WhatsApp ગ્રૂપમાં જોડાવો!

દેશનું પ્રથમ સીએનજી સ્કૂટર : હવે માઇલેજનું ટેન્શન ખતમ, જાણો આ સ્કૂટર ના ફીચર્સ અને કિંમત વિશે.

CNG Scooter: ભારત મોબિલિટી એક્સપોર્ટ 2025 માં tvs મોટર સે વિશ્વનું પ્રથમ સીએનજી સ્કૂટર tvs jupiter સીએનજી રજૂ કર્યું છે, જોકે આ હાલમાં એક કોન્સેપ્ટ મોડલ છે, પરંતુ તેણે ઓટો મોબાઇલ એ જગતમાં એક નવી ક્રાંતિની શરૂઆત કરી દીધી છે.

ડિઝાઇન અને ટેકનોલોજી :

આ સ્કૂટરના ડિઝાઇન અને ટેકનોલોજી ની જો વાત કરીએ તો આ સ્કૂટરમાં 1.4 કિલો ની સીએનજી ટેંક લગાવવામાં આવી છે. જે જ્યુપિટર 125 ના અંડરશીટ બુટ ની જગ્યાએ છે. આ ટેંક પ્લાસ્ટિક પેનલ થી ઢંકાયેલી છે, જે તેને સુરક્ષિત તો બનાવે જ છે સાથે સાથે સ્કૂટર ની ડિઝાઇન ને પણ વ્યવસ્થિત અને આકર્ષક બનાવે છે. આ ટેન્ક પર પ્રેશર ગેજ અને ફિલર નોઝલ માટે એક ખાસ જગ્યા આપવામાં આવી છે.

કેટલી આપશે માઈલેજ ?

ટીવીએસ નો દાવો છે કે આ સ્કૂટર 1 kg સીએનજી માં 84 કિલોમીટર સુધીની માઇલેજ આપશે. આ સિવાય તેમાં ફર્સ્ટ બોર્ડ પર બે લીટરની પેટ્રોલની ટાંકી પણ મૂકવામાં આવી છે. જેની ફિલર નોઝલ ફ્રન્ટ એપરલ માં આવેલી છે. આ સ્કૂટર ની ડિઝાઇન jupiter 125 ના પેટ્રોલ મોડલ જેવી જ છે. કંપનીનું કહેવું છે કે સીએનજી અને પેટ્રોલના કોમ્બિનેશનથી આ સ્કૂટર કુલ 226 km ની રેન્જ આપી શકે છે.

એન્જિન :

નવા jupiter માં 124.8 સીસીનું સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યો છે. જે 7.1 bhp નો પાવર અને 9.4 nm નો ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટર 80 કિલોમીટર/ કલાકની ટોપ સ્પીડ હાંસલ કરી શકે છે.

ફીચર્સ :

tvs jupiter સીએનજી ની ડિઝાઇન, ઓર્ગેનોમિક્સ, ફીચર્સ ટાયર અને બ્રેક બધું જ પેટ્રોલ વર્ઝન જેવું જ છે. સ્કૂટરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે યુઝર્સ માટે સુવિધાજનક પણ હોય અને વધુમાં વધુ માઇલેજ પણ આપે. tvs નું કહેવું છે કે હાલમાં jupiter સીએનજી કોન્સેપ્ટ સ્ટેજમાં છે. તેને માર્કેટમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

આને પણ વાંચો

એક પણ રૂપિયાની દવા લીધા વગર શરદી ઉધરસ ને કાયમ માટે દૂર કરો : જાણો ઘરગથ્થુ સરળ ઈલાજ.

સોનાના ભાવમાં થયો ખૂબ મોટો ઘટાડો આજના લેટેસ્ટ સોનાના ભાવ.

સામાન્ય માણસ માટે ખૂબ જ ઉપયોગી એવી પોસ્ટ ઓફિસની 399 માં 10 લાખનો વીમો આપતી યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવો.

અગત્યની લિંક

સરકારી ભરતીઓની તમામ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો

સરકારી યોજનાઓની તમામ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment