WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ઠંડુ ગાર બન્યું ગુજરાત, ક્યાં સુધી ઠંડીમાં નહીં મળે કોઈ રાહત! જાણો હવામાન વિભાગની આગાહી.

પહાડી વિસ્તારમાં હિમવર્ષા સાથે હળવો વરસાદ પણ થઈ રહ્યો છે. મધ્ય પૂર્વમાંથી સબ ટોપીકલ જેટ સ્ટ્રીમ ભારત તરફ આવી રહી છે. જેના કારણે દેશના તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશભરમાં ઠંડીનું મોજુ ચાલી રહ્યું છે. હવામાન વિભાગ એ જણાવ્યું છે કે બિહાર ઉત્તર પંજાબ અને હરિયાણામાં ધુમ્મસની સાથે લઘુતમ તાપમાન સતત સામાન્ય કરતાં ઘણું ઓછું નોંધાયું છે. તે જ સમયે દક્ષિણ ભારતના રાજ્યોમાં આજે પણ મુશળધાર વરસાદની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે આજે જોઈએ કે હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે.

હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ બપોરની આગાહીમાં ગુજરાતના હવામાન અંગે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ત્રણ દિવસ સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફારની આગાહી નથી. જે બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ના સામાન્ય વધારાની આગાહી છે. આજે નલિયા અને રાજકોટમાં કોલ્ડ વેવ ની સ્થિતિ રહેશે.

તાપમાન અંગે વાત કરતા જણાવ્યું છે કે બુધવારે લઘુતમ તાપમાન નલિયામાં રહ્યું છે. ત્યાં પાંચ ડિગ્રી તાપમાન નોંધાયો છે. જે સામાન્ય તાપમાન કરતાં 7.6 ડિગ્રી ઓછું છે. એટલે કે નલિયામાં કોલ્ડ વેવ ની સ્થિતિ સર્જાય છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે કચ્છ અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેર ની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર બુધવારે ગુજરાતમાં નલિયામાં સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયામાં પાંચ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આ સાથે રાજકોટમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ડીસા અને કંડલામાં 10 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. ભુજ અમરેલી કેશોદમાં 11 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. વડોદરા માં 12 ડિગ્રી અમદાવાદમાં 13.4 ડિગ્રી ગાંધીનગરમાં 14.3 ડિગ્રી અને સુરતમાં 15.8 ડિગ્રી તાપમાનનો થયું છે.

અહીં નોંધનીય છે કે ગુજરાતના લોકો માટે સૌથી નજીકનું અને માનીતું હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં બુધવારે ઠંડીનો પારો માઇનસ ત્રણ ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ઠેક ઠેકાણે બરફની પરતો જામી ગઈ હતી. સેલાણીએ ઠંડીની મજા માણવા આબુની દિશા પકડી છે તો ગુજરાતના કાશ્મીર ગણાતા નલિયામાં ન્યૂનતમ તાપમાન નો પારો પાંચ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.

હવામાન વિભાગની ઓફિસિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Important Links 

  •  હવામાન વિભાગ Website for official weather : Click Here  

ગુજરાતમાં અગામી ત્રણ દિવસ સુધી ઠંડીનો પારો ખૂબ જ નીચો રહેશે, ત્યારે લોકો સ્વેટર તાપણા નો સહારો લઈ રહ્યા છે. શુક્રવાર સુધી ઠંડીનો પારો ખૂબ જ નીચો રહેવા અને હાડ થીજવતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ સુધી હજી કડકડતી ઠંડી પડશે તેવું હવામાન વિભાગ નિષ્ણાંતે જણાવ્યું છે.

આને પણ વાંચો ધોરણ 12 ની પરીક્ષાની તારીખમાં ફેરફાર, અહીંથી ડાઉનલોડ કરો pdf

આને પણ વાંચો GPSC ની તૈયારી કરતા ઉમેદવારો માટે અગત્યના સમાચાર : પ્રાથમિક કસોટીની તારીખ જાહેર, માહિતી માટે અહીં ક્લિક કરો.

સોર્સ : ન્યૂઝ 18 ગુજરાતી.

Leave a Comment