WhatsApp ગ્રૂપમાં જોડાવો!

મહિલા સ્વાવલંબન યોજના, જાણો સંપૂર્ણ માહિતી.

મહિલા સ્વાવલંબન યોજના : મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા સહાય પૂરી પાડવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે. જેમાં મહિલાઓ સ્વર નિર્ભર બની શકે તે માટે મહિલા સ્વાવલંબન યોજના ચલાવવામાં આવે છે. આ યોજના એ એક લોન પ્રકારની યોજના છે જેમાં મહિલાને સ્વરોજગારીની તેમની આવડત પ્રમાણે ચાલુ રાખવા માટે મદદ કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત બેન્ક દ્વારા લોન આપવામાં આવે છે. જેમાં ૪૦ ટકા સુધીની સબસીડી આપવામાં આવે છે. મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત કઈ મહિલાઓને આ લોન નો લાભ મળશે? કેવી રીતે અરજી કરી શકાશે? અરજી કરવા માટે કેટલા ડોક્યુમેન્ટ જોશે? અને કેટલા રૂપિયાની લોન મળશે વગેરેની તમામ માહિતી તમે આ આર્ટીકલ દ્વારા જાણી શકશો.

મહિલા સ્વાવલંબન યોજના.

આર્ટીકલ નું નામ મહિલા સ્વાવલંબન યોજના
ક્યાં વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ
યોજનાનો લાભ કોને મળશે? જે મહિલા વ્યવસાય કરવા માગતી હોય.
કેટલા રૂપિયાની સહાય મળશે? 2 લાખ સુધીની
સબસીડી 40% સુધી
ઓફિશિયલ વેબસાઈટ https://wcd.gujarat.gov.in/
મહિલા સ્વાવલંબન નો ઠરાવઅહીં ક્લિક કરો

મહિલા સ્વાવલંબન ની યોજના નો લાભ મેળવવા માટેની પાત્રતાના નિયમો.

  • લાભાર્થી મહિલા ગુજરાત રાજ્યના નાગરિક હોવા જોઈએ.
  • લાભાર્થી મહિલાની ઉંમર 18 વર્ષથી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • અરજદાર મહિલાની કુટુંબીક આવક ગ્રામ્ય કક્ષાએ 1,20,000 સુધી.
  • જ્યારે શહેરી કક્ષાએ 1,50,000 સુધી. ( તેનાથી વધુ આવક મર્યાદા હોય તો આ યોજનાનો લાભ મળશે નહીં.)

લોન ની રકમ

મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મહિલા જે ધંધો રોજગાર કરવા ઇચ્છતી હોય તેના ઉપર બેંક તેને લોન આપે છે અને આ લોનની રકમ ₹2,00,000 રૂપિયા સુધીની હોય છે. મહિલા દ્વારા જે પ્રોજેક્ટ પસંદ કરવામાં આવે છે તેના આધારે તેને સબસીડી મળવાપાત્ર રહેશે.

મહિલા સ્વાવલંબન યોજનામાં સબસીડી નું ધોરણ.

મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત સબસિડીના ધોરણમાં સુધારો કરી હવે તેમણે પસંદ કરેલ વ્યવસાય આધારિત 35 થી 40% સુધીની સબસીડી આપવામાં આવે છે. (પહેલા આ સબસીડીનો ધોરણ 15 ટકા 30 હજાર રૂપિયા સુધીનું હતું.)

સબસીડી નું ધોરણ નીચે મુજબ છે.

સામાન્ય કેટેગરી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિધવા મહિલા અને દિવ્યાંગ મહિલા (40% થી વધુ દિવ્યાંગતા )
કુલ ખર્ચના 30 ટકા અથવા 60,000 બેમાંથી જે ઓછું હોય તે કુલ ખર્ચના 35% અથવા 70 હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે કુલ ખર્ચના 40% અથવા 80,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે

મહિલા સ્વાવલંબન ની યોજના માટે ધંધા ઉદ્યોગની યાદી.

મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા અંદાજિત 307 ધંધા અને રોજગાર માટે મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત સબસીડી આપવામાં આવે છે જેની યાદી નીચે મુજબ છે.

ક્રમઉદ્યોગના વિભાગનું નામકુલ ઉદ્યોગની સંખ્યા
1એન્જીનિયરીંગ ઉદ્યોગ44
2કેમી અને સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગ37
3ટેક્ષટાઈલ ઉદ્યોગ29
4પેપર પ્રી‍ટીંગ અને સ્ટેનરી ઉદ્યોગ11
5ખેતી આધારિત ઉદ્યોગ9
6પ્લાસ્ટિક ઉદ્યોગ21
7ફરસાણ ઉદ્યોગ20
8હસ્તકલા ઉદ્યોગ16
9ઉદ્યોગ આધારિત ઉદ્યોગ11
10ખનીજ આધાર ઉદ્યોગ07
11ડેરી આધારિત ઉદ્યોગ02
12ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ06
13ઈલેક્ટ્રીક અને ઈલેક્ટોનિક્સ ઉદ્યોગ06
14ચર્મોઉદ્યોગ05
15અન્ય ઉદ્યોગ17
16સેવા સદ્ભાવના42
17વેપાર ધંધા24
 કુલ ધંધા અને ઉદ્યોગની સંખ્યા307

મહિલા સ્વાવલંબન યોજના ની અરજી કેવી રીતે કરવી?

મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત અરજી ફોર્મ કેવી રીતે ભરવું અને કઈ કચેરીના અધિકારીના સહીસિકા કરાવવા તેમજ કઈ કચેરીમાં તેને જમા કરાવવું તેની વિગતવાર માહિતી માટે અહીં આપેલા વિડીયો જુઓ.

અગત્યની લીંક

માર્ગદર્શક વિડિયો અહીં ક્લિક કરો
મહિલા સ્વાવલંબન યોજના નો ઠરાવ અહીં ક્લિક કરો
અધિકૃત વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment