WhatsApp ગ્રૂપમાં જોડાવો!

જાણો ફ્રીજમાં ક્યાં ફળો અને શાકભાજીને રાખવા જોઈએ નહીં.

જાણો ફ્રીજમાં ક્યાં ફળો અને શાકભાજીને રાખવા જોઈએ નહીં: ફ્રીજ નો ઉપયોગ સામાન્ય રીતે ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી બગડતા અટકાવવા માટે કરવામાં આવે છે, મોટાભાગની ગૃહિણીઓ બજારમાંથી એકીસાથે ફળ અને શાકભાજી ખરીદી લાવે છે અને લાંબા દિવસો સુધી તેને ફ્રિજમાં સંગ્રહ કરી રાખે છે.

પરંતુ શું તમે જાણો છો કે ફ્રીજમાં કયા ફળ અને શાકભાજીને સંગ્રહ કરવા જોઈએ નહીં? જેને સંગ્રહ કરવાથી નુકસાન થઈ શકે છે. આવું કદાચ તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે ફ્રિજમાં અમુક ફળો અને શાકભાજીનો સંગ્રહ કરવાથી તેનો સ્વાદ બદલાઈ શકે છે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. તો આજે અમે તમારા માટે એવું જ એક લિસ્ટ લઈને આવ્યા છીએ જેથી તમને ખ્યાલ આવે કે ફ્રીજમાં કયા કયા ફળ અને શાકભાજીને રાખવા હિતાવહ છે અને કેટલા ફળ અને શાકભાજીને ફ્રીજમાં સંગ્રહ કરવા નુકસાનકારક છે.

ક્યાં ફળો અને શાકભાજી ને ફ્રિજમાં ન રાખવા જોઈએ?

કેટલાક ફળો અને શાકભાજી છે જેને ભૂલીને પણ ફ્રિજમાં સ્ટોર કરવા જોઈએ નહીં, જો તમે તેને ફ્રીજમાં રાખો છો તો તેમાંથી સામાન્ય ઝેર/ ઝેરીલા પદાર્થ પેદા થઈ શકે છે જે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

આ શાકભાજીઓને ફ્રિજમાં સ્ટોર કરવા જોઈએ નહીં.

કાચા બટેકા

કાચા બટેકા ને ફ્રિજમાં સ્ટોર કરવાથી તેનો સ્વાદ બદલાઈ શકે છે ઉપરાંત તેને ફ્રિજમાં રાખવાથી હાનિકારક પદાર્થ પણ ઉત્પન્ન થાય છે.

લસણ

લસણને પણ ક્યારેય ફ્રિજમાં સ્ટોર કરવું જોઈએ નહીં. ઉપરાંત બજારમાંથી લાવેલ છાલ ઉતારેલું લસણ પણ ફ્રિજમાં ક્યારે સ્ટોર કરી દેવું નહીં તે હાનિકારક સાબિત થઈ શકે છે.

ડુંગળી

ડુંગળીને ફ્રીજમાં રાખવાથી તેમાં હાજર સ્ટાર્ચ ખાંડમાં ફેરવાઈ જાય છે. અને તેમાં ફંગસ પણ લાગી જાય છે. અડધી સમારેલી ડુંગળીને પણ ફ્રિજમાં ક્યારેય રાખવી જોઈએ નહીં.

રાંધેલા ભાત

રાંધેલા ભાત ને ક્યારે ફ્રીજમાં રાખવા જોઈએ નહીં.

કેળા

કેળાને ફ્રીજમાં ન રાખવા જોઈએ તેની ત્વચા કાળી પડી જાય છે અને સ્વાદ પણ બગડે છે.

સંતરા, લીંબુ, મોસંબી જેવા ખાટા ફળોને પણ ફ્રીજમાં રાખવા જોઈએ નહીં.

આને પણ વાંચો

શિયાળામાં લીલી હળદર ખાવાથી થાય છે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદો : જાણો આટલી બીમારીઓથી મળશે રાહત. માહિતી વાંચવા અહીં ક્લિક કરો.

ગેસ એસીડીટી થી રાહત મેળવવા માટે અપનાવો આ સરળ ઘરેલુ ઉપચાર : વાંચો માહિતી અહીં ક્લિક કરો.

પેટની ચરબી ઓગાળવા માટે બસ કરો આ કામ, થોડા દિવસોમાં જ રીઝલ્ટ જોવા મળશે : વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો.

Leave a Comment