IOCL Recruiment 2025, ઇન્ડિયન ઓઇલ ભરતી : પરીક્ષા વગર અને સારા પગારની નોકરી મેળવવા ઈચ્છતા તમામ ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યો છે. આ જગ્યા પર ઉમેદવારોની પસંદગી કરવા માટે સંસ્થા દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની આ ભરતીમાં વિગતવાર માહિતી જેમકે પોસ્ટની ખાલી જગ્યા વિગતવાર માહિતી, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉમર મર્યાદા, અરજી ફી તેમજ ઓનલાઈન અરજી કરવાની અગત્યની તારીખ વગેરે આ ભરતી લગત તમામ વિગતવાર માહિતી આર્ટીકલ માં આપવામાં આવેલી છે. તેથી ઉમેદવારોને વિનંતી છે કે આર્ટિકલને અંત સુધી અવશ્ય વાંચે.
IOCL Recruiment 2025
સંસ્થા | ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ |
પોસ્ટ | એપ્રેન્ટીસ |
જગ્યા | 200 |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 16 ફેબ્રુઆરી 2025 |
વેબસાઈટ | www.iocl.com |
કેટેગરી વાઈસ પોસ્ટ ની વિગતવાર માહિતી
કેટેગરી | જગ્યા |
જનરલ | 111 |
ઓબીસી | 50 |
એસ.સી | 21 |
એસ.ટી | 05 |
EWS | 13 |
PwBD | 04 |
શૈક્ષણિક લાયકાત :
- ટ્રેડ એપ્રેન્ટીસ : સંબંધિત ટ્રેડમાં આઈ.ટી.આઈ પ્રમાણપત્ર સાથે ધોરણ 10 પાસ હોવું જોઈએ.
- ટેકનિશિયન એપ્રેન્ટીસ : ઉમેદવારોએ સંબંધીત એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.
- સ્નાતક એપ્રેન્ટિસ : અરજી કરનાર ઉમેદવારો કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક ની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
ઉમર મર્યાદા :
ટ્રેડ | ઉંમર મર્યાદા |
ટ્રેડ એપ્રેન્ટીસ | 18-24 વર્ષ |
ટેકનિશિયન એપ્રેન્ટીસ | 18-24 વર્ષ |
સ્નાતક એપ્રેન્ટિસ | 18-24 વર્ષ |
પસંદગી પ્રક્રિયા:
- કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ નહીં : આ ભરતી પ્રક્રિયામાં કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં.
- ગુણના આધારે પસંદગી : ઉમેદવારોની પસંદગી તેમની શૈક્ષણિક લાયકાત માં મેળવેલા ગુણની ટકાવારીને આધારે કરવામાં આવશે.
- સમાન ગુણના કિસ્સામાં પ્રાધાન્ય : જો બે ઉમેદવારો પાસે સમાન ગુણ હોય તો વધુ ઉંમર ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
- દસ્તાવેજોની ચકાસણી અને મેડિકલ ફિટનેસ : શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોએ દસ્તાવેજોની ચકાસણી અને મેડિકલ ફિટનેસ પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે.
અન્ય મહત્વપૂર્ણ માહિતી:
NAPSNATS પોર્ટલ પર નોંધણી જરૂરી: પસંદગી ફક્ત તે ઉમેદવારો માટે જ હશે જેમણે પોર્ટલ પર નોંધણી કરાવી છે.
ઉમેદવારો માટે ઇન્ડિયન ઓઇલ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ તબીબી ધોરણોનું પાલન કરવું ફરજિયાત છે.
ઉમેદવારોને ભલામણ છે કે અરજી કરતા પહેલા અહીં આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી ધ્યાનપૂર્વક વાંચે.
નોટિફિકેશન
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી નોટિફિકેશન
આને પણ વાંચો
રેલવે વિભાગમાં 32 હજારથી વધુ નવી જગ્યાઓ માટે ભરતી જાહેર : જાણો અરજી કરવાની છેલ્લી તારીખ
આધારકાર્ડમાં દ્વારા મેળવો રૂપિયા 50000 ની લોન : સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો.