કચ્છ રોણોત્સવ : કચ્છ રોણોત્સવની શરૂઆત થઈ ગઈ છે, પ્રવાસીઓનું કચ્છના સફેદ રણ ખાતે આગમન થઈ રહ્યું છે. ત્યારે રણોત્સવ સુધી પહોંચવા માટે હવે ગુજરાત સરકાર દ્વારા નવી બસ સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે અમદાવાદ એરપોર્ટ થી સીધા રોણોત્સવ સુધી પહોંચી શકાશે.
જીએસઆરટીસી અને ગુજરાતના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજથી અમદાવાદ એરપોર્ટ જવા માટે નવી વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરાયો છે. અમદાવાદ એરપોર્ટ થી ઘોરાડો માટે નવી વોલ્વો બસ સેવા દૈનિક ધોરણે સંચાલિત થશે.
કચ્છના આકર્ષક પ્રવાસન સ્થળોની મુલાકાત માટે જીએસઆરટીસી અને પ્રવાસન વિભાગ દ્વારા રણોત્સવ ઘોરાડો ખાતે ટુરિસ્ટ સર્કિટ બસ સેવાનો પણ પ્રારંભ કરાયો છે. વધુમાં રણોત્સવ વખતે સમરસ પાર્કિંગ થી વોચ ટાવર સુધી જવા માટે પ્રવાસન વિભાગ અને જીએસઆરટીસી ના સંયુક્ત ઉપક્રમે હોપ ઓન હોપ ઓફ બસ સેવાનો પ્રારંભ થઈ ચૂકેલ છે જેને પ્રવાસીઓ દ્વારા સારો પ્રતિસાર મળી રહ્યો છે.
કચ્છમાં રણકશાવો 2023 24 માં 7.42 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી.
દેશ વિદેશના પ્રવાસીઓના ફેવરેટ ગણાતા રણ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે. રણોત્સવની મુલાકાત દરમિયાન પ્રવાસીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ એડવેન્ચર સ્પોટ એક્ટિવિટી પણ યોજવામાં આવે છે. રણોત્સવ 2024 25 માં એડવેન્ચર ઝોન 20 અલગ અલગ એડવેન્ચર પ્રવૃત્તિઓ જેવી કે પેરા મોટરિંગ, એટીવી રાઈડ વગેરે, ચિલ્ડ્રન એક્ટિવિટી વિથ ફંડ નોલેજ પાર્ક 10 અલગ અલગ પ્રવૃત્તિઓ, જેમકે ન્યુટ્રીશન ની સમજ આપતી ગેમ અને એક્ટિવિટી, વી આર ગેમ ઝોન વગેરે નું આયોજન કરવામાં આવ્યું છે.
દેશ-વિદેશના સહેલાણીઓ માં ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર પ્રત્યે અનેરૂ આકર્ષણ ધરાવે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વ સ્તરે લઈ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે ઉતરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સૌંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યા છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન તારીખ 26 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2024 સુધી 20 દિવસના સમયગાળામાં રાજ્યના 16 પ્રવાસન આકર્ષણ અને યાત્રાધામની 61 લાખ 70, હજાર 716 લોકોએ મુલાકાત લીધી હતી.
આને પણ વાંચો ઘરે બેઠા કરો રાશનકાર્ડ નું kyc ઓનલાઇન, જાણો સરળ સ્ટેપ ગુજરાતીમાં…. માહિતી માટે અહીં ક્લિક કરો