Youtube Kids App : આજના ડિજિટલ યુગમાં કોઈપણ ઘર કે કોઈપણ વ્યક્તિ એવો નહીં હોય કે જેમની પાસે સ્માર્ટફોન ના હોય. દરેક ઘરની સૌથી મોટી સમસ્યા કે તેના ઘરના દરેક બાળકો ને આજરોજ મોબાઇલ જોવાની આદત છે. પહેલાના સમયમાં જ્યારે સ્માર્ટફોનનું ચલણ જ ન હતું ત્યારે બાળકને અવનવી ગેમ્સ રમવાની આદતહતી. પરંતુ આજના યુગમાં બાળક મોબાઈલ ફોન થી ટેવાયેલ છે અને બાળક જ્યારે સાવ નાનું હોય એટલે કે એક વર્ષ જેટલું હોય ત્યારથી માંડી બાળકના હાથમાં તેના વાલીઓ મોબાઈલ આપી દેતા હોય છે. આજના વાલીઓ પાસે પણ એટલો સમય નથી કે તેમના બાળકોને અવનવી ક્રિએટિવિટી અવનવી રમત સાથે સાંકળીને રાખે, વાલીઓ પોતાના કાર્યમાં બીઝી હોવાને કારણે બાળકો જ્યારે તેમને નડતરરૂપ થતા હોય ત્યારે તેમને મોબાઈલ આપી શાંત પાડવાનું વિચારતા હોય છે. જેથી આજનું દરેક બાળક સ્માર્ટફોન થી ટેવાયેલું છે અને મોટાભાગે તેઓ youtube જોતા હોય છે. પરંતુ youtube માં અનેક એવા વિડિયોઝ આવતા હોય છે જે તમારા બાળક ને માનસિક રીતે ખૂબ જ નુકસાનકારક હોય છે. પરંતુ શું તમે એવા કોઈ એપ્લિકેશન વિશે જાણો છો કે જે તમારા બાળકની ભૌતિક શક્તિ નો વિકાસ કરે અને સાથે સાથે youtube પણ તમારું બાળક જોઈ શકે. હા આજે અમે એવા જ એક youtube કીટ્સ એપ્લિકેશન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જો તમે પણ તમારા બાળકને મોબાઇલ આપો છો અને તમારું બાળક youtube જુએ છે તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તમારા બાળકને મોબાઇલમાં youtube જોવાના બદલે youtube કીટ્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તે જોવા આપો. આ એપ્લિકેશન વડે તમારા બાળકની ભૌતિક શક્તિ નો વિકાસ થશે, ચાલો જાણીએ આ youtube કીટ્સ એપ્લિકેશન શું છે? તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તે કેટલી સૈફ છે? ઉપરાંત આ એપ્લિકેશન દ્વારા તમારા બાળકનો ભૌતિક વિકાસ કેવી રીતે થશે વગેરે…… સંપૂર્ણ વિગત નીચે મુજબ છે.
Youtube Kids App in ગુજરાતી શું છે?
મિત્રો તમે બધા youtube એપ્લિકેશન છે તો જાણો જ છો. એવી જ રીતે youtube કીટ એપ પણ છે. જે રીતે આ એપ્લિકેશનનું નામ youtube કીટ એપ છે તેવું જ તેનું કામ પણ છે. એટલે કે આ એપ્લિકેશન બાળકો માટે બનાવવામાં આવી છે. youtube કીટ એપ્લિકેશન બાળકો માટે ખાસ રીતે બનાવવામાં આવેલી એક એવી એપ્લિકેશન છે જેના દ્વારા ઇન્ટરનેટ પર ઘણી સારી વસ્તુઓ ઉપલબ્ધ છે. youtube ઉપર અનેક એવા એડલ્ટ વિડીયો આવતા હોય છે જે તમારા બાળકના માનસિક ને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડતા હોય છે.
આ સમસ્યાના ઉપાય માટે youtube કિડ્સ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી હતી. કારણ કે તમે જાણો છો કે youtube એ બાળકોની મનપસંદ એપ્લિકેશન છે જેમાં ઘણું એડલ્ટ કન્ટેન્ટ ઉપલબ્ધ છે તેથી આને ધ્યાનમાં રાખીને ગૂગલ દ્વારા youtube ની જેમ જ એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેનું નામ youtube કિડ્સ એપ્લિકેશન છે. આ એપ્લિકેશન youtube એપ્લિકેશન થી તદ્દન રૂપે અલગ છે. આ એપ્લિકેશનમાં તમને ફક્ત અને ફક્ત બાળકોના વિડીયો જ જોવા મળશે. જેમાં એજ્યુકેશનના વિડીયો સમાચારના વિડીયો કાર્ટૂનના વિડીયો એજ્યુકેશન ના વિડીયો વગેરે.
youtube કીટ એપ્લિકેશનનો ઉપયોગ
આ એપ્લિકેશનમાં બાળકોની ઉંમર મુજબ કન્ટેન્ટ જોવા મળે છે તેથી તમારા બાળકોની ઉંમર ગમે તે હોય તેવો youtube એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે અને ઇન્ટરનેટ પરની ગંદી વસ્તુઓથી દૂર રહીને ઘણું બધું સારું આ એપ્લિકેશન વડે શીખી પણ શકે છે. તો મિત્રો તમારા ઘરમાં જો નાનો બાળક હોય અને તેને youtube જોવાની આદત હોય તો તમારા બાળકોને આજે જ તમારા મોબાઇલમાં youtube એપ્લિકેશન ડાઉનલોડ કરીને આપો. આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે મૂકવામાં આવેલી છે તમે અહીંથી આ એપ્લિકેશનને ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો. ઉપરાંત આ એપ્લિકેશન બિલકુલ ફ્રી છે.
આ સાથે મિત્રો જો તમે આ એપ્લિકેશન તમારા gmail આઇડી વડે લોગીન કરો છો તો તમે તે જ સમયે એ પણ નક્કી કરી શકો છો કે તમારા બાળકો જ્યારે આ એપનો ઉપયોગ કરે ત્યારે તેમને કેવા પ્રકારના વિડીયો બતાવવા છે. તમને ન ગમતા વીડિયોને તમે બ્લોક કરી શકો છો સાથે સાથે તમે તમારી ઈચ્છા અનુસાર ઘણી મર્યાદાઓ પણ આ એપ્લિકેશન પર સેટ કરી શકો છો જેથી તમારા બાળકો મોબાઇલ કે આ એપ્લિકેશનનો લાંબા સમય સુધી ઉપયોગ પણ કરી ન શકે.
youtube કીટ એપ્લિકેશનને ડાઉનલોડ કેવી રીતે કરવી અને તેને ઉપયોગ કેવી રીતે કરવો
- સૌપ્રથમ google play store પર જઈ youtube કીટ્સ એપ્લિકેશન સર્ચ કરો.
- એપ્લિકેશન મળી જશે તેને ઇન્સ્ટોલ કરો અને ઓપન કરો.
- તમારી સામે બે વિકલ્પો મળશે જેમાંથી આઈ એમ પેરેન્ટ્સ પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારું પોતાનું જન્મ વર્ષ એન્ટર કરો અને કન્ફર્મ કરી આગળ વધો.
- તમને એક વિડીયો ટુટોરીયલ બતાવવામાં આવશે. જેમાં આ એપ્લિકેશનના ઉપયોગ વિશે સમજાવવાશે.
- હવે નેક્સ્ટ બટન પર ક્લિક કરો જેથી તમારા gmail આઇડી વડે સાઇન ઇન કરવાનું કહેશે.
- તમે તમારા gmail આઇડી વડે લોગીન પણ કરી શકો છો અને તેને છોડી પણ શકો છો.
- પરંતુ તમારે gmail આઇડી વડે જ લોગીન કરવું હિતાવહ છે કેમકે તેના વડે જ તમે તમને ન ગમતા કોઈપણ વીડિયોને બ્લોક કરી શકો છો અને તમારા બાળકોને કેવા વિડિયો બતાવવા છે તે સેટ કરી શકો છો. માટે તમારા gmail આઇડી વડે લોગીન થાઓ.
- ત્યારબાદ તમારા બાળકની વય્ય શ્રેણી પસંદ કરો.
- હવે youtube કીટ્સ એપ્લિકેશન ની ટર્મ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરો.
- હવે તમે આ એપ્લિકેશનના સેટિંગમાં જઈ અને એપ્લિકેશનની અમુક મર્યાદાઓ પણ સેટ કરી શકો છો.
- જેથી તમારા બાળકો આ એપ્લિકેશનનો વધુ સમય માટે ઉપયોગ ન કરી શકે.
અગત્યની લિંક
Youtube Kids App | Download Click Here |
Home page | Click Here |