બાગાયતી યોજના 2024 : ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. વિવિધ યોજનાઓના ઓનલાઈન પોર્ટલ પણ શરૂ છે. અહીં આપણે એવી જ એક કલ્યાણકારી યોજના વિશે વાત કરી રહ્યા છીએ કે જે ખેડૂતોના હિત માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે. સરકાર દ્વારા આઇ ખેડુત પોર્ટલ પરથી બાગાયતી વિભાગની 35 જેટલી વિવિધ યોજનાઓની ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે. જે ખેડૂતો મિત્રો બાગાયતી યોજના નો લાભ લેવા માગતા હોય તેમણે આઇ ખેડુત પોર્ટલ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ આર્ટીકલ દ્વારા તમે સંપૂર્ણ માહિતી જાણી શકશો જેમાં બાગાયતી યોજના ની કુલ 35 વિવિધ યોજનાઓ કઈ છે? બાગાયતી યોજનામાં લાભ લેવા માટેની પાત્રતાના નિયમો શું છે? આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? ઓનલાઇન અરજી કરવા માટે કેટલા ડોક્યુમેન્ટ જોશે? વિવિધ યોજના માટે કેટલી સબસીડી મળશે? વગેરે… સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
બાગાયતી યોજના 2024.
આર્ટીકલ | બાગાયતી યોજના 2024 |
યોજનાનો ઉદ્દેશ્ય | ખેડૂતોને વિવિધ યોજનાઓનો સીધો લાભ આપી આત્મનિર્ભર બનાવવા |
યોજનાના લાભાર્થીઓ | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂતો અને પશુપાલકો |
અરજીની પ્રક્રિયા | ઓનલાઇન |
આઇ ખેડૂત પોર્ટલ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી? | અહીં ક્લિક કરો |
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જુદા જુદા ઘટકો માટે યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં ચાલુ નાણાકીય વર્ષ 2024 25 માટે ખેતીવાડીની કુલ 35 ઘટકો માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે.
યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા.
બાગાયતી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે, આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવેલી છે જે આ મુજબ છે.
- અરજદાર ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
- અરજદાર ખેડૂત નાના ખેડૂત અથવા સીમાંત ખેડૂત પ્રકારના હોવા જોઈએ.
- અરજદાર પાસે પોતાનો જમીનના રેકોર્ડ હોવું જોઈએ.
- જંગલ વિસ્તારના ખેડૂત પાસે ટ્રાઇબલ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
- બેન્ક એકાઉન્ટ ની પાસબુક.
- રાશન કાર્ડ.
- અને મોબાઈલ નંબર.
પ્રેસ નોટ : નીચે પ્રેસ નોંધ આપેલી છે તેના ઉપર ક્લિક કરો એટલે ઝૂમ થશે અને તમામ માહિતી ક્લિયર વંચાશે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
આઇ ખેડુત પોર્ટલ પર તમામ યોજનાઓના ઓનલાઈન અરજી કરવાની થાય છે. આ અરજી ગ્રામ પંચાયત ખાતેથી વીસીઈ પાસેથી ઓનલાઈન કરી શકાય છે. વધુમાં તાલુકા કચેરી માંથી કમ્પ્યુટર ઓપરેટર પાસેથી પણ ઓનલાઇન અરજી કરી શકાય છે. પરંતુ આ આર્ટીકલ ની મદદથી હવે તમે ઘરે બેઠા તમારા મોબાઇલ અથવા કોમ્પ્યુટર અથવા લેપટોપ દ્વારા પણ આઇ ખેડૂત પોર્ટલ પર જઈ ઓનલાઇન અરજી કરી શકશો જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ તમારા મોબાઇલ અથવા કમ્પ્યુટરમાં google સર્ચમાં આઇ ખેડુત પોર્ટલ સર્ચ કરો.
- google માં જે પરિણામ આવે તેમાંથી વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ઉપર ક્લિક કરો.
- આ વેબસાઈટમાં યોજના પર ક્લિક કરો.
- જેમાં બાગાયતી યોજના 202425 ઉપર ક્લિક કરો.
- સૌપ્રથમ તમારે નવી અરજી કરવા માટે ક્લિક કરો.
- નવી અરજીનું ફોર્મ ખુલશે જેમાં અરજદારને તમામ વિગતો ભરો, રેશનકાર્ડ ની વિગતો અને બેંકની વિગતો ભરો.
- તમામ માહિતી ભરાઈ ગયા બાદ કેપ્ચા કોડ દાખલ કરો.
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સેવ બટન ઉપર ક્લિક કરો.
- અરજીની પ્રિન્ટ મેળવો.
અગત્યની લિંક
ikhedut portal | https://ikhedut.gujarat.gov.in/ |
તમારી અરજી ની સ્થિતિ તપાસવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |