WhatsApp ગ્રૂપમાં જોડાવો!

PM Kusum Solar Pump Yojna : પીએમ કુસુમ સોલાર પંપ યોજના, ઓનલાઇન અરજી શરૂ, જાણો સંપૂર્ણ માહિતી.

PM Kusum Solar Pump Yojna : ગુજરાત સરકાર દ્વારા ખેડૂત મિત્રોના હિત માટે પીએમ કુટુંબ સોલાર પંપ યોજના બહાર પાડવામાં આવેલી છે, જો તમે પણ આ યોજના હેઠળ સોલાર પંપ મેળવવા ઈચ્છતા હોવ તો તમારા માટે આ આર્ટીકલ ખૂબ જ ઉપયોગી થશે. પંપ યોજના અંતર્ગત કેટલા રૂપિયાની સબસીડી મળવાપાત્ર થાય છે? આ યોજનાનો લાભ ગુજરાતના કયા ખેડૂતોને મળવાપાત્ર થશે? પીએમ કુસુમ સોલાર પંપ યોજના નો લાભ મેળવવા માટે કેટલા ડોક્યુમેન્ટ જોઈએ? તેમજ આ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા શું છે તેના વિશે વિગતવાર માહિતી જાણીશું.

PM Kusum Solar Pump Yojna

યોજનાનું નામPM Kusum Solar Pump Yojna
લાભાર્થીઓ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો
યોજના હેઠળ મળતો લાભ સોલાર પંપ સ્થાપિત કરવા માટે 30% સબસીડી સહાય મળવા પાત્ર થાય છે.
હેલ્પ લાઈન નંબર011- 24365666
અરજી કેવી રીતે કરવી સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવી
અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ https://pmkusum.mnre.gov.in/

પીએમ કુસુમ સોલાર પંપ યોજના.

પીએમ કુસુમ સોલાર પંપ યોજના એક કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી યોજના છે. આ યોજના અંતર્ગત ભારત દેશના તમામ રાજ્યના ખેડૂતોને સોલાર પંપ સ્થાપિત કરવા માટે સબસીડી મળવા પાત્ર થાય છે. આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના ખેડૂતો ઓનલાઈન અરજી કરી પોતાના ખેતરમાં સોલાર પંપ સ્થાપિત કરી શકે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ડીઝલ દ્વારા ચાલતા પંપ નો ઉપયોગ ઓછો કરવો અને સોલાર ઉર્જા નો ઉપયોગ વધારવો એ કેન્દ્ર સરકારનો મુખ્ય અધ્યાય છે.

સબસીડી સહાય

પીએમ કુસુમ સોલાર પંપ યોજના હેઠળ દરેક રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે સૌર ઉર્જાથી ચાલતા પંપ સ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્ય માટે અલગ અલગ સબસીડી જાહેર કરવામાં આવેલી છે, ગુજરાત રાજ્યના ખેડૂતોને પીએમ કુસુમ સોલાર પંપ સ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી 30 ટકા% સબસીડી આપવામાં આવે છે.

મુખ્ય હેતુ.

  • કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ કુમ સોલાર પંપ યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોમાં ખર્ચાળ સિંચાઈ ઓછી કરવાનો છે.
  • આ યોજના મુજબ ડીઝલ પંપ નો ઉપયોગ ઓછો કરે સોલાર પંપ અપનાવવા જેથી પર્યાવરણ નુકસાન અટકાયત અને સિંચાઈ ઓછી ખર્ચાળ બનાવી શકાય.

PM Kusum Yojna નો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીની પાત્રતા

સૌર ઊર્જા સંચાલિત પંપ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જોઈએ.

  • ખેડૂત ભારતના કોઈપણ રાજ્યનો વતની હોવો જોઈએ.
  • દરેક ખેડૂત પાસે પોતાની જમીનની વિગત દર્શાવતુ પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • લાભાર્થી ખેડૂત જો જંગલ વિસ્તારનો હોય તો તે અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • લાભાર્થી ખેડુત ખાતેદાર જમીન ધરાવતા હોય તો અન્ય નું સંમતિ પત્રક હોવું જોઈએ.

આને પણ વાંચો: આઇ ખેડુત પોર્ટલ ઉપર વિવિધ 45 પ્રકારની યોજનાઓની ઓનલાઈન અરજી શરૂ : માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

કુસુમ સોલાર પંપ યોજના માટે જરૂરી દસ્તાવેજો

કુસુમ સોલાર પંપ યોજના નો લાભ મેળવવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા જોઈએ.

  • લાભાર્થી ખેડૂતનું આધાર.
  • જમીનના 7 12 8અ.
  • એડ્રેસ પ્રુફ માટે રાશનકાર્ડ.
  • લાભાર્થી ખેડૂતનો આવકનો દાખલો.
  • ખાતેદાર જમીન હોય તો અન્યનું સંમતિ પત્રક.
  • ખેડૂતોની બેંક ખાતાની પાસબુક.
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • અને મોબાઈલ નંબર.

પીએમ કુસુમ સોલાર પંપ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

પીએમ કુસુમ સોલાર પંપ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માગતા ખેડૂતોએ નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે.

  1. સૌપ્રથમ પીએમ કુસુમની સત્તાવાર વેબસાઈટ https://pmkusum.mnre.gov.in/ પર જાઓ.
  2. અહીં ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો અને એકાઉન્ટ બનાવો.
  3. રજીસ્ટ્રેશન કરવાની સાથે યુઝર આઇડી અને પાસવર્ડ જનરેટ થશે.
  4. તેની મદદથી લોગીન થાઓ.
  5. હવે નવું પેજ ઓપન થશે તેમાં અપ્લાય ઓનલાઇન બટન પર ક્લિક કરો.
  6. અહીં જણાવ્યા મુજબની તમામ માહિતી ભરો.
  7. જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો.
  8. અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો અને અરજીની પ્રિન્ટ મેળવો.

અગત્યની લીંક

ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
pm kusum ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment