તાડપત્રી સહાય યોજના: તાડપત્રી સહાય યોજના એક ખેડૂત લગતી યોજના છે જે ખેડૂતો માટે ઘણી લાભદાયી છે. આજથી એટલે કે 21 સપ્ટેમ્બર 2024 થી 30 સપ્ટેમ્બર 2024 સુધી આઇ ખેડુત પોર્ટલ પર વિવિધ યોજનાઓના લાભ લેવા માટે પોર્ટલને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તમે આ સમયગાળા દરમિયાન તાડપત્રી સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. આ યોજનામાં કેટલા રૂપિયાની નાણાકીય સહાય મળે? કેવી રીતે લાભ મળે? લાભ મેળવવા માટે કેટલા ડોક્યુમેન્ટ જોશે? અને ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ શું?? વગેરે તમામ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા જાણવા મળશે.
તાડપત્રી સહાય યોજના 2024
યોજનાનું નામ | તાડપત્રી સહાય યોજના |
સહાય | •કુલ ખર્ચના 50% • અનામત કેટેગરી માટે કુલ ખર્ચના 75% • અથવા 1250 રૂપિયા • અનામત કેટેગરી માટે 1875 રૂપિયા નોંધ : ઉપર દર્શાવેલ બે ક્રાઈટેરિયામાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર થશે. |
લાભાર્થીઓ | ગુજરાત રાજ્યના ખેડૂતો |
અરજી કેવી રીતે કરવી | ikhedut પોર્ટલ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે |
અરજી કરવાની તારીખ | 21 સપ્ટેમ્બર 2024 થી 30 સપ્ટેમ્બર 2024 સુધી |
ઓનલાઇન અરજી કરવાની વેબસાઈટ | ikhedut.gujarat.gov.in |
મુખ્ય ઉદ્દેશ્ય
રાજ્યના નાના, સીમાંત ખેડૂતોને આર્થિક રીતે મદદ મળી રહે અને ખેડૂતોને પોતાના પાક ના સંરક્ષણ માટે ખેડૂતોને તાડપત્રી સહાય યોજના નો લાભ આપવામાં આવે છે.
તાડપત્રી સહાય યોજના નો લાભ કોને મળવાપાત્ર છે?
- લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.
- અરજદાર ખેડૂતો પોતાનો જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
- જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઇબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
- લાભાર્થી ખેડૂત નાના અને સીમાંત ખેડૂત હોવા જોઈએ.
તાડપત્રી સહાય યોજના નો લાભ મેળવવા ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોશે?
તાડપત્રી સહાય યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.
- ખેડૂતની આધારકાર્ડ ની ઝેરોક્ષ
- રાશનકાર્ડની ઝેરોક્ષ
- જમીનના 7 12 8અ ની નકલ
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર.
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તે અંગેની માહિતી.
- જો ખેડૂત લાભાર્થી એસ.ટી જાતિનો હોય તો તે અંગેનું જાતિનું પ્રમાણપત્ર.
- સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય વ્યક્તિઓના સંમતિ પત્રક.
- જો લાભાર્થી ટ્રાયબલ વિસ્તારનો હોય તો વન અધિકારી પત્રની નકલ.
- બેંક ખાતાની પાસબુક.
- અને મોબાઈલ નંબર.
મળવાપાત્ર સહાય
યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
જો તમારે આ યોજનાનો લાભ મેળવવો હોય તો ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ આઇ ખેડુત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in પર જવું.
- હોટલ ઉપર યોજનાઓ લખેલ હશે તેના પર ક્લિક કરો.
- તેમાં ખેતીવાડી યોજનાઓ ઉપર ક્લિક કરો.
- ખેતીવાડી યોજનાઓમાં 9 માં ક્રમ ઉપર તાડપત્રી સહાય યોજના છે તેની સામે આપેલ અપ્લાય બટન ઉપર ક્લિક કરો.
- તમારી સામે અડધી ફોર્મ ઓપન થશે તેમાં માગવામાં આવેલ તમામ માહિતી ભરો.
- માહિતી ભરાઈ ગયા બાદ અરજી સબમીટ કરો અને તેની પ્રિન્ટ મેળવો.
- અડધી ફોર્મમાં એડ્રેસ લખેલું હશે તે એડ્રેસ ઉપર જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી જમા કરાવવી.
- ક્રમ અનુસાર તમારો નંબર આવશે ત્યારે આ યોજનાનો લાભ ઓનલાઇન ખાતામાં જમા કરવામાં આવશે.
- અને અરજી ફોર્મ ભરતી વખતે દાખલ કરેલ મોબાઈલ નંબર ઉપર મેસેજથી જાણ કરવામાં આવશે.
અગત્યની લિંક
તાડપત્રી સહાય યોજના ની ઓનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |