ખેડૂતો માટે સારા સમાચાર: Collateral free Agricultural Loan : કોલેટ્રોલ ફ્રી એગ્રીકલ્ચર લોન: દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નવા વર્ષની શરૂઆત પહેલા જ દેશના તમામ ખેડૂતો માટે એક મોટી ભેટ ની જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેંક એ એક જાન્યુઆરી 2025 થી ખેડૂતો માટે ગેરંટી વિના લોન ની જાહેરાત કરી છે જેમાં ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન વગર ગેરંટીએ મળશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની આ જાહેરાતથી દેશના કરોડો ખેડૂતોને ફાયદો થશે.
ખેડૂતોને મળશે બે લાખ રૂપિયા ની લોન:
ખેતીના વધતા ખર્ચ વચ્ચે નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવાના હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલીસી કમિટીની બેઠક બાદ rbi ના પૂર્વ ગવર્નર શક્તિ કાંત દાસે કહ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ કોલેટ્રોલ ફ્રી એગ્રીકલ્ચર લોન એટલે કે કોઈપણ ગેરંટી વગર મળતી લોનની મર્યાદા વધારેને રૂપિયા બે લાખ કરી દીધી છે. અત્યાર સુધી આ રકમ 1.60 લાખ રૂપિયા હતી. એટલે કે ખેડૂતોને અત્યારે સુધી વગર ગેરંટીએ ₹1,60,000 ની લોન મળતી હતી જે હવે પેલી જાન્યુઆરી 2025 થી વધારીને ₹2,00,000 સુધીની કરી દેવામાં આવી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ 2010 માં કોઈ પણ ગેરેન્ટી વિના કૃષિ ક્ષેત્રને એક લાખ રૂપિયા ની લોન આપવાની શરૂ કરી હતી. બાદમાં 2019 માં તે એક લાખ રૂપિયાથી વધારીને ₹1,60,000 કરી દેવામાં આવી હતી જેમાં હવે ફરીથી 40,000 રૂપિયાનો વધારો કરી પેલી જાન્યુઆરી 2025 થી આ મર્યાદા બે લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે.
દેશના ખેડૂતોને થશે આનો ફાયદો:
કૃષિ મંત્રાલયે આ અંગે જણાવ્યું છે કે આ નિર્ણય બાદ વધતા ખર્ચ અને ખેડૂતો માટે લોનની પહોંચ સુધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિવેદનમાં જણાવ્યું છે કે આ પગલાથી 66% થી વધુ નાના અને સીમાંત જમીન ધારા ખેડૂતોને ઘણો ફાયદો થશે.
કેવી રીતે મળશે લોન?
બે લાખ રૂપિયા સુધીની આ કોઈપણ ગેરંટી વગરની કોલેટ્રોલ ફ્રી લોન મેળવવા માટે ખેડૂતો કોઈ પણ બેંકમાં જઈ અને અરજી કરી શકે છે. આ માટે ખેડૂત મિત્રોએ કોઈ પણ પ્રકારની વસ્તુ ગીરવે મૂકવાની જરૂર પડતી નથી, જોકે આ લોન માટે તેઓ પહેલી જાન્યુઆરી 2025 થી જ અરજી કરી શકશે.
આને પણ વાંચો.👇
Home Page | Click Here |
Official Website | Click Here |