ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ : રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે એટલા માટે રાજ્ય સરકાર દ્વારા શ્રીરામ જન્મભૂમિ – શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા માટે ખાસ આયોજન કરવામાં આવેલું છે. અયોધ્યા દર્શન નો લાભ લેવા ઇચ્છતા દરેક યાત્રાળુઓ તારીખ 31 ડિસેમ્બર 2024 સુધી ઓનલાઇન વેબસાઈટ https://yatradham.gujarat.gov.in/SRJApplicantRegistration પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
સરકાર યાત્રા માટે કેટલા રૂપિયા આપશે
ભારતની સંસ્કૃતિમાં તીર્થયાત્રાનું ખાસ મહત્વ હોય છે. દરેક નાગરિક પોતાના જીવનકાળ દરમિયાન અયોધ્યા ખાતે આવેલ ભગવાન શ્રીરામની જન્મભૂમિ ના દર્શન કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. પરંતુ આર્થિક મર્યાદાઓને ધ્યાનમાં લેતા કેટલાક લોકોની આવી ઈચ્છા પૂરી થતી નથી. આ બાબત ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા તમામ નાગરિકો માટે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શન કરવાની ખૂબ સારી એવી તક ઉપલબ્ધ કરવા રાજ્ય સરકાર દ્વારા રેલવે ભાડામાં રૂપિયા 5,000 ની મર્યાદામાં પ્રોત્સાહક આર્થિક સહાય પૂરી પાડવા નું નક્કી કરવામાં આવેલું છે.
આ યોજનાનો લાભ કોને મળી શકે?
આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક વર્ગના નાગરિકો પોતાના જીવનકાળ દરમિયાન એક વખત લાભ લઈ શકે છે.
અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટ ની યાદી
આ યોજનાનો લાભ લેવા માટે યાત્રાળુઓએ કરેલ રજીસ્ટ્રેશન અરજીમાં પુરાવા તરીકે નીચે મુજબના તમામ સ્વપ્રમાણિત ડોક્યુમેન્ટ જોડવાના રહેશે.
- આધારકાર્ડ
- જાતિ અંગેનું પ્રમાણપત્ર અથવા
- શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર.
- બેંક ખાતાની પાસબુક
અરજીમાં જે વ્યક્તિઓના નામ દર્શાવેલા હોય તેમણે જ યાત્રા કરવાની રહેશે.
અરજી મંજૂર કરવા માટે આ જરૂરી છે
યાત્રા પૂરી કર્યા બાદ પુરાવા રૂપે રેલવેની આવવા જવાની ટિકિટ, યાત્રાના સ્થળ દરમિયાન રોકાણ અંગેના આધાર પુરાવા તેમજ ધર્માદો કરેલ હોય તો તે અંગેની પહોંચ અને અયોધ્યા મંદિર ખાતે મંદિર સહિતના બે થી ત્રણ રંગીન ફોટોગ્રાફ રજૂ કરવાના રહેશે. પુરાવા યાત્રા પૂર્ણ કર્યાના એક મહિનામાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગરની કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. અરજી સંપૂર્ણ વિગતો સાથેની નહીં હોય તો તે ના મંજૂર કરવામાં આવશે. આ અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો નિર્ણય આખરી ગણવામાં આવશે.
રજીસ્ટ્રેશન અરજીમાં દર્શાવેલ સમયગાળા દરમિયાન જ યાત્રા કરવાની રહેશે. નહિતર મંજૂરી આપોઆપ રદ થયેલી ગણાશે. અને ત્યારબાદ યાત્રા કરવાની હોય તો નવેસર થી અરજી કરવાની રહેશે.
આને પણ વાંચો
અગત્યની લિંક
હોમ પેજ | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |