WhatsApp ગ્રૂપમાં જોડાવો!

PM Awas Yojna 2.0 Online Apply : પીએમ આવાસ યોજના હેઠળ એક કરોડ નવા ઘરો માટે શરૂ થઈ અરજી પ્રક્રિયા, જાણો સંપૂર્ણ માહિતી.

PM Awas Yojna 2.0 Online Apply : પ્રધાનમંત્રી આવાસ યોજના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના 2.0 રજૂ કરી રહી છે. તેમાં લોકોને ઘર તૈયાર કરવા માટે આર્થિક સહાયતા આપવામાં આવશે. શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે નબળા તથા મધ્યમ વર્ગના પરિવારો માટે 9 ઓગસ્ટ 2024 ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા પીએમ આવાસ યોજના 2.0 મંજૂરી આપવામાં આવી છે.

આ યોજના હેઠળ એક કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રતિ યુનિટ રૂપિયા 2.30 લાખ મંજૂર કરવામાં આવશે. આ યોજના હેઠળ છેલ્લા તબક્કામાં શહેરી વિસ્તારોમાં 1.18 કરોડ મકાનોને મંજૂરી આપવામાં આવી હતી.

85.5 લાખ થી વધુ મકાનો બનાવીને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે. આ યોજના ભારત ભરમાં વિવિધ ક્ષેત્રોમાં લાગુ કરવામાં આવશે, જેમકે બેનિફિશિયરી લેડ કન્ટ્રક્શન, અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ, ઓફરડેબલ રેન્ટલ હાઉસિંગ અને વ્યાજ સબસીડી સ્કીમ.

પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ એક કરોડ નવા મકાનો માટે ઓનલાઇન અરજીઓ શરૂ થઈ ગયેલ છે. આ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? ઓનલાઈન અરજી કોણ કરી શકે? ઓનલાઇન અરજી કરવા માટે કેટલા ડોક્યુમેન્ટ જોઈએ? તેની તમામ માહિતી નીચે મુજબ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 માટે કોણ અરજી કરી શકે?

  • શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે નબળા તથા મધ્યમ વર્ગના પરિવારો.

સહાયનું ધોરણ

  • આ યોજના અંતર્ગત લાભાર્થીને મકાન બનાવવા માટે 2.30 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર છે.

જરૂરી દસ્તાવેજો ની યાદી.

  • અરજદાર અને તેના પરિવાર સભ્યોની આધારની વિગતો
  • અરજદારનું સક્રિય બેંક ખાતુ
  • આધારકાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ.
  • આવકનો દાખલો
  • જાતિ અંગેનું પ્રમાણપત્ર
  • જમીનના દસ્તાવેજો( જો તમારે પોતાનો પ્લોટ હોય અને તેના માટે બાંધકામની અરજી કરતા હોવ તો )

ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ.

  1. પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 માટે અરજી કરવા સૌ પ્રથમ પહેલા પીએમ આવાસ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ https://pmay-urban.gov.in/ પર જવું.
  2. તેમાં “APPLY FOR PMAY 2.0- U” પર ક્લિક કરો.
  3. યોજનાની સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો અને આગળ વધો.
  4. તમારી વાર્ષિક આવક સહિતની વિનંતી કરેલો વિગતો આપીને તમારી પાત્રતા એટલે કે એલિજીબીલીટી તપાસો.
  5. ચકાસણી માટે તમારી આધાર વિગતો દાખલ કરો.
  6. ત્યારબાદ સરનામું અને આવકના પુરાવા જેવી વિગતો સાથે નોંધણી ફોર્મ ભરો.
  7. સંપૂર્ણ વિગતો ભરાઈ ગયા બાદ ફોર્મને સબમીટ કરો.

આને પણ વાંચો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓ માટે નવી યોજના શરૂ કરવામાં આવી જેમાં મહિલાઓને મળશે દર મહિને 7 હજાર રૂપિયા. જાણો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો.

આને પણ વાંચો ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ માટે lic ની ગોલ્ડન જુબલી સ્કોલરશીપ જાહેર, જાણો કેવી રીતે કરવી અરજી અને કેટલી મળશે સહાય? માહિતી માટે અહીં ક્લિક કરો.

અગત્યની લિંક

Home Page Click Here
PMAY Official website Click Here

વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ને મંજૂરી ક્યારે મળી?

  • કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા 9 ઓગસ્ટ 2024 ના રોજ.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત કેટલા મકાનોને મંજૂરી મળી?

એક કરોડ નવા મકાનો બનાવવા માટે

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવા માટે કેટલા રૂપિયાની સહાય મળે?

  • 2 લાખ 30 હજાર રૂપિયા

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કોણ અરજી કરી શકે?

  • આર્થિક રીતે નબળા વર્ગના લોકો.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

Leave a Comment