કચ્છ રણ ઉત્સવ : કચ્છના વિશ્વવિખ્યાત સફેદ રણમાં યોજાતા રણ ઉત્સવમાં દર વર્ષે દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે અને ચાર માસ માટે યોજતા આ રણ ઉત્સવમાં કચ્છની સંસ્કૃતિ, કચ્છી ખમીર, કચ્છના ઇતિહાસ, અને કચ્છની મહેમાનગતિને માણે છે.
દર વર્ષે કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગત વર્ષે રણોત્સવ માં ચાર માર્ક્સ દરમિયાન કુલ ચાર લાખ 24 હજાર લોકોએ મુલાકાત લીધી હતી ત્યારે ચાલુ વર્ષે ₹1,06 હજાર જેટલા પ્રવાસીઓએ એક મહિના દરમિયાન જ મુલાકાત લઈ ચૂક્યા છે.
125 દિવસ માટે યોજાઇ છે કચ્છ રણ ઉત્સવ.
અગાઉ ત્રણ દિવસ માટે યોજાતા રણ ઉત્સવોમાં હવે 125 દિવસ સુધી યોજાઇ રહ્યો છે. આ વર્ષે રણોત્સવ 11 નવેમ્બર થી 15 માર્ચ એટલે કે 125 દિવસ સુધી યોજાઇ રહ્યો છે.
આ વખતે રણોત્સવ અંતર્ગત નિર્માણ પામેલા ટેન્ટસિટીના રિસેપ્શનથી લઈને ટેન્ટ સહિતના આ વખતે કચ્છની કલાકારી કરીને પ્રદર્શિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સફેદ રણની ચમક, રોડ ટુ હેવન, હડપ્પન સંસ્કૃતિના નગર ધોળાવીરા, કચ્છની કલાઓથી આકર્ષાઈને દેશ વિદેશના પ્રવાસીઓ મુલાકાતે આવી રહ્યા છે.
વર્ષ 2023 24 દરમિયાન 4 લાખ 24 હજાર પ્રવાસીઓ આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2023 24 દરમિયાન યોજાયેલા રણોત્સવમાં 945 વિદેશી સહિતના કુલ 4.24 લાખ પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવ્યા હતા અને સરકારને કુલ 3.67 કરોડ રૂપિયાની આવક થઈ હતી. આ ઉપરાંત જ્યારે જ્યારે રણોત્સવમાં ટેન્ટ સીટીનું આયોજન કરતી કંપની અને સરકાર દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તહેવારો જેવા કે દિવાળી, નાતાલ, થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર, મકરસંક્રાંતિ, પોંગલ, ગણતંત્ર દિવસ, હોળી વગેરે જેવા તહેવારોની ઉજવણી પણ પ્રવાસીઓ સાથે મળીને કરવામાં આવતી હોય છે ત્યારે આવા સમયે પણ મોટી માત્રામાં પ્રવાસીઓ ઉમટી પડે છે.
ચાલુ વર્ષે એક માસમાં 1.6 લાખ પ્રવાસીઓ થતી કુલ 1.19 કરોડની આવક થઈ.
ભુજ પ્રાંત કચેરી માંથી મળતી માહિતી અનુસાર ચાલુ વર્ષ દરમિયાન એટલે કે વર્ષ 2024 25 ના રણોત્સવમાં એક મહિનામાં 1,06,632 જેટલા પ્રવાસીઓએ કચ્છના સફેદ રણની મુલાકાત લીધી છે. ત્યારે આ વર્ષે ઓછામાં ઓછા પાંચ લાખ જેટલા મુસાફરોની કચ્છના સફેદ રણની મુલાકાત લેશે તેવું અનુમાન લાગી રહ્યું છે. તો અત્યાર સુધીમાં એટલે કે 11 નવેમ્બર થી 15 ડિસેમ્બર સુધીમાં કુલ 237 જેટલા વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી છે તો તંત્રને કુલ 1.19 કરોડ રૂપિયાની આવક થઈ છે.
20 એસટી બસ નું 1.5 લાખ મુસાફરોએ લાભ લીધો.
આ ઉપરાંત કલેકટરશ્રીના જાહેરનામા મુજબ રણ ખાતે ના સમરસ પાર્કિંગ સુધી જ ખાનગી વાહનો લઈ જવામાં આવી રહ્યા છે. એસટી વિભાગના નિયામક યોગેશ પટેલે જણાવ્યું હતું કે એસટી વિભાગ દ્વારા જે નિશુલ્ક પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.
ત્યાંથી એટલે કે રણના સમરસ બસ સ્ટેન્ડ થી વોચ ટાવર સુધી પેલી ડિસેમ્બર થી એસટી ની હોપ ઓફ હોપ ઓન સેવા શરૂ કરવામાં આવી છે તેનો લાભ 1.5 લાખ જેટલા મુસાફરો એ લીધો છે તો એસટી વિભાગ દ્વારા 20 જેટલી બસો આ રોડ પર જોડાવામાં આવી રહી છે.