Central bank of india Recruiment 2024, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2024: બેંકમાં નોકરી કરવાની રાહ જોતા ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર ભારતમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની પોસ્ટ માટે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આઈ ટી વિભાગમાં વિવિધ રોલ માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2024 ની વિગતવાર માહિતી જેમકે પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા નોકરીનું સ્થળ પગાર ધોરણ અરજીની પ્રક્રિયા અરજી કરવાની છેલ્લી તારીખ તેમ જ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી એ સહિતની તમામ મહત્વની બાબત આ આર્ટિકલમાં મુકવામાં આવેલી છે. ઉમેદવારોને ભલામણ છે કે આ આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચે અને બેંક ભરતીની રાહ જોતા તમામ મિત્રો સુધી સુધી અવશ્ય આ મેસેજ આગળ શેર કરે.
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી
ભરતી સંસ્થા | સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા |
પોસ્ટ | સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO ) |
જગ્યા | 62 |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 12 જાન્યુઆરી 2025 |
વેબસાઈટ | https://www.centralbankofindia.co.in/en |
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2024, કેટેગરિ પ્રમાણે ખાલી જગ્યાઓ ની વિગતવાર માહિતી:
કેટેગરી | જગ્યા |
General | 27 |
OBC | 16 |
SC | 9 |
ST | 4 |
EWS | 6 |
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2024, શૈક્ષણિક લાયકાત :
વિવિધ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે જેમાં, બી ઈ/ બી ટેક / કમ્પ્યુટર સાયન્સ/ કોમ્પ્યુટર એપ્લિકેશન/ માહિતી ટેકનોલોજી /ઇલેક્ટ્રોનિક્સ /ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન /ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન્સ /ડેટા સાયન્સ /એમસીએ /એમએસસી… સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર અથવા આંકડાશાસ્ત્ર મા માસ્ટર ડિગ્રી / સંબંધિત ક્ષેત્રોને પ્રાધાન્ય આપવામાં આવશે. વિવિધ જોબ પ્રોફાઈલ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત મંગાવવામાં આવી છે. માટે શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી પોસ્ટ પ્રમાણે વાંચવા માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન ની ડાઉનલોડ કરી ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે.
ઉંમર મર્યાદા :
વિવિધ પોસ્ટ માટે ઉમેદવારોની વિવિધ વહી મર્યાદા મંગાવવામાં આવી છે. જોકે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા સ્પેશિયાલિસ્ટ ઓફિસરની આ ભરતીમાં ઉમેદવારોની ઉંમર 22 વર્ષથી 38 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.
પગાર ધોરણ :
સ્પેશિયાલિસ્ટ ઓફિસરની આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારોને બેંકના ધારા ધોરણ મુજબ પગાર મળવા પાત્ર થશે.
અરજી ફી :
આ ભરતીમાં અરજીથી કેટેગરી પ્રમાણે નીચે મુજબ ભરવાની થશે.
કેટેગરી | અરજી ફી |
જનરલ / EWS / OBC | ₹750+GST |
SC / ST / PwBD | ફી ભરવાની નથી. |
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- central bank of india ની આ ભરતી માટે ઉમેદવારો એ 12 જાન્યુઆરી 2025 પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ઉમેદવારોએ અરજી કરવા માટે બેંકની વેબસાઈટ https://www.centralbankofindia.co.in/en ની મુલાકાત લેવાની થશે.
- અહીં કરિયર ઓપ્શન પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- જેમાં તમામ માહિતી ભરવાની રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તેમ જ ઓનલાઇન અરજી ફી ચૂકવી અને ફોર્મ ને સબમીટ કરવાનું રહેશે.
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી માટે અરજી કરતાં પહેલાં અહીં આપેલ નોટિફિકેશન ને ધ્યાનપૂર્વક વાંચે.