WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાતના લાખો ખેડૂતોને નવા વર્ષની ભેટ, પેલી જાન્યુઆરી થી મળશે ₹2,00,000 સુધીની લોન. જાણો સંપૂર્ણ માહિતી.

ખેડૂતો માટે સારા સમાચાર: Collateral free Agricultural Loan : કોલેટ્રોલ ફ્રી એગ્રીકલ્ચર લોન: દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નવા વર્ષની શરૂઆત પહેલા જ દેશના તમામ ખેડૂતો માટે એક મોટી ભેટ ની જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેંક એ એક જાન્યુઆરી 2025 થી ખેડૂતો માટે ગેરંટી વિના લોન ની જાહેરાત કરી છે જેમાં ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન વગર ગેરંટીએ મળશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની આ જાહેરાતથી દેશના કરોડો ખેડૂતોને ફાયદો થશે.

ખેડૂતોને મળશે બે લાખ રૂપિયા ની લોન:

ખેતીના વધતા ખર્ચ વચ્ચે નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવાના હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલીસી કમિટીની બેઠક બાદ rbi ના પૂર્વ ગવર્નર શક્તિ કાંત દાસે કહ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ કોલેટ્રોલ ફ્રી એગ્રીકલ્ચર લોન એટલે કે કોઈપણ ગેરંટી વગર મળતી લોનની મર્યાદા વધારેને રૂપિયા બે લાખ કરી દીધી છે. અત્યાર સુધી આ રકમ 1.60 લાખ રૂપિયા હતી. એટલે કે ખેડૂતોને અત્યારે સુધી વગર ગેરંટીએ ₹1,60,000 ની લોન મળતી હતી જે હવે પેલી જાન્યુઆરી 2025 થી વધારીને ₹2,00,000 સુધીની કરી દેવામાં આવી છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ 2010 માં કોઈ પણ ગેરેન્ટી વિના કૃષિ ક્ષેત્રને એક લાખ રૂપિયા ની લોન આપવાની શરૂ કરી હતી. બાદમાં 2019 માં તે એક લાખ રૂપિયાથી વધારીને ₹1,60,000 કરી દેવામાં આવી હતી જેમાં હવે ફરીથી 40,000 રૂપિયાનો વધારો કરી પેલી જાન્યુઆરી 2025 થી આ મર્યાદા બે લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે.

દેશના ખેડૂતોને થશે આનો ફાયદો:

કૃષિ મંત્રાલયે આ અંગે જણાવ્યું છે કે આ નિર્ણય બાદ વધતા ખર્ચ અને ખેડૂતો માટે લોનની પહોંચ સુધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિવેદનમાં જણાવ્યું છે કે આ પગલાથી 66% થી વધુ નાના અને સીમાંત જમીન ધારા ખેડૂતોને ઘણો ફાયદો થશે.

કેવી રીતે મળશે લોન?

બે લાખ રૂપિયા સુધીની આ કોઈપણ ગેરંટી વગરની કોલેટ્રોલ ફ્રી લોન મેળવવા માટે ખેડૂતો કોઈ પણ બેંકમાં જઈ અને અરજી કરી શકે છે. આ માટે ખેડૂત મિત્રોએ કોઈ પણ પ્રકારની વસ્તુ ગીરવે મૂકવાની જરૂર પડતી નથી, જોકે આ લોન માટે તેઓ પહેલી જાન્યુઆરી 2025 થી જ અરજી કરી શકશે.

આને પણ વાંચો.👇

🔥 આગામી 2000 રૂપિયાનો પીએમ કિસાન યોજના નો હપ્તો મેળવવા માટે ફરજિયાત છે ખેડૂત નોંધણી. જાણો ખેડૂતો નોંધણી ઓનલાઇન કેવી રીતે કરવી? અને ખેડૂત નોંધણીની છેલ્લી તારીખ કઈ છે? માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

🔥 હવે ઘરે બેઠા પણ તમે જમીનના 7 12 8અ ના ઉતારા મોબાઈલ દ્વારા પણ ડાઉનલોડ કરી શકો છો, જાણો ડાઉનલોડ કરવાની પ્રોસેસ. માહિતી માટે અહીં ક્લિક કરો

🔥પીએમ કિસાન યોજના નો 2000 નો હપ્તો તમારા ખાતામાં જમા થયો કે નહીં?? ચેક કરો…. ચેક કરવા માટે અહીં ક્લિક કરો

Home Page Click Here
Official Website Click Here

Leave a Comment