VMC Recruiment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ 31 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડેલી છે, યોગ્ય લાયકાત અને રસ ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 ની વધુ માહિતી જેમકે વિવિધ જગ્યાઓ ની માહિતી, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, અરજી ની ફી, ઓનલાઇન અરજી કરવાની અગત્યની તારીખ તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી આ આર્ટિકલમાં મૂકવામાં આવેલી છે. ઉમેદવારોને ભલામણ છે કે આર્ટીકલ ને અંત સુધી વાંચવું.
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024
ભરતી સંસ્થા | વડોદરા મહાનગરપાલિકા |
વિભાગ | આરોગ્ય વિભાગ |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 31 |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 31 ડિસેમ્બર 2024 |
અરજી કરવાની વેબસાઈટ | https://vmc.gov.in |
પોસ્ટ વાઇઝ ખાલી જગ્યાઓ ની માહિતી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર આરોગ્ય વિભાગની નીચે મુજબની ખાલી જગ્યાઓની ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
પોસ્ટ | જગ્યા |
સ્ટાફ નર્સ/બ્રધર્સ | 25 |
RBSK ફાર્મસીષ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ | 06 |
વડોદરા મહાનગરપાલિકા ભરતી, શૈક્ષણિક લાયકાત
સ્ટાફ નર્સ/બ્રધર્સ :
- ઇન્ડિયન નર્સિંગ કાઉન્સલિંગ દ્વારા માન્ય સંસ્થા માંથી બીએસસી નર્સિંગ નો કોર્સ અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થા માંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મીડવાઈફરી નો કોર્સ કરેલ હોવા જોઈએ.
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવો જોઈએ.
- બેઝિક કમ્પ્યુટરનું સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવું જોઈએ.
RBSK ફાર્મસીષ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ:
- માન્ય સંસ્થા માંથી ફાર્માસિસ્ટ ની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
- ગુજરાત ફાર્માસિસ્ટ કાઉન્સિલ નું રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.
વડોદરા મહાનગરપાલિકા ભરતી, પગારધોરણ
પોસ્ટ | પગાર |
સ્ટાફ નર્સ/બ્રધર્સ | ₹20,000 |
RBSK ફાર્મસીષ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ | ₹16,000 |
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- વડોદરા મહાનગરપાલિકાની આ વેકેન્સીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સૌપ્રથમ વડોદરા મહાનગર પાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx ની મુલાકાત લેવી.
- વેબસાઈટ મેનુમાં કરિયરનો વિભાગ હશે તેના ઉપર ક્લિક કરવો.
- અહીં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- રજીસ્ટ્રેશન થયા બાદ આઈડી પાસવર્ડ મળશે.
- આઈડી પાસવર્ડ ની મદદ થી લોગીન થવું.
- લોગીન થયા બાદ એક અરજી ફોર્મ ખુલશે જેમાં તમામ માહિતી ભરવી.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા.
- ફોર્મને સબમીટ કરવું અને તેની પ્રિન્ટ મેળવી લેવી.
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરતાં પહેલાં આ લેખમાં આપેલ સત્તાવાર નોટિફિકેશન ને ધ્યાનપૂર્વક વાંચવું ત્યારબાદ જ અરજી કરવી.
આને પણ વાંચો
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર : વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો.