ગુજરાત સરકાર રાજ્યના લોકો માટે સતત સુવિધાઓ આપવા પ્રયત્નશીલ રહે છે. આ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ અધિકારી કાર્યાલય, બનાસકાંઠા – હેઠળ મહિલા સ્વાવલંબન ની યોજના દ્વારા મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગાર માટે બેન્ક લોન સહાય આપવામાં આવે છે .
ક્યા વ્યવસાય માટે મળશે લોન?
આ લોન બ્યુટી પાર્લર, સિલાઈ, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરતકામ, મોતીનું કામ, દૂધ ઉત્પાદન સહિત 307 વ્યવસાયોને આપવામાં આવે છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા બે લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કઈ મહિલાઓને મળશે લાભ?
- રાજ્યમાં 18 થી 65 વર્ષની ઉંમરની કોઈપણ મહિલા આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે.
કેટેગરી મુજબ સબસીડીના ધોરણો
- કુલ ખર્ચના 30 ટકા અથવા તો 60 હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે.
- અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વિધવા મહિલા અને 40% થી વધુ વિકલાંગતા ધરાવતી મહિલાઓને કુલ ખર્ચના 40% અથવા તો 70 હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.
અરજી મોકલવાનું સરનામું
બનાસકાંઠા જિલ્લાની બહેનોએ આ યોજના હેઠળ લાભ મેળવવો હોય તો તેઓએ નિયત અરજી પત્રકની બે નકલ દસ્તાવેજો સાથે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જોરાવર પેલેસ, જિલ્લા સેવાસદન 2, ત્રીજો માળ – પાલનપુર ખાતે મોકલવાની રહેશે. જિલ્લા મહિલા અને બાળ અધિકારી બનાસકાંઠા એ અખબારી યાદીમાં તેવું જણાવ્યું છે.
ખૂબ જ ઉપયોગી માહિતી હોય તમારા દરેક ગ્રુપમાં વધુને વધુ આગળ શેર કરવા વિનંતી છે.
આવી જ અવનવી અને ઉપયોગી માહિતી નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટની ડેઇલી મુલાકાત લેવી.
તમારા મોબાઇલમાં ડેઇલી અપડેટ મેળવવા માટે આજે જ અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જવું.
સોર્સ : ન્યુઝ 18 ગુજરાતી.