WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Air Force Bharti 2024: એરફોર્સમાં અગ્નિવીર ભરતી જાહેર , જાણો સંપૂર્ણ માહિતી.

Air Force ભરતી : ભારતીય વાયુસેના દ્વારા અગ્નિ વીર એરના પદ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. એરફોર્સમાં જોડાવાની તૈયારી કરી રહેલા યુવાનો માટે ખૂબ જ સારી તક છે. આ ભરતી નું નોટિફિકેશન એરફોર્સની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યો છે. રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ agnipathvayu.cdac.in પર જઈ નોટિફિકેશન વાંચી શકે છે અને આ ભરતી માટે અરજી કરી શકે છે. એરફોર્સ અગ્નિવર વાયુ ભરતી માટે અગત્યની માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા અરજી ફી સિલેક્શન પ્રોસેસ અને ઓનલાઈન અરજી કરવાની અગત્યની તારીખ તમામ બાબતો અહીં મૂકવામાં આવેલી છે. માહિતી સારી લાગે તો તમારા દરેક ગ્રુપમાં આગળ શેર કરવાનું ભૂલશો નહીં.

Air Force Bharti

સંસ્થા ભારતીય વાયુસેના
પોસ્ટ અગ્નિ વીર
અરજી મોડ ઓનલાઇન
વેબસાઈટ agnipathvayu.cdac.in

અરજી પ્રક્રિયા ક્યારે શરૂ થશે?

અગ્નિ વીર એરના પદ માટે વાયુસેનાની આ અરજી પ્રક્રિયા સાત જાન્યુઆરી 2025 થી શરૂ થશે અને ઉમેદવારો 27 જાન્યુઆરી 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી માટે ખાલી જગ્યાઓ ની વિગત હજુ સુધી બહાર પાડવામાં આવી નથી. આ ભરતી દ્વારા ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કાઓ દ્વારા કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષા લેવાશે તેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ ભરતી પરીક્ષા 12 માર્ચે યોજાશે.

ફેઝ 3 માં શું થશે?

લેખિત પરીક્ષા પછી ફેસ ટુ માં શારીરિક કસોટી થશે અને ફેઝ ટુમાં શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારો ફેસ થ્રીમાં ભાગ લેશે. પ્રથમ તબક્કાની ઓનલાઇન પરીક્ષા બાદ ઉમેદવારોએ મેળવેલા નોર્મલાઈઝ્ડ માર્ક પર કટ ઓફ લાગુ કરવામાં આવશે અને રાજ્યવાર શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. આ ઉમેદવારો ફેઝ ટુની ફિઝિકલ ટેસ્ટ માટે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ફેસ થ્રી માં મેડિકલ પરીક્ષા થશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે તે ઉમેદવારો અરજી કરી શકે છે કે જે ધોરણ બારમાં ગણિત ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજીમાં મિનિમમ 50% નંબર સાથે પાસ હોય અથવા મિનિમમ 50% સાથે મેકેનિકલ/ ઇલેક્ટ્રિકલ /ઓટોમોબાઇલ /કમ્પ્યુટર વિજ્ઞાન / ઇન્સ્ટમેટેસન ટેકનોલોજી /આઈટીઆઈ માં એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલ હોય. આ સિવાય ઉમેદવાર પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ભૌતિકશાસ્ત્ર અને ગણિત સાથે બે વર્ષનો વોકેશનલ કોર્સ જેમાં કુલ 50% અને અંગ્રેજીમાં 50 કા ગુણ હોવા જોઈએ.

મેડિકલ પરીક્ષા માટે યોગ્યતા

પુરુષ અને મહિલા ઉમેદવારોની લંબાઈ 152 સેન્ટીમીટર નિર્ધારિત કરવામાં આવી છે. ઉતરાખંડમાં મહિલાઓની લંબાઈ 147 સેન્ટીમીટર નિર્ધારિત છે જ્યારે લક્ષ્ય દિપ માં મહિલાઓ માટે ઊંચાઈ 150 cm છે. આ ભરતી માટે 17.5 થી 21 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો અનુસાર છૂટ આપવામાં આવશે.

અરજી ફી

જનરલ/ ઓબીસી અને ઇ ડબલ્યુ એસ કેટેગરીના ઉમેદવારોને 550 રૂપિયા ફી ચૂકવવી પડશે જ્યારે એસસી કેટેગરી એસટી કેટેગરી અને સામાજિક રીતે દિવ્યાંગ ઉમેદવારોએ સો રૂપિયા ફી ચૂકવવી પડશે.

પગાર

આ ભરતીમાં જે ઉમેદવારોની પસંદગી થશે તેમને દર મહિને 30 હજાર રૂપિયા શરૂઆતથી પગાર મળશે જે બીજા વર્ષે વધીને 33 હજાર થશે અને ત્રીજા વર્ષે વધીને 36,500 થઈ જશે તેમજ ચોથા વર્ષે આ પગાર વધીને 40 હજાર રૂપિયા પ્રતિ માસ કરી દેવામાં આવશે.

આને પણ વાંચો

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ક્લાર્કની 13,735 જેટલી બમ્પર જગ્યાઓ માટે ભરતી જાહેર જાણો સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો.

નવોદય વિદ્યાલય ધોરણ 6 માટે પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયેલ છે. અહીં ક્લિક કરો

અગત્યની લિંક

Home page Click Here
Notification Click Here
Official Website Click Here

માહિતી સારી લાગે તો તમારા દરેક ગ્રુપમાં વધુને વધુ આગળ શેર કરવા નમ્ર વિનંતી છે

Leave a Comment