WhatsApp ગ્રૂપમાં જોડાવો!

SBI Clerk Recruiment : સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ક્લાર્ક ભરતી જાહેર, 13735 જગ્યાઓ માટે ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી.

SBI Clerk Recruiment : બેંકમાં નોકરી મેળવવાની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે નોકરીની ખૂબ સારી એવી તક આવી ગઈ છે. state bank of india દ્વારા ગ્રાહક સપોર્ટ અને વેચાણ વિભાગમાં જુનિયર એસોસિએટેડ પોસ્ટની કુલ 13735 બમ્પર જગ્યા ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. sbi એ ક્લાર્ક ની જગ્યા માટે ઉમેદવારોની પસંદગી કરવા હેતુથી ઓનલાઇન અરજીઓ મંગાવાની શરૂ કરી દીધી છે. આ ભરતીમાં લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો state bank of india ની ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.

એસ બી આઈ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની અંતિમ તારીખ, એપ્લિકેશન મોડ, વગેરે જેવી તમામ અગત્યની માહિતી વાંચવા માટે આ પોસ્ટને અંત સુધી અવશ્ય વાંચો અને ખૂબ જ મોટી ભરતી હોય તમારા દરેક ગ્રુપમાં તમારા દરેક મિત્રોને આ મેસેજ વધુને વધુ આગળ શેર કરો. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટની નિયમિત મુલાકાત લેવી. તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી.

SBI Clerk Recruiment

ભરતી સંસ્થા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
પોસ્ટ ક્લાર્ક
જગ્યા 13735
ગુજરાતમાં જગ્યા1073
એપ્લિકેશન મોડ ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 07-01-2025
ઓફિશિયલ વેબસાઈટ https://sbi.co.in/web/careers/current-openings

SBI ક્લાર્ક ભરતી 2024: શૈક્ષણિક લાયકાત.

  • ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી કોઈપણ વિદ્યા શાખામાં અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ સમકક્ષ લાયકાતમાં નિયમિત અથવા એક્સટર્નલ દ્વારા સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ.
  • સંકલિત દ્વિ ડીગ્રી પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે idb પાસ કરવાની તારીખ બેંક દ્વારા નિર્ધારીત પાત્રતાની તારીખે અથવા તે પહેલાની છે.
  • મેટ્રિકયુલેટેડ ભૂતપૂર્વ સૈનિકો જેમણે ભારતીય આર્મીનું શિક્ષણ વિશેષ પ્રમાણપત્ર અથવા નેવી અથવા એરફોર્સ માંથી સમકક્ષ પ્રમાણપત્ર મેળવ્યું છે, અને જેમણે સંઘના સશસ્ત્ર દળો માં ઓછામાં ઓછી 15 વર્ષની સેવા પૂર્ણ કરી છે તેઓ પણ આ પદ માટે પાત્ર છે.
  • ઉમેદવારોને જણાવવાની જરૂર થાય કે પ્રમાણપત્રો પાત્રતાની તારીખે અથવા તે પહેલાના હોવા જોઈએ અને દરેક ઉમેદવાર અંગ્રેજી લખતા અને બોલતા આવડતું હોવું જોઈએ.

SBI ક્લાર્ક ભરતી 2024: વય મર્યાદા.

state bank of india ની આ ભરતીમાં ઉમેદવારોની લઘુતમ ઉંમર મર્યાદા 20 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા 28 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઈટ પર જઈ આ પદો માટે અરજી કરી શકે છે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે અને અંતિમ તારીખ 7 જાન્યુઆરી 2025 છે.

અરજી ફી

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ક્લાર્ક પોસ્ટની પ્રિલિમ પરીક્ષા ફેબ્રુઆરીમાં અને મુખ્ય પરીક્ષા માર્ચ અને એપ્રિલ વચ્ચે કામ ચલાવો ધોરણે લેવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવારોએ અરજી ફી નીચે મુજબ ચૂકવવાની રહેશે.

  1. SC/ST/PWD/XS એ અરજી ફી તરીકે રૂપિયા 100 અને
  2. GENERAL /OBC એ 600 આપવા પડશે.

SBI ક્લાર્ક ભરતી 2024: પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટ નો સમાવેશ થાય છે જેમાં પ્રારંભિક અને મુખ્ય પરીક્ષા.

પ્રિલીમ્સ પરીક્ષા માં અંગ્રેજી ભાષા જથ્થાત્મક અને તર્ક ક્ષમતાઓનો સમાવેશ થશે જેનો સમયગાળો 100 ગુણ સાથે એક કલાકનો રહેશે. જ્યારે

મુખ્ય પરીક્ષા માં સામાન્ય અને નાણાકીય જાગૃતિ, અંગ્રેજી, જથ્થાત્મક, તર્ક ક્ષમતા અને કમ્પ્યુટર યોગ્યતાનો સમાવેશ થાય છે.

કસોટીમાં લાયકાત ધરાવતા ઉમેદવારો સંબંધિત શ્રેણીઓમાં ઉતરતા ક્રમમાં હશે. ખાલી જગ્યાઓની સંખ્યાના આધારે, દરેક ખાલી જગ્યા માટે વધુમાં વધુ ત્રણ ઉમેદવારોના રશિયામાં લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી માત્ર અમુક ચોક્કસ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  1. એસબીઆઇ ક્લાર્ક ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સૌપ્રથમ બેંકની સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in/ પર જવું.
  2. ત્યાં જોબ સેક્શનમાં ચાલુ ભરતી ઉપર ક્લિક કરો.
  3. અહીં નોટિફિકેશન અને એપ્લિકેશન ઓપ્શન દેખાશે.
  4. એપ્લિકેશન ઉપર ક્લિક કરી તમામ માહિતી ભરવી.
  5. અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા.
  6. ઓનલાઇન મોડ થી અરજી ફી ભરવી અને
  7. ફોર્મને સબમીટ કરી તેની પ્રિન્ટ મેળવવી.

આને પણ વાંચો

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં પટાવાળા ની પોસ્ટ માટે નવી ભરતી જાહેર માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

પીએસઆઇ અને લોકરક્ષક ની શારીરિક પરીક્ષાની તારીખ જાહેર જાણો માહિતી અહીં ક્લિક કરો

અગત્યની લીંક

Home Page Click Here
NotificationClick Here
Apply Online Click Here

વારંવાર પૂછાતા પ્રશ્નો.

SBI ક્લાર્ક ભરતી 2024 માં કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

  • ભારત ભર માં 13,735 જગ્યાઓ માટે.

ગુજરાતમાં કુલ કેટલી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી થશે?

  • 1073 જગ્યાઓ માટે.

SBI ક્લાર્ક ભરતી 2024 ઉમેદવારો ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકે છે?

  • સત્તાવાર વેબસાઈટ પર જઈ ને

SBI ક્લાર્ક ભરતી 2024 ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

  • 07-01-2025

Leave a Comment