હેલ્થ ટીપ્સ : Health Tips : Body Weight Loss Tips : Bally Fat Burning Drink: આજકાલ ભાગદોડ વાળી જિંદગીના કારણે તેમજ ખરાબ ખાનપાન અને કસરતના અભાવના કારણે મોટાભાગના લોકોના પેટ અને કમરની આસપાસ ચરબીનો ભાગ લડી પડતો હોય છે, મોટાભાગના લોકોનું પેટ બહાર નીકળી જતું હોય છે અને બોડીનો શેપ વિખાઈ જતો હોય છે. તે ગમે તેવા સારા કપડાં પહેરે પરંતુ સારા લાગતા નથી અને માત્ર એક જ ચિંતા અરીસા સામે જોઈ કરતા હોય છે ત્યાં પેટની ચરબી ઘટાડવી કેવી રીતે. ઘણીવાર પેટની ચરબી તમારા માટે શરમમાં મુકવાનું કારણ પણ બની જતી હોય છે મોટું પેટ તમારી પર્સનાલિટી ઉપર ખૂબ મોટી અસર કરે છે. મોટું પેટ તમારી સુંદરતા ઘટાડવાની સાથે સાથે સ્વાધ્યાય ને લગતી પણ ઘણી સમસ્યાઓ ઉભી કરે છે, જેમકે ડાયાબિટીસ, હૃદય રોગ હાઈ બ્લડ પ્રેશર.
જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હો અને તમારું મોટું પેટ ઓછું કરવા તેમજ બોડીને શેપમાં લાવવા ઈચ્છતા હોવ તો અમે તમારા માટે એવા ઘરગથ્થુ ઉપાય લઈને આવ્યા છીએ જેને અપનાવવાથી તમે માત્ર એક મહિનાની અંદર જ ખૂબ સારું એવું રીઝલ્ટ મેળવી શકો છો. ઘણા લોકોને જાણવાની જિજ્ઞાસા રહે છે કે પેટની ચરબી કેવી રીતે ઘટાડવી તો તેવા લોકો માટે અમે આજે એવી એક મોર્નિંગ ડ્રિન્ક વિશે જણાવી રહ્યા છીએ જેનું નિયમિત માત્ર એક મહિના સેવન કરવાથી ખૂબ સારું એવું રીઝલ્ટ મેળવી શકાશે.
પેટ ઓછું કરવા આ છે બેસ્ટ મોર્નિંગ ડ્રિન્ક:
તમારા રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે તેવી કેટલીક સાધારણ સામગ્રીથી આ ડ્રિંકને તૈયાર કરી શકો છો જેમાં.
1) મેથીનું પાણી:
મેથીના દાણામાં સોલ્યુબલ ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ હોય છે જે પાચનમાં સુધારો કરે છે અને શરીરમાંથી બોક્સિંગને બહાર કાઢવામાં મદદ કરે છે. તે ભૂખને કંટ્રોલ કરવામાં અને ઓવર વેઈટિંગ ને રોકવામાં મદદ કરે છે.
મેથીનું પાણી બનાવવાની રીત :
- એક ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળીને રાખો.
- સવારે તેને ગાળીને ખાલી પેટ પીવું.
- માત્ર એક મહિનો આ ડ્રીંક રોજ સવારે પીવાથી પેટમાં જામેલી ચરબીના થર સરળતાથી ઓગળવા લાગે છે.
2) જીરાનું પાણી
જીરા નું પાણી ચરબી ઘટાડવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તે મેટાબોલીઝમ વધારે છે અને પેટનો સોજો ઓછો કરે છે. તેથી વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
જીરા નું પાણી કેવી રીતે બનાવવું :
- એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું નાખીને આખી રાત પલાળી રાખો.
- સવારે તેને સહેજ ગરમ કરીને ખાલી પેટ પીવો.
- માત્ર એક મહિનો આ મોર્નિંગ ડ્રિંક્સ પીવાથી તમારા શરીરમાં ભેટ ઉપર જામેલી વધારાની ચરબી ઓગળવા લાગશે અને શરીર શેપમાં આવવા માંડશે.
3) લીંબુ અને મધનું પાણી
લીંબુ અને મધનું મિશ્રણ શરીરમાં જમા થયેલી ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. તે પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે. આ પાણી ઘણા લોકો માટે ચમત્કાર કરી શકે છે.
લીંબુ મધનું પાણી બનાવવાની રીત :
- એક ગ્લાસ હુંફાળું પાણીમાં અડધો લીંબુ નીચોવી તેમાં એક ચમચી મધ ઉમેરો.
- અને રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ.
- જોત જોતા માં ખૂબ જ ફાયદો થવા લાગશે.
4) ગ્રીન ટી
ગ્રીન ટી માં હાજર કે કેટેચીન ફેટ બર્ન કરવાની પ્રક્રિયાને ખૂબ ઝડપી બનાવે છે. તે મેટાબોલીઝમ વધારીને વજન ઘટાડવામાં મદદ કરે છે.
ગ્રીન ટી કેવી રીતે પીવી જોઈએ?
દરરોજ સવારે અને સાંજે ગ્રીન ટીનું સેવન કરો.
આ ઉપાયો અપનાવતી વખતે આ બાબતો નું જરૂર ધ્યાન રાખો:
- બેલેન્સ ડાયટ : વજન ઘટાડવા માટે માત્ર પાણી પીવું પૂરતું નથી. તમારા ડાયટમાં ફાઇબર, પ્રોટીન અને ઓછા ફેટ વાળા ફૂડનો સમાવેશ કરો. જંક ફૂટ અને તળેલા ખોરાકને ખાવાનું ટાળો.
- કસરત: યોગ, વોક અથવા અન્ય ફિઝિકલ એક્ટિવિટી નિયમિતપણે કરવી.
- હાઇડ્રેશન : દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવો જેથી શરીર હાઇડ્રેડ રહે.
- ઊંઘ : દરરોજ 7 થી 8 કલાક ઊંઘવું જોઈએ, પૂરતો આરામ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
- ધૈર્ય રાખો: ઘરેલુ ઉપચાર પરિણામો લાવવા માટે સમય લાગી શકે છે, પરંતુ પ્રક્રિયા સલામત છે અને લાંબા સમય સુધી અસરકારક છે માટે ધૈર્ય રાખવું ખૂબ જરૂરી છે.
જો તમે નિયમિત રૂપે ઉપર જણાવેલા ઉપાયો અપનાવશો તો તમે એક મહિનામાં તમારા પેટની ચરબી ઓછી કરી શકો છો. સૌથી મોટી વાત એ છે કે તમે તમારી લાઈફ સ્ટાઈલમાં અનુસાસન લાવો અને હેલ્ધી આદતો અપનાવો. યાદ રાખો નેચરલ અને ઘરગથ્થુ ઉપાયોની અસર ભલે ધીમે ધીમે થાય પરંતુ સ્વાધ્યાય માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને ફાયદાકારક છે.
આને પણ વાંચો.
પીળા દાંતને મોતી જેવા ચમકતા કરી દેશે આ સરળ ઘરગથ્થુ ઉપાય, જાણો માહિતી અહીં ક્લિક કરો.
(ડિસ્ક્લેમર : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે, કોઈપણ ઉપાય અજમાવતા પહેલા એક્સપર્ટ ની સલાહ લેવી એ આવશ્યક છે, અમારી વેબસાઈટ આની કોઈ પુષ્ટિ કરતું નથી )