પીએમ મુદ્રા લોન યોજના : પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના કેન્દ્ર સરકારની એક એવી યોજના છે જેમાં બિન કોર્પોરેટ બિન કૃષિ નાના અથવા સૂક્ષ્મ સાહકો સાથે સંકળાયેલા લોકો પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે કે બિઝનેસ વધારવા માટે રૂપિયા 20 લાખ સુધીની લોન મેળવી શકે છે. આ યોજના આઠ એપ્રિલ 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી. પીએમ મુદ્રા લોન યોજના હેઠળ ઉપલબ્ધ લોન નો ઉપયોગ ફક્ત વ્યવસાય માટે જ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ માર્ચ 2023 સુધીમાં 40.82 કરોડ લોન ખાતાઓમાં લગભગ 23.2 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આમાંથી લગભગ ૬૮ ટકા ખાતા મહિલા સાહસીકોના છે.
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ ત્રણ કેટેગરીમાં લોન આપવામાં આવે છે.
- શિશુ કેટેગરી
- કિશોર કેટેગરી
- તરુણ કેટેગરી
તરુણ કેટેગરીમાં લોનની મર્યાદા વધારીને હવે રૂપિયા 20 લાખ કરવામાં આવેલી છે, જે પહેલા માત્ર દસ લાખ રૂપિયા હતી.
આને પણ વાંચો વાજપાઈ બેંકે પર લોન સહાય યોજના જાણો કેટલા રૂપિયાની લોન મળે? અને કોને મળે? સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો
લોનની રકમ
- શિશુ કેટેગરી : 50000 રૂપિયા સુધીની લોન
- કિશોર કેટેગરી : 50,000 થી ₹5 લાખ સુધીની લોન
- તરુણ કેટેગરી : પાંચ લાખ થી 20 લાખ રૂપિયા સુધીની લોન.
લોન લેવા માટેના નિયમો.
જો કોઈપણ બેરોજગાર યુવક પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે અથવા પહેલેથી ચાલી રહેલ પોતાના વ્યવસાયને આગળ વધારવા વિસ્તારવા માંગે અને લોન લેવાનું વિચારે તો પીએમ મુદ્રા લોન માટે કેટલીક મહત્વપૂર્ણ શરતો પૂરી કરવી પડશે.
- પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ લોન લેવા માટે અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
- લોન લેનાર પહેલાથી જ કોઈ પણ બેંકનો ડિફોલ્ટર ન હોવો જોઈએ.
- લોન લેનાર નો ક્રેડિટ રેકોર્ડ સારો હોવો જોઈએ.
- લોન લેનારને તેનો વિગતવાર બિઝનેસ પ્લાન્ટ અને પ્રોજેક્ટ રિપોર્ટ બેંકને સબમિટ કરવાનો રહેશે.
- આ સિવાય લોન માટે આવકવેરા રિટર્ન ની વિગતો, આધાર કાર્ડ, પાનકાર્ડ, કાયમી સરનામાનો પુરાવો અને બિઝનેસ ઓફિસ નુ સરનામું આપવું જરૂરી છે.
લોન મંજૂર કેટલા સમયમાં થાય?
- બધા જ જરૂરી દસ્તાવેજો સબમીટ કર્યા પછી લોન એક અઠવાડિયા થી દસ દિવસની અંદર મંજૂર કરવામાં આવે છે. જોકે મુદ્રા લોન યોજનામાં કોઈ પણ પ્રકારની સબસીડી આપવામાં આવતી નથી.
કેટલા વર્ષમાં લોનની ભરપાઈ કરવાની રહે?
- પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ ઉપલબ્ધ લોનની રકમ ચુકવણી નો સમયગાળો પાંચ વર્ષ સુધીનો છે.
- આમાં બેંક અથવા લોન આપતી સંસ્થા દ્વારા કોઈ પણ પ્રકારની ગેરેન્ટી અથવા સુરક્ષાની જરૂર નથી.
- પ્રધાનમંત્રી મુદ્રા લોન કોમર્શિયલ બેંકો, આર આર બી, નાની ફાઈનાન્સ બેંકો અને એન બી એફ સી દ્વારા ઓફર કરવામાં આવે છે.
આને પણ વાંચો : પ્રધાનમંત્રી આવાસ યોજના જાણો કોને મળે આવાસ યોજના નો લાભ અને કેટલા ડોક્યુમેન્ટ જોશે સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો
અગત્યની લિંક
| PM Mudra Loan Yojna ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
| હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
માહિતી ઉપયોગી લાગી હોય તો આગળ શેર કરવાનું ભૂલશો નહીં
🎯આવી જ ઉપયોગી માહિતી નિયમિત મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જવું.
