આધારકાર્ડ અપડેટ ન્યુઝ : અત્યારના આધુનિક યુગમાં લોકો સાથે ઘણા બધા સ્કેમ થતા જોવા મળી રહ્યા છે. કેમ એક એવી વસ્તુ છે કે જેના દ્વારા સ્કેમર તમારા ડોક્યુમેન્ટ નો ઉપયોગ કરીને તમારા બેંક એકાઉન્ટને અથવા તો તમારી અન્ય પ્રોપર્ટીને નુકસાન પણ પહોંચાડી શકે છે. આવાસ કેમ થી બચવા માટે તમારે શું કરવું જોઈએ તમે કેવી રીતે જાણી શકશો કે તમારા ડોક્યુમેન્ટ નો દૂર ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં? અને જો આવું કંઈ જાણવા મળે તો તેની ફરિયાદ કેવી રીતે કરશો વગેરે જેવી તમામ બાબતોની માહિતી અહીં મૂકવામાં આવેલી છે. આશા છે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે, અને માહિતી સારી લાગે તો આગળ શેર કરવાનું ભૂલશો નહીં.🙏
આધારકાર્ડ એ એક ઓળખ કાર્ડનું કાર્ય કરે છે. તેના દ્વારા વ્યક્તિની ઓળખ શું નિશ્ચિત થાય છે, તેથી આધાર કાર્ડ એ ભારતીય નાગરિકનું એક મહત્વનું ડોક્યુમેન્ટ છે. આધાર કાર્ડ નો ઉપયોગ લગભગ દરેક કામમાં થાય છે. આધારકાર્ડ માં તમારું નામ સરનામું મોબાઈલ નંબર તમારા ફિંગર પ્રિન્ટ વગેરે જેવી તમામ તમારી માહિતીઓ હોય છે, આવી સ્થિતિમાં જો તમારું આધાર કાર્ડ ખોટા હાથમાં ચાલ્યું જાય તો તે તમને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. માટે દરેક લોકોએ એ જાણવું જોઈએ કે આધાર કાર્ડનો દુરુપયોગ તો નથી થઈ રહ્યો ને? અને આ બાબત તપાસવી હવે ખૂબ સરળ અને આંગળીના ટેરવા ઉપર થઈ ગઈ છે. તમે જાતે જ તમારા ઘરે બેસી મોબાઈલ દ્વારા તમારા આધાર કાર્ડ ના ઉપયોગ વિશે જાણી શકો છો. છેલ્લા છ મહિના દરમિયાન તમારો આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થયો છે? તેની માહિતી પણ તમે મેળવી શકો છો. તમે આધાર કાર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા આ બધી વિગતો તપાસવી શકો છો અને તે પણ બિલકુલ ફ્રી….. તો ચાલો જાણીએ આધાર કાર્ડના ઉપયોગ વિશે માહિતી તપાસવા માટે તમારે કયા સ્ટેપ અનુસાર પડશે.
તમારા આધાર કાર્ડ નો દૂર ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તેની વિગતો તપાસવાની રીત.
- સૌપ્રથમ તમારે આધાર કાર્ડ ની ઓફિસિયલ વેબસાઈટ પર જવું.
- અહીં આધાર સર્વિસની નીચે આધાર ઓથેન્ટીકેશન હિસ્ટ્રી ઓપ્શન હશે તેના ઉપર ક્લિક કરો.
- હવે અહીં આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરો.
- હવે આધાર કાર્ડ સાથે રજીસ્ટર કરેલ મોબાઈલ પર વેરિફિકેશન માટે ઓટીપી આવશે ઓટીપી દાખલ કરો અને સબમિટ કરો.
- ત્યારબાદ તમારે ઓથેન્ટીકેશન ટાઈપ, ડેટા રેન્જ અને ઓટીપી સહિતની તમામ માહિતી દાખલ કરવાની રહેશે.
- વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરો, હવે તમારી સામે એક લિસ્ટ ઓપન થશે જેમાં છ મહિનામાં તમારા આધાર કાર્ડ નો ઉપયોગ ક્યાં અને ક્યારે થયેલો છે તેની માહિતી દર્શાવતું પત્રક ખુલશે.
- આ રીતે તમે જાણી શકશો કે છેલ્લા છ મહિનામાં તમારા આધાર કાર્ડ નો ઉપયોગ ક્યાં ક્યાં થયેલો છે.
- અને આમાં જો તમને કોઈ એવી વિગતો જોવા મળે કે જ્યાં તમે આધાર કાર્ડનો ઉપયોગ કરેલો નથી, અને તમારા આધારનો દુરુપયોગ થયેલો છે તો તમે ફરિયાદ પણ કરી શકો છો.
આધાર કાર્ડ નો દુરુપયોગ જોવા મળે તો શું કરવું?
જો તમારા આધાર કાર્ડનો છેલ્લા છ મહિના દરમિયાન ક્યારેય પણ દુર ઉપયોગ થયેલ જોવા મળે તો તમે તેની ફરિયાદ ઘરે બેઠા નોંધાવી શકો છો.
- તમે ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. અથવા
- help@uidai.gov.in પર ઇમેલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકો છો. તથા
- આધારકાર્ડ ઓથેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની ઓફીશીયલ વેબસાઈટ પર ઓનલાઇન ફરિયાદ પણ નોંધાવી શકો છો.
જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું છે તો તેનું આધારકાર્ડ રદ કરવાની કોઈ વ્યવસ્થા નથી. આવી સ્થિતિમાં મૃતકના આધાર કાર્ડ ને શું રક્ષિત રાખવા અને તેના દૂર ઉપયોગ ન થાય તેની જવાબદારી મૃતકના પરિવારજનોની હોય છે. જો મૃત્યુ પામનાર વ્યક્તિ આધારકાર્ડ દ્વારા કોઈ યોજના અથવા સબસીડીનો લાભ લેતો હોય તો સંબંધિત વિભાગની વ્યક્તિના મૃત્યુ વિશેની જાણકારી આપવી જોઈએ. તથા તેનું નામ લગત સ્કીમમાંથી હટાવી દેવાની ભલામણ કરવી જોઈએ.
મૃત્યુ પામેલ વ્યક્તિના આધાર કાર્ડ નું શું કરવું?
આધાર એપ્લિકેશન અથવા uidai ની ઓફીશીયલ વેબસાઈટ દ્વારા મૃતક વ્યક્તિના આધાર કાર્ડ ને લોક કરી શકાય છે. જેથી કરીને મૃતક વ્યક્તિના આધાર કાર્ડનો દુરુપયોગ અટકાવવામાં મદદ મળશે.
આ વિશેની વધુ માહિતી માટે નજીકના કોઈપણ ગ્રાહક સેવા કેન્દ્રમાં જઈ તમે માહિતી મેળવી શકો છો અથવા વેબસાઈટનો ઉપયોગ કરી વધુ માહિતી મેળવી શકો છો.
ડિસ્ક્લેમર : આ માહિતી વિવિધ સોશિયલ મીડિયાની વેબસાઈટ પરથી એકત્ર કરી અહીં મૂકવામાં આવેલ છે આને આ માહિતી માત્ર જાણકારી માટે મૂકવામાં આવેલી છે. અમારી વેબસાઈટ આ બાબતની સો ટકા પુષ્ટિ કરતું નથી, જેની દરેક વાચક મિત્રોએ નોંધ લેવી.
આને પણ વાંચો બચત ખાતામાં કેટલા રૂપિયા હોય તો આવી શકે છે ઇન્કમટેક્સની નોટિસ? વાંચો બચત ખાતાના નિયમો. માહિતી માટે અહીં ક્લિક કરો
આને પણ વાંચો સરકાર નવો ધંધો શરૂ કરવા માટે આપી રહી છે 20 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેટલી મળશે સબસિડી? માહિતી વાંચવાની ક્લિક કરો.
અગત્યની લિંક
UIDAI ઓફિશિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
આધારકાર્ડના દુરુપયોગની ઉપયોગ ફરિયાદ કરવા | અહી ક્લિક કરો |