સુપ્રીમ કોર્ટ ભરતી 2024 : Suprime Court Recruiment 2024: સુપ્રીમ કોર્ટમાં નોકરી મેળવવાની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર આવી ગયા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર કોર્ટ માસ્ટર વરિષ્ઠ અંગત સહાયક અને અંગત મદદનીશ ની જગ્યાઓ ઉપર ઉમેદવારોની પસંદગી કરવા માટે રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ઉમેદવારે સુપ્રીમ કોર્ટની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
સુપ્રીમ કોર્ટની આ ભરતી ની વિગતવાર માહિતી જેમકે પોસ્ટની ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી, શૈક્ષણિકલ લાયકાત પગાર ધોરણ ઉંમર મર્યાદા અરજી ફી સિલેક્શન પ્રોસેસ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરશો તેની તમામ વિગતવાર માહિતી અહીં આપવામાં આવેલી છે. રસ ધરાવતા ઉમેદવારોને ભલામણ છે કે આર્ટીકલ ને અંત સુધી જરૂરથી વાંચે અને માહિતી યોગ્ય લાગે તો તમારા ગ્રુપમાં અને મિત્ર મંડળમાં આગળ શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આ ભરતી વિશે તમામ માહિતી.
Suprime Court Recruiment 2024
ભરતી સંસ્થા | સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા |
પોસ્ટ | વિવિધ |
ખાલી જગ્યા | 107 |
અરજી મોડ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/12/2024 |
સુપ્રીમ કોર્ટ ભરતી ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી.
પોસ્ટ | જગ્યા |
કોર્ટ માસ્ટર | 31 |
વરિષ્ઠ અંગત સહાયક | 33 |
અંગત મદદનીશ | 43 |
કુલ | 107 |
સુપ્રીમ કોર્ટ ભરતી શૈક્ષણિક લાયકાત
કોર્ટ માસ્ટર
- ભારતમાં માન્ય યુનિવર્સિટી ની કાયદાની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
- 120 ડબલ્યુપીએમ ની ઝડપ સાથે અંગ્રેજીમાં (શોર્ટ હેન્ડ )નીપુણ હોવા જોઈએ.
- 40 ડબલ્યુ પી એમની ટાઈપિંગ સ્પીડ સાથે કમ્પ્યુટર ઓપરેટર નું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
- અનુભવ : સરકારી/જાહેર ક્ષેત્રના ઉપક્રમો/વૈધાનિક સંસ્થાઓમાં ખાનગી સચિવ/વરિષ્ઠ પીએ /પીએ/ વરિષ્ઠ સ્ટેનોગ્રાફર ની કેડરમાં ઓછામાં ઓછી પાંચ વર્ષની નિયમિત સેવા.
વરિષ્ઠ અંગત સહાયક
- માન્ય યુનિવર્સિટી ની કાયદાની ડીગ્રી.
- 110 ડબ્લ્યુ પી એમ ની ઝડપ સાથે સોટ હેન્ડ (અંગ્રેજી)માં નિપુણ હોવા જોઈએ.
- 40 ડબલ્યુપીએમ ની ટાઈપિંગ સ્પીડ સાથે કમ્પ્યુટર ઓપરેટર નો જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
અંગત મદદનીશ
- માન્ય યુનિવર્સિટી માંથી કાયદાની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ.
- 100w પી એમ ની ઝડપ સાથે સોટહેન્ડ (અંગ્રેજી)માં નીપુણ હોવા જોઈએ.
- 40 ડબલ્યુ પીએમ ની ટાઈપિંગ સ્પીડ સાથે કોમ્પ્યુટર ઓપરેટર નો જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
સુપ્રીમ કોર્ટ ભરતી વય મર્યાદા :
સુપ્રીમ કોર્ટની આ ભરતીમાં પોસ્ટ મુજબ ઉંમર મર્યાદા અલગ અલગ છે જે નીચે મુજબ છે.
પોસ્ટ | ઉંમર મર્યાદા |
કોર્ટ માસ્ટર | 30 થી 45 વર્ષ |
વરિષ્ઠ અંગત સહાયક | 18 થી 30 વર્ષ |
અંગત મદદનીશ | 18 થી 30 વર્ષ |
સુપ્રીમ કોર્ટ ભરતી પગાર ધોરણ :
સુપ્રીમ કોર્ટની આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે પગાર ધોરણ પણ અલગ અલગ છે જે નીચે આપેલ કોષ્ટકમાં દર્શાવેલ છે.
પોસ્ટ | પગાર |
કોર્ટ માસ્ટર | 67,700/- rs |
વરિષ્ઠ અંગત સહાયક | 47,600/- rs |
અંગત મદદનીશ | 44,900/- rs |
અરજી ફી
સુપ્રીમ કોર્ટ ની આ ભરતીમાં અરજી ફી નીચે મુજબ ભરવાની રહેશે. જે ડેબિટ કાર્ડ /ક્રેડિટ કાર્ડ /નેટબેન્કિંગ/ યુપીઆઈ મારફતે ઓનલાઈન ચૂકવવાની રહેશે.
કેટેગરી | અરજી ફી |
જનરલ / OBC/EWS | 1000/- ₹ |
SC/ST/ESM/PwD | 250/- ₹ |
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
સુપ્રીમ કોર્ટ ભરતી માં રસ ધરાવતા ઉમેદવારોએ સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઈટ https://www.sci.gov.in/recruitments/ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચના છે કે સુપ્રીમ કોર્ટ ભરતી માટે અરજી કરતાં પહેલાં આ લેખમાં આપેલ ભરતીનું નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવું અને ત્યારબાદ જ અરજી કરવી.
આને પણ વાંચો
અગત્યની લિંક
હોમ પેજ | અહીં ક્લિક કરો |
નોટિફિકેશન | અહીં ક્લિક કરો |