Gold Price Today : આજે સોમવારે એટલે કે 17 માર્ચે સોનામાં થોડો ઘટાડો થયો છે 10 ગ્રામ સોનાની કિંમતમાં ₹400 નો ઘટાડો નોંધાયો છે દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 89660 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 82,190 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.
17 માર્ચ 2025 ના રોજ દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 82,340 અને 24 કેરેટ સોનાની કિંમત 89810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. મુંબઈમાં 22 કેરેટ સોનું 82,190 રૂપિયા અને 24 કેરેટ સોનું 87,660 રૂપિયા પ્રતિ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. દેશના અન્ય મોટા શહેરોમાં પણ સોનાના ભાવમાં મામૂલી વધઘટ જોવા મળી હતી.
17 માર્ચ 2025 ના રોજ ચાંદીનો ભાવ ₹1,02,900 રૂપિયા પ્રતિ કિલો હતો. ચાંદીના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થયો છે.
સોનાના ભાવમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોમાં ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતાઈ અને અમેરિકી અર્થવ્યવસ્થાને લગતા નવા ડેટાના કારણે સોનાની માંગમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ફેદરાલ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડા અંગે અનિશ્ચિતતા રહે છે જેના કારણે રોકાણકારો અન્ય સંપત્તિઓ તરફ વળ્યા છે.
આ સિવાય અપેક્ષિત યુએસ બેરોજગારી અને પ્રોડ્યુસર પ્રાઈઝ ઇન્ડેક્ષ ડેટા કરતા વધુ સારી હોવાને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ છે નિષ્ણાંતો માને છે કે જો વ્યાજદર સ્થિર રહેશે અથવા વધશે તો સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે જોકે લાંબા ગાળે ભાવમાં આ ઘટાડો રોકાણકારો માટે નવા રોકાણની સારી તક બની શકે છે.
ભારતમાં સોનાના ભાવ ઘણા કારણો તો બદલાતા રહે છે જેમાં આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનુ એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે.
જુઓ આજનો સોનાનો લેટેસ્ટ અપડેટ ભાવ.
આજનો સોનાનો ભાવ | અહીં ક્લિક કરો |
આજનો ચાંદીનો ભાવ | અહીં ક્લિક કરો |
