જગ્યાઓ | 1251 |
વેબસાઈટ | https://gpssb.gujarat.gov.in/ |
પોસ્ટ વાઈઝ ભરતીની વિગતવાર માહિતી:
ક્રમ | સંવર્ગનું નામ | જગ્યાઓ |
1 | લેબોરેટરી ટેકનીશીયન | 43 |
2 | સ્ટાફ નર્સ | 36 |
3 | વિસ્તરણ અધિકારી (ખેતી ) | 12 |
4 | પશુ નિરીક્ષક | 23 |
5 | આંકડા મદદનીશ | 18 |
6 | જુનિયર ફાર્માસિસ્ટ | 43 |
7 | વિસ્તરણ અધિકારી (સહાયક ) ગ્રેડ 2 | 08 |
8 | સંશોધન મદદનીશ | 05 |
9 | મુખ્ય સેવિકા | 20 |
10 | ગ્રામ સેવક | 112 |
11 | ફિમેલ હેલ્થ વર્કર | 324 |
12 | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુ.) | 202 |
13 | જુનિયર ક્લાર્ક (વહીવટી /હિસાબ ) | 102 |
14 | ગ્રામ પંચાયત મંત્રી | 238 |
15 | અધિક મદદનીશ ઇજનેર (સિવિલ ) | 48 |
16 | નાયબ ચીટનીશ | 17 |
કુલ | 1251 |
અગત્યની તારીખ
- આ ભરતીમાં રસ ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવા માટે ઓજસ વેબસાઈટ પર જવાનું રહેશે અને આ ભરતી માટે 15 એપ્રિલ 2025 થી ઓનલાઇન અરજીઓ શરૂ થશે જ્યારે 15 મે 2025 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.
જરૂરી સુચના
આ ભરતીમાં રસ ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોએ સંબંધિત જ સ્વર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં ઉંમર મર્યાદા શૈક્ષણિક લાયકાત ઓનલાઇન અરજી કરવાની રીત તથા દિવ્યાંગતા ની કેટેગરી વાયદ ભરવા પાત્ર જગ્યાઓ તેમજ અન્ય વિગતવાર જોગવાઈઓ/ માહિતી /સુચના /શરતો વગેરે દર્શાવતી વિગતવાર જાહેરાત માટે મંડળની કચેરીના નોટિસ બોર્ડ તેમજ મંડળની સત્તાવાર વેબસાઈટ https://gpssb.gujarat.gov.in/ અને ઓજસની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જોવા જણાવવામાં આવે છે જેની સર્વે દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવી.
ટૂંકી જાહેરાત 👇

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર ક્લિક કરી ઓનલાઇન અરજી કરી શકશો.
વારંવાર પૂછાતા પ્રશ્નો
પંચાયત સેવા વર્ગ ત્રણ સંવર્ગની ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ માટે ઓનલાઇન અરજી ક્યારથી શરૂ થશે?
- 15 એપ્રિલ 2025 થી
આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?
- 15 મે 2025
દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી થશે?
- 1251