WhatsApp ગ્રૂપમાં જોડાવો!

SBI Clerk Recruiment 2024: એસબીઆઇ બેન્કમાં 13,000 થી વધુ પોસ્ટ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.

SBI Clerk Recruiment 2024: એસબીઆઇ બેન્ક ભરતી : SBI Clerk Recruiment : દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. બેંક ભરતીની રાહ જોતા તમામ ઉમેદવારો માટે આ એક સોનેરી તક છે. એસબીઆઇ દ્વારા 13,000 થી વધુ પોસ્ટ પર ભરતીની જાહેરાત બહાર પાડેલી છે, લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ઉમેદવારે ડેડ લાઈન પહેલા ઓનલાઇન અરજી સત્તાવાર વેબસાઈટ પર જઈ કરવાની રહેશે. જે ઉમેદવારો જુનિયર એસોસિયેટ ક્લાર્ક ની નોકરી માટે અરજી કરવા ઈચ્છતા હોય તેવો આ ભરતી માટે અરજી કરી શકે છે. આ ભરતીની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે. હાલ ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ છે અને ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 7 જાન્યુઆરી 2025 છે.

એસબીઆઇ ક્લાર્ક ભરતી ની વધુ માહિતી જેમકે ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી અહીં આપવામાં આવેલી છે, ઉમેદવારોને ખાસ વિનંતી છે કે આર્ટીકલ ને અંત સુધી જરૂર વાંચે અને માહિતી સારી લાગે તો તમારા દરેક ગ્રુપમાં આ મેસેજ આગળ શેર કરજો.

SBI Clerk Recruiment 2024

ભરતી સંસ્થા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
પોસ્ટજુનિયર એસોસિયેટ ક્લાર્ક
ખાલી જગ્યા 13735
એપ્લિકેશન મોડ ઓનલાઇન
અરજી શરૂ થયા તારીખ 17 ડિસેમ્બર 2024
ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 7 જાન્યુઆરી 2025

ગુજરાતમાં કેટલી જગ્યા છે?

એસબીઆઇ બેન્ક દ્વારા કુલ 13735 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે, તેમાંથી ગુજરાતમાં 1073 જગ્યા છે. અરજી કરવા માટે ઉમેદવારો બેંકની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.

શૈક્ષણિક લાયકાત

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની ક્લાર્કની આ ભરતીમાં ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે. આ સિવાય ઈન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડીગ્રી સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમણે 31 ડિસેમ્બર 2024 ના રોજ અથવા તે પહેલા તેમની ડિગ્રી પૂર્ણ કરી લીધી છે.

અરજી કેવી રીતે કરવી?

sbi ક્લાર્ક ની આ ભરતીમાં યોગ્ય લાયકાત ધરાવતા અને ઈચ્છુક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે, ઓનલાઇન અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in/web/careers/current-openings આ છે.

પરીક્ષા લગત અગત્યની તારીખો.

તમને જણાવી દઈએ કે આ ભરતી માટે અરજી પ્રક્રિયા 17 ડિસેમ્બર થી શરૂ થઈ ગયેલી છે. અડધી કરવાની છેલ્લી તારીખ 7 જાન્યુઆરી 2025 છે. ત્યારબાદ તેની પસંદગી પ્રક્રિયા નો પ્રથમ તબક્કો એટલે કે પ્રિલિમ્સ પરીક્ષા હશે તેની તારીખ હજી સુધી જાહેર કરવામાં આવેલી નથી પરંતુ એવું માનવામાં આવે છે કે આ પરીક્ષા ફેબ્રુઆરી 2025 માં લેવામાં આવશે અને તે પછી માર્ચ એપ્રિલ 2025 માં મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાઓ પછી ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ રાઉન્ડમાંથી પસાર થવું પડશે. જે ઉમેદવારો આ તમામ તબક્કાઓને પૂર્ણ રીતે પાર કરશે તેઓ આ પોસ્ટ માટે યોગ્ય ગણાશે.

કેવી હશે પરીક્ષાની પેટન?

આ ભરતીના પ્રથમ તબક્કામાં ઉમેદવારોએ દ્વિસ્તરીય પરીક્ષાઓમાંથી પસાર થવું પડશે.

  1. પ્રથમ પ્રિલીન્સ પરીક્ષા હશે તેમાં 100 પ્રશ્નો હશે જે એક કલાકમાં પૂર્ણ કરવાના રહેશે તેના કુલ 100 ગુણ હશે.
  2. મુખ્ય પરીક્ષામાં 190 પ્રશ્નો હશે જે બે કલાક અને 40 મિનિટમાં પૂર્ણ કરવાના રહેશે અને તેના 200 ગુણ હશે.

નોટિફિકેશન

SBI ક્લાર્ક ભરતી 2024 સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરો

ઉમેદવારોને સૂચન છે કે એસબીઆઇ ક્લાર્ક ની  ભરતી માટે અરજી કરતાં પહેલાં આ લેખમાં આપેલ સત્તાવાર નોટિફિકેશન ને ધ્યાનપૂર્વક વાંચવું.

આને પણ વાંચો

સુપ્રીમ કોર્ટ દ્વારા 107 વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર : તમામ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

ગુજરાત મેરી ટાઈમ યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર : વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો.

અગત્યની લિંક

હોમ પેજ અહીં ક્લિક કરો
નોટિફિકેશન અહીં ક્લિક કરો

Leave a Comment