WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GPSC ના ઉમેદવારો માટે ખુશખબર વર્ગ 1 અને 2 ની 244 જગ્યાઓ માટે નવી ભરતી ની જાહેરાત.

GPSC RECRUIMENT 2025: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્યના વહીવટી વિભાગમાં વર્ગ એક અને બે અધિકારીઓની ભરતી માટે મોટી જાહેરાત બહાર પાડવામાં આવી છે. આયોગ દ્વારા કુલ 244 જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવેલી છે. જેના માટે ઉમેદવારો 7 માર્ચ 2025 થી ઓનલાઇન અરજી કરી શકે છે.

આ ભરતી પ્રક્રિયા ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2માટે યોજાશે.

થોડા દિવસો પહેલા ગુજરાત એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ગ એક અને બે ની ભરતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. હવે જીપીએસસી દ્વારા આ નવા નિયમો હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

નવા નિયમો અનુસાર ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન વર્ગ એક અને બે ની ભરતી પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા. ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા માટે પ્રિલિમ પરીક્ષા પાસ કરવી ફરજીયાત રહેશે. પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે જ્યારે મુખ્ય પરીક્ષા લેખિત સ્વરૂપમાં લેવાશે અને તેમાં ફિઝિકલ ટેસ્ટ અથવા પર્સનાલિટી ટેસ્ટનો પણ સમાવેશ થઈ શકે છે.

જીપીએસસી દ્વારા ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળી રહે તે માટે પરીક્ષા પહેલા સિલેબસ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત ઉમેદવારોના ઓર્ડર અને પ્રેફરન્સ સંબંધીત નિયમો પણ ગેજેટ દ્વારા જાહેર કરવામાં આવશે.

જાહેરાત ક્રમાંક 240 /2024-25 અંતર્ગત ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગ એક અને વર્ગ બે, અને ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સેવા વર્ગ-૨ ની ઓનલાઇન અરજી પ્રક્રિયા 7 માર્ચ 2025 થી શરૂ થશે અને 23 માર્ચ 2025 રાત્રે 23:59 સુધી ચાલશે.

જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલી આ ભરતી જાહેરાત રાજ્યના યુવા ઉમેદવારો માટે સારી નોકરી મેળવવાની સુવર્ણ તક છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને આ તકનો લાભ લેવા અને સમયસર ઓનલાઈન અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ભરતી નોટિફિકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો.

Leave a Comment