Gpsc exam date : ગુજરાતમાં જીપીએસસીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જીપીએસસી દ્વારા નવું પરીક્ષાઓની સામાન્ય અભ્યાસ અને સંબંધિત વિષયની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. 23 ફેબ્રુઆરીએ એક જ દિવસમાં સામાન્ય વ્યાસની પ્રાથમિક કસોટી લેવામાં આવશે. ત્યારબાદ છ ફેબ્રુઆરીથી લઈ 20 એપ્રિલ સુધી અલગ અલગ તારીખે સંબંધિત વિષયોની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
આયોગ દ્વારા નીચે મુજબની એક થી નવ પરની જાહેરાતોની પ્રાથમિક કસોટીના સામાન્ય અભ્યાસ પેપર એક ભાગ એકનો અભ્યાસક્રમ સમાન હોય સામાન્ય અભ્યાસ પેપર એક ભાગ એક માટે નીચે કોલમમાં ચારમાં દર્શાવ્યા મુજબ તારીખ નિયત કરવામાં આવી છે જ્યારે ક્રમ એક થી નવ પરની જાહેરાતો અન્વયે સંબંધિત વિષય પેપર એક ભાગ બે ની પરીક્ષા બપોરે ત્રણ થી પાંચ દરમિયાન અગાઉ પ્રસિદ્ધ કર્યા મુજબ જ નીચે કોલમ પાંચમાં દર્શાવેલ તારીખોએ યોજાશે.
જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલ પરીક્ષાની તારીખો માટે સંપૂર્ણ વિગત માટે નીચેની પીડીએફ ડાઉનલોડ કરો.