WhatsApp ગ્રૂપમાં જોડાવો!

કડકડતી ઠંડીની વચ્ચે માવઠાની આગાહી : આટલા જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી, ખેડૂત મિત્રો નોંધી લો તારીખ.

કમોસમી વરસાદની આગાહી : ભર શિયાળે કડકડતી ઠંડીની વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી એ માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં 22 ડિસેમ્બરથી હવામાનમાં પલટો આવશે. તારીખ 25 ડિસેમ્બર થી 27 ડિસેમ્બર દરમિયાન અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ સર્જાયો છે. દક્ષિણ ભારતમાં ઈશાનના ચોમાસાને કારણે વરસાદી માહોલ છવાયો છે. અને રાજસ્થાન પર પસાર થઈ રહેલા સાયકલોનિક સર્ક્યુલેશન ને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડશે.

આટલા જિલ્લાઓમાં છે વરસાદની આગાહી.

રાજસ્થાન સાથેના સરહદીય વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, દાહોદ, મહીસાગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં છુટા છવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ, ડાંગ અને નવસારીમાં હળવા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ છવાશે. બોટાદ ભાવનગર અમરેલી માં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

3 દિવસ તાપમાન યથાવત રહેશે

અમદાવાદમાં 13.4 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 13.3 ડિગ્રી તાપમાન નોંધાયો છે. રાજકોટમાં 9.5 ડિગ્રી ડીસામાં 12.9 ડિગ્રી ભુજમાં 10.2 ડિગ્રી અમરેલીમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ પવનની દિશા બદલાતા તાપમાનમાં ફેરફાર રહેશે. જ્યારે અન્ય શહેરોમાં 11 ડિગ્રી થી 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. ત્રણ દિવસ તાપમાન યથાવત રહી શકે છે. જોકે એક થી બે ડિગ્રી તાપમાન વધઘટન રહેતા ક્યાંક ઠંડીમાં આંશિક રાહત પણ મળી શકે છે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આને પણ વાંચો

બિલકુલ ફ્રીમાં કરો અયોધ્યાની યાત્રા, સરકાર આપશે યાત્રા માટે પૈસા. જાણો અરજી કરવાની છેલ્લી તારીખ. માહિતી વાંચવા અહીં ક્લિક કરો.

1લી જાન્યુઆરીથી ખેડૂતોને મળશે બે લાખ રૂપિયા સુધીની લોન અને એ પણ કોઈ પણ વસ્તુ ગીરવી રાખ્યા વગર. જાણવા યોજના વિશે સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો.

Leave a Comment