WhatsApp ગ્રૂપમાં જોડાવો!

મહિલા વિકાસ એવોર્ડ 2024: ગુજરાતની મહિલાઓને રૂપિયા એક લાખથી 50 હજાર સુધીની સહાય, જાણો કેવી રીતે મળશે.

મહિલા વિકાસ એવોર્ડ 2024: મહિલા સશક્તિકરણને લગતી અનેક યોજનાઓ ગુજરાત રાજ્યમાં હાલ શરૂ છે. આવી યોજનાઓ દ્વારા મહિલાઓને સીધો લાભ થાય છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ માટે આવી જ એક યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે જે છે મહિલા વિકાસ એવોર્ડ.

મહિલા વિકાસ એવોર્ડ

આ યોજનામાં ખાનગી કે અર્ધ સરકારે સંસ્થામાં કામ કરતી મહિલાઓ પોતાના કાર્ય ક્ષેત્રમાં સારું કામ કરે અને મહિલા સશક્તિકરણના કાર્યક્રમમાં જોડાયેલ હોય તેવી મહિલાઓને આ યોજનાથી સન્માનિત કરવામાં આવશે.

હાઈલાઈટ

યોજનાનું નામ મહિલા વિકાસ એવોર્ડ
લાભ મહિલાઓને એવોર્ડ અને ધન રાશી પ્રથમ મળશે
લાભાર્થી રાજ્યની મહિલાઓ
વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ
એવોર્ડ અને ધનરાશિ રૂપિયા 1 લાખ અથવા રૂપિયા 50 હજાર
રાજ્ય ગુજરાત

હેતુ

આ યોજનાની શરૂઆત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે. આ યોજના થકી જે મહિલા બીજી મહિલાઓ માટે સારા કામ કરે મહિલાઓને રોજગારના અવસર પુરા પાડે કે પછી મહિલાઓનો સશક્તિકરણ કરે.

આવી મહિલાઓને પ્રત્સાહન આપવા અને એમનાથી પ્રેરિત થયેલ બીજી મહિલાઓ પણ સશક્તિકરણ ના કાર્ય કરે એ માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે.

મહિલા વિકાસ એવોર્ડ માટે યોગ્યતા.

  • મહિલા વિકાસ અને કલ્યાણ ક્ષેત્રે રાજ્યમાં કામ કરતી સ્વેચ્છિક સંસ્થા કે મહિલા કાર્યકર.
  • ઓછામાં ઓછા પાંચ વર્ષથી ગુજરાત રાજ્યમાં મહિલા કલ્યાણ ક્ષેત્રે,, મહિલા સશક્તિકરણ, આર્થિક સશક્તિકરણને લગતી પ્રવૃત્તિ કરતા હોવા જોઈએ.
  • કોઈપણ સરકારી અથવા તો અર્ધ સરકારી અને 100 ટકા સરકારી અનુદાનથી ચાલતી સંસ્થા આ પુરસ્કાર માટે અરજી કરી શકશે.
  • આ પુરસ્કાર સ્વૈચ્છિક સંસ્થા અને મહિલા કાર્યક્રમને એક જ વખત મળવા પાત્ર છે.

લાભ

  • દર વર્ષે કોઈપણ એક સ્વેચ્છિક સંસ્થાને રૂપિયા એક લાખનો પુરસ્કાર ચેક અને એવોર્ડ.
  • દર વર્ષે કોઈપણ એક મહિલા કાર્યકાળને રૂપિયા 50,000 નો પુરસ્કાર ચેક અને એવોર્ડ.

મહિલા વિકાસ એવોર્ડ માટે નોમિનેશન કેવી રીતે કરવું.

  • જો તમે પણ આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હો તો તમારે મહિલા અને બાળ વિકાસ વિભાગ અથવા નિયામક શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ ખાતે જવાનું રહેશે.
  • ત્યાંથી અરજીનો ફોર્મ મેળવવાનું રહેશે
  • ત્યારબાદ અરજી પત્રક વ્યવસ્થિત ભરી અને જમા કરાવવાનું રહેશે.
  • ત્યારબાદ સરકારી અધિકારી દ્વારા નામ શોર્ટલીસ્ટ કરવામાં આવશે.
  • અને અંતે એવોર્ડ આપવામાં આવશે સાથે એક લાખ રૂપિયા અથવા 50000 રૂપિયા ની સહાય પણ આપવામાં આવશે.

Leave a Comment