WhatsApp ગ્રૂપમાં જોડાવો!

How to get marriage certificate : ગુજરાત લગ્ન પ્રમાણપત્ર ફોર્મ 2024 ડાઉનલોડ કરો.

marriage certificate : રાજ્યના તમામ નાગરિકો લગ્ન કર્યા બાદ તેનું સર્ટિફિકેટ મેળવવાની માહિતી મેળવવા અંગે અનેક જગ્યાએ પૂછપરછ કરતા હોય છે અને ઓનલાઈન માહિતી શોધતા હોય છે. ગુજરાત અધિનિયમ 2006 ના ફોર્મ નંબર 16 મુજબ લગ્ન કર્યા બાદ તેનો પ્રમાણપત્ર કઢાવી શકે છે. જો તમે કાયદેસર રીતે કોઈની સાથે લગ્ન કર્યા છે તો તમારે લગ્ન ફરજિયાત પણે નોંધણી કરાવવી ખૂબ જ જરૂરી છે. ગુજરાત રાજ્યમાં લગ્નની નોંધણી કરવા માટે 1995 અધિનિયમ કાર્યરત છે. તમે હિન્દુ મેરેજ એક્ટ અને 1954 નો સ્પેશિયલ મેરેજ એક્ટ બંનેનો અધિનિયમનો ઉપયોગ કરી શકો છો. આપણે આ આર્ટિકલ દ્વારા ગુજરાત રાજ્યના લોકોને લગ્નનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું, મેરેજ સર્ટિફિકેટ કેવી રીતે સરળતાથી મળી રહે તેની વિગતવાર માહિતી સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. જે તમને મેરેજ સર્ટિફિકેટ કઢાવવામાં ખૂબ જ ઉપયોગી થશે.

મેરેજ સર્ટિફિકેટ શા માટે કઢાવવું જરૂરી છે?

ગુજરાત લગ્ન નોંધણી ના ફાયદાઓ ની યાદી નીચે મુજબ છે

  • જો તમે લગ્ન કરેલ છે તો તમારે ફરજિયાત પણે આ સર્ટિફિકેટ કઢાવવું જોઈએ
  • સરકાર માન્ય લગ્નનો આધાર છે લગ્નનું પ્રમાણપત્ર ધરાવનાર દંપતિ કાયદાકીય રીતે લગ્ન થયેલ છે તે અંગેનો દસ્તાવેજ તરીકે જરૂર પડે ત્યાં ઉપયોગમાં લઈ શકે છે.
  • સંયુક્ત બેંક ખાતાની નોંધણી અને તેનું સંચાલન કરી શકે છે.
  • જીવન વીમા બેંક થાપણો અથવા મ્યુચ્યુઅલ ફંડનો દાવો તથા રિફંડ મેળવવા માટે લગ્ન પ્રમાણપત્ર અને કાયદેસર દસ્તાવેજ તરીકે ગણવામાં આવે છે.
  • જો લગ્ન જીવનમાં કાંઈ વૈવાહિક તકરાર થાય તો અગત્યના પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે.

લગ્ન પ્રમાણપત્ર મેળવવાની પાત્રતાના નિયમો

કન્યાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ

પુરુષની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ

અરજી કરનાર પતિ અને પત્ની બંને ભારતના નાગરિક હોવા જોઈએ

વિદેશી જીવનસાથીના કિસ્સામાં નો ઓબ્ઝેક્શન પ્રમાણપત્ર (NOC) જરૂરી છે.

મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • પતિ અને પત્નીના જન્મનું પ્રમાણપત્ર
  • રહેઠાણ અંગેનો પુરાવો
  • લગ્નનો પુરાવો
  • પતિ પત્ની બંનેના આધાર કાર્ડ
  • લગ્ન કરાવનાર બ્રાહ્મણનું ચુંટણીકાર્ડ અને આધાર કાર્ડ
  • બે સાક્ષીઓ

મેરેજ સર્ટિફિકેટ ને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કઢાવી શકાય છે.

મેરેજ સર્ટિફિકેટ ઓનલાઈન કેવી રીતે કઢાવવું?

  • સૌપ્રથમ ઈ નગરની ઓફિસિયલ વેબસાઈટ https://enagar.gujarat.gov.in/DIGIGOV/ પર જવું
  • હવે વેબસાઈટના હોમપેજ પર રજીસ્ટર કરવાનો વિકલ્પ છે તેના પર ક્લિક કરો
  • હવે આગળના પેજ પર મોબાઈલ નંબર અથવા ઈમેલ દ્વારા તમારું લોગીન આઈડી બનાવો
  • નોંધણી કર્યા બાદ મુખ્ય પેજ પર પાછા આવો અહીં તમારે લોગીન પર ક્લિક કરવાનું રહેશે
  • આમાં તમારે તમારો યુઝર આઇડી પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરી લોગીન થાઓ
  • લોગીન કર્યા બાદ રજીસ્ટ્રેશન માટે વિગતો ભરવાની રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું થશે
  • તમારી સ્ક્રીન પર ઘણા વિકલ્પો દેખાશે જેમાં મેરેજ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો.
  • તમને તમારી સ્ક્રીન પર એપ્લિકેશન ફોર્મ દેખાશે, તમારે એપ્લિકેશન ફોર્મ માં દાખલ કરેલા બધી માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ તમારે તમામ દસ્તાવેજો અપલોડ કરવાના થશે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • વ્યક્તિએ પૂર્ણ કરેલ અરજી ફોર્મ અને અધિકૃત સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં પહોંચાડવાનું આવશ્યક છે.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સંબંધ હે તો ઓફિસમાંથી અરજીની રસીદ મેળવી લેવી.
  • અરજી કન્ફર્મ થયા પછી અરજીની તારીખના થોડાક દિવસની અંદર તમને લગ્નનું પ્રમાણપત્ર પ્રાપ્ત થશે.
  • જો તમારી ઈ નગર પોર્ટલ પર તમારી નગરપાલિકાનું નામ બતાવતું ના હોય તો લગ્ન પ્રમાણપત્ર ફોર્મ ડાઉનલોડ કરો.
  • લગ્ન પ્રમાણપત્ર ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ ઓફલાઈન ગ્રામ પંચાયત અથવા કોર્પોરેશન ઓફિસમાં જઈને અરજી કરવાની રહેશે.

લગ્ન પ્રમાણપત્ર ની અરજી કરવા માટે કઈ ઓફિસમાં જવાનું થશે?

જો તમે ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા હોવ તો ઓફલાઈન અરજી કરી શકશો.

  • સૌપ્રથમ તમે ગુજરાત મેરેજ સર્ટિફિકેટ ફોર્મ પીડીએફ ડાઉનલોડ કરો
  • તમારે એપ્લિકેશન ફોર્મ માં માગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે
  • અરજીમાં નિયત પ્રમાણપત્રો જોડવાના રહેશે
  • બે સાક્ષીઓની સહી કરીને તેમના વિશે સંપૂર્ણ માહિતી આપવાની રહેશે.
  • જો કોઈ મુશ્કેલી અથવા અસુવિધા હોય તો સાક્ષીઓને હાજર રહેવાનું થશે.
  • અડધી કરનાર પતિ પત્ની બંનેએ પોતાની સહી કરવાની રહેશે.
  • ત્યારબાદ નક્કી કરેલ અરજી ફી ભરવાની થશે.
  • આ અરજી ફી તમારા લગ્નના કેટલા દિવસ પછી રજીસ્ટ્રેશન કરવામાં આવે છે તેના ઉપર નિર્ભય રહેશે.
  • અરજી ફોર્મ સબમીટ કરવા પર તમને અધિનિયમો મુજબ નક્કી કરેલા દિવસની અંદર લગ્નનું પ્રમાણપત્ર મળશે.

અગત્યની લિંક

મેરેજ સર્ટિફિકેટ ની ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
મેરેજ સર્ટિફિકેટ નું અરજી ફોર્મ મેળવવા માટે▪️અરજી ફોર્મ નં 1 ડાઉનલોડ
▪️અરજી ફોર્મ નં 5 (ગુજરાતી) ડાઉનલોડ
▪️અરજી ફોર્મ નં 5 (અંગ્રેજી) ડાઉનલોડ
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment