WhatsApp ગ્રૂપમાં જોડાવો!

અગામી સાત દિવસ કેવું રહેશે વાતાવરણ: કોલ્ડ વેવ ની આગાહી.

કોલ્ડવેવ ની આગાહી : ગુજરાતમાં ઠંડીની શરૂઆત મોડી થઈ છે પરંતુ જબરદસ્ત થઈ છે, છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે અગામી સાત દિવસ વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે.

દેશમાં એક તરફ ખડખડતી ઠંડી પડી રહી છે તો બીજી તરફ વાવાઝોડું પણ વારંવાર દસ્તક આપી રહ્યું છે. તેની અસર મેદાની અને પહાડી વિસ્તારોમાં જોવા મળી રહી છે, જ્યારે દક્ષિણના રાજ્યોમાં ભારે વાદળો થવાશે અને ઉત્તરના રાજ્યોમાં ધુમ્મસની સાથે ઠંડીનું મોજું રહેશે જેના લીધે શિયાળાની તીવ્રતામાં ખૂબ વધારો થશે. ઠંડીના ચમકારાની સાથે સાથે ભારત તરફ વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. આ વખતે એક નહીં પરંતુ બે ચક્રવાતી તોફાનો સક્રિય થયા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા જોવાઈ રહી છે. આગામી દિવસોમાં ઠંડીમાંથી રાજ્યવાસીઓને રાહત મળે તેવી સંભાવના છે. અગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે… પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફુકાવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ આગાહી કરી છે કે ગુજરાતમાં અગામી 15 ફેબ્રુઆરી સુધી ઠંડીનું જોર યથાવત રહેશે.

લક્ષદીપ અને તેની નજીકના માલદેવ વિસ્તાર પર નીચા દબાણનું ક્ષેત્ર છે તેની સાથે ચક્રવાતી પરિભ્રમણ પણ સમુદ્ર સપાટીથી 5.8 km સુધી વિસ્તરે છે. આગામી 24 કલાકમાં પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. 15 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી તરફ ચક્રવાત આગળ વધે તેવી શક્યતા છે. સમુદ્રમાં સક્રિય સાયકલોનિક સર્ક્યુલેશન ની અસર દક્ષિણના રાજ્યોમાં જોવા મળશે.

જેના કારણે તમિલનાડુમાં 16 થી 19 ડિસેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે. જ્યારે કેરળમાં 18 અને 19 ડિસેમ્બરના રોજ તેમજ પેંડુ ઝેરી તટીય આંધ્રપ્રદેશ અને દક્ષિણ કર્ણાટકમાં 17 અને 18 ડિસેમ્બરે ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ રાજ્યોમાં ગાજ વીજ સાથે વીજળી સાથે ખૂબ જ અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે. 15 ડિસેમ્બરે અંદબાર નિકોબાર ટાપુમાં વરસાદ પડી શકે છે. આ સિવાય વેસ્ટર્ન ડીસ્ટબન્સ ના કારણે 16 ડિસેમ્બર અને 17 ડિસેમ્બરના રોજ જમ્મુ કશ્મીર અને લદાખમાં હળવા વરસાદની સાથે સાથે હિમવર્ષા થવાની શક્યતાઓ રહેલી છે. ભારતીય હવામાન વિભાગે વરસાદને લઈને રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

વરસાદ બાદ ઉત્તર ભારતમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે અને ભારેથી અતિ ભારે હાડ થીજવતી ઠંડી પડશે. ઉત્તર પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ પશ્ચિમ બંગાળ બિહાર ગુજરાત જમ્મુ કશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા ચંદીગઢમાં કડકડતી ઠંડી પડશે. આ રાજ્યોમાં અગામી પાંચ દિવસ સુધી ઠંડીની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે.

આને પણ વાંચો iphone 15 plus માં મળી રહે છે ખૂબ મોટી ડિસ્કાઉન્ટ ઓફર

આને પણ વાંચો ભારતમાં આવેલી અત્યાર સુધીની તમામ કરન્સી નું સુપર કલેક્શન. દસ રૂપિયાથી નોટથી 10000 રૂપિયા સુધીની તમામ નોટોનું કલેક્શન

Home Page Click Here
અંબાલાલ પટેલ ની ઠંડીની આગાહી Click Here

Leave a Comment