WhatsApp ગ્રૂપમાં જોડાવો!

LIC વીમા સખી યોજના જાહેર : મહિલાઓને દર મહિને મળશે 7 હજાર રૂપિયા, LIC દ્વારા નવી સ્કીમ જાહેર, જાણો આ યોજનાની સંપૂર્ણ માહિતી.

Lic Vima Sakhi Yojna : એલ.આઇ.સી વીમા સખી યોજના : ભારતીય જીવન વીમા નિગમ દરેક શ્રેણી માટે વીમા પોલિસી લઈને આવતું રહેતું હોય છે. હવે સરકારી વીમા કંપનીએ મહિલાઓ માટેની એક નવી સ્કીમની શરૂઆત કરી દીધી છે, આ સ્કીમ હેઠળ દર મહિને ઓછામાં ઓછા સાત હજાર રૂપિયાનો મહિલાઓને લાભ મળી શકે છે. સોમવારે 9 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનું નામ મહિલા ભીમા સખી યોજના છે જે ભારતીય જીવન વીમા નિગમ દ્વારા મહિલાઓને આર્થિક રીતે સશક્તિકરણ કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી છે.

વીમા સખી યોજના નો ઉદ્દેશ્ય : એક વર્ષમાં એક લાખ વીમા સખીઓને ક્રમાંકિત કરવાનો, ગ્રામીણ મહિલાઓને વીમા એજન્ટ બનાવવાનો, હજી વિકાસ કમાવવા અને ગ્રામીણ વિસ્તારોમાં વીમા વિશે જાગૃતિ વધારવાની તક પૂરી પાડવાનો છે. lic વીમા સખી યોજના માત્ર ગામડાની મહિલાઓ માટે જ આજીવિકા ની નવી તકો ઉભી કરી એવું નથી પરંતુ ભારતના વંચિત વિસ્તારોમાં પણ વિમા પહોંચવામાં પણ સુધારો કરશે તેવી અપેક્ષા છે.

સામાજિક કલ્યાણ અને બિઝનેસ વૃદ્ધિ સાથે જોડીને એલઆઇસીની પહેલનો હેતુ મહિલાઓને સશક્તિકરણ કરવાનો અને નાણાકીય સમાવેશના વ્યાપક ધ્યેયમાં યોગદાન આપવાનો છે.

આ યોજનાનો લક્ષ્યાંક 18 થી 70 વર્ષની વય જૂથની મહિલાઓ છે, જેમણે ઓછામાં ઓછું 10 મા ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું હોય. એલ.આઇ.સી તેની મહિલા સશક્તિકરણ ઝુંબેશ હેઠળ અગામી 12 મહિનામાં એક લાખ વીમા સખીઓ અને ત્રણ વર્ષમાં બે લાખ વીમા સખીઓની નોંધણી કરાવવાની યોજના ધરાવે છે.

યોજનાની વિશેષતા.

  • આ યોજનામાં ભાગ લેનારી મહિલાઓને પોલીસના વેચાણમાંથી મળેલા કમિશન ઉપરાંત પ્રારંભિક ત્રણ વર્ષ માટે એક નિશ્ચિત સ્ટાઈપંડ આપવામાં આવશે.
  • મહિલાઓની અંદાજ એક માસિક આવક 7000 રૂપિયા થી શરૂ થશે.
  • વ્યક્તિઓને પ્રથમ વર્ષ દરમિયાન દર મહિને ₹7,000 મળશે.
  • બીજા વર્ષમાં માસિક ચુકવણી ઘટીને 6,000 રૂપિયા થઈ જશે.
  • જ્યારે ત્રીજા વર્ષ સુધીમાં રકમ ઘટીને 5000 રૂપિયા થશે.
  • જે મહિલાઓ વીમા વેચાણ લક્ષ્યાંક હાંસલ કરશે અથવા તેનાથી વધુ કરે છે તેમને વધારાના કમિશન આધારે તો પ્રોત્સાહન મળશે.

આ યોજના હેઠળ કામ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. આ ઉપરાંત એલ.આઇ.સી દ્વારા એજન્ટોને તાલીમ પણ આપવામાં આવશે. કાર્યક્રમમાં નોંધણી કરીને મહિલાઓને પ્રથમ ત્રણ વર્ષ માટે વિશેષ તાલીમ અને નાણાકીય સાક્ષરતા સહાય પ્રાપ્ત થશે. સ્નાતક થયેલા વીમા સખીઓને lic એજન્ટ તરીકે કામ કરવાની તક મળશે અને તેઓ કંપનીમાં વિકાસ અધિકારીની ભૂમિકા માટે પણ પાત્ર બની શકે છે.

કોણ અરજી કરી શકે છે?

  1. 18 થી 50 વર્ષની વયની મહિલાઓ આ પ્રોગ્રામ માટે અરજી કરવા માટે પાત્ર છે.
  2. લઘુતમ લાયકાતો 10 ધોરણ પાસ કરેલ મહિલાઓ આ માટે અરજી કરી શકે છે.
  3. ગ્રામીણ વિસ્તારમાં રહેતી મહિલાઓને આમાં પ્રાધાન્ય આપવામાં આવશે.
  4. વર્તમાન એજન્ટો અને કર્મચારીઓના સંબંધીઓને આ યોજના હેઠળ અયોગ્ય ગણવામાં આવશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

રસ ધરાવતી મહિલાઓ LIC ની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે, નોંધણી ની વિગતો અને અરજી ફોર્મ સત્તાવાર એલ.આઇ.સી વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ.

  • તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો.
  • ઉંમરનો પુરાવો.
  • સરનામાનો પુરાવો.
  • ધોરણ 10 પાસ નું પ્રમાણપત્ર.

ઉપરોક્ત ત્રણેય દસ્તાવેજો મહિલા દ્વારા સ્વપ્રમાણિત કરેલ હોવા જોઈએ.

આને પણ વાંચો lic ગોલ્ડન જુબલી સ્કોલરશીપ જાહેર જાણો કોણ કરી શકે છે અરજી અને કેટલા રૂપિયાની મળશે સહાય સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો

આને પણ વાંચો દીકરીઓના ભણતર માટે ઉપયોગી એવી ખૂબ જ અગત્યની નમો લક્ષ્મી યોજનામાં આવ્યા ખૂબ મોટા ફેરફાર, માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

અગત્યની લિંક

Home Page Click Here
Lic official website Click Here

Leave a Comment